Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 2:19 - પવિત્ર બાઇબલ C.L.

19 યરીખોના કેટલાક માણસોએ એલિશા પાસે જઇને કહ્યું, “ગુરુજી, તમે જાણો છો કે આ નગર તો સુંદર છે, પણ તેનું પાણી દૂષિત છે અને એનાથી દેશમાં સ્ત્રીઓને કસુવાવડ થઈ જાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તે નગરના માણસોએ એલિશાને કહ્યું, “કૃપા કરીને જુઓ, મારો મુરબ્બી જુએ છે તેમ આ નગરનું સ્થળ તો મનોરંજક છે, પણ પાણી ખરાબ છે, ને દેશના ફળ [કાચાં ને કાચાં] ખરી પડે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તે નગરના માણસોએ એલિશાને કહ્યું, “કૃપા કરીને જો, જેમ મારા માલિક જુએ છે કે આ શહેર કેવું રમણીય છે, પણ અહીંનું પાણી સારું નથી અને દેશ ફળદ્રુપ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હવે યરીખો નગરના કેટલાક આગેવાનો એલિશાને મળવા આવ્યા, તેઓએ તેમને કહ્યું, “ધણી, આપ જોઈ શકો છો કે અમાંરું શહેર કેવું રમણીય છે! પણ અહીંનું પાણી સારું નથી અને દેશમાં સ્ત્રીઓને કસુવાવડ થઈ જાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 2:19
16 Iomraidhean Croise  

તેના અમલ દરમ્યાન બેથેલના હિએલે યરીખો બાંધ્યું. નૂનના પુત્ર યહોશુઆ મારફતે પ્રભુએ ભવિષ્ય ભાખ્યું હતું તેમ હિએલે યરીખોનો પાયો નાખ્યો ત્યારે તેનો જ્યેષ્ઠપુત્ર અબિરામ મરણ પામ્યો અને તેના દરવાજા બાંયા ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગૂબ મરણ પામ્યો.


ઇઝબેલ પ્રભુના સંદેશવાહકોને મારી નાખતી હતી ત્યારે મેં પચાસ પચાસના બે જૂથમાં સો સંદેશવાહકોને ગુફામાં સંતાડી રાખી તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં તે શું તમારા જાણવામાં નથી આવ્યું?


ઓબાદ્યા માર્ગે જતો હતો ત્યારે તેને એકાએક એલિયા મળ્યો. તેણે તેને ઓળખ્યો અને તેને નમન કરીને પૂછયું, “મારા માલિક, એ તમે છો?”


પછી તેઓ યરીખોમાં પાછા આવ્યા અને ત્યાં રોકાઈ ગયેલા એલિશાને મળ્યા. તેણે તેમને કહ્યું, “મેં તમને જવાનું ના નહોતું કહ્યું?”


તેણે આજ્ઞા કરી, “મને એક નવા કોડિયામાં મીઠું લાવી આપો.” તેઓ તે લઈ આવ્યા,


પછી તેઓ ‘મારા’ નામના સ્થળે આવ્યા. પરંતુ ત્યાંનાં પાણી એટલાં કડવાં હતાં કે તેઓ તે પી શકાયા નહિ. માટે તે સ્થળનું નામ મારા (એટલે, કડવાશ) પડયું.


તમારા દેશમાં કોઈ સ્ત્રીને કસુવાવડ થશે નહિ કે કોઈ વંધ્યા રહેશે નહિ. હું તમને દીર્ઘાયુષ્ય આપીશ.


પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તું તારા હાથમાં લાકડી લઈને તેને ઇજિપ્તનાં પાણી પર, તેમની નદીઓ ઉપર, નહેરો ઉપર, તેમનાં તળાવો ઉપર અને તેમનાં સર્વ જળાશયો ઉપર લંબાવ, એટલે એમનાં બધાં પાણી, અરે, સમગ્ર ઇજિપ્ત દેશમાંનાં લાકડાંનાં તેમ જ પથ્થરનાં તમામ પાત્રોમાંનું પાણી રક્ત બની જશે.”


તેથી ઓ પ્રભુ, આ લોકો માટે કેવી પ્રાર્થના કરું? એ જ કે તેમની સ્ત્રીઓને ગર્ભપાત થાય અને તેમનાં સ્તનોનું દૂધ સુકાઈ જાય!


તેથી આરોને મોશેને કહ્યું, “મારા સ્વામી, મૂર્ખાઈમાં અમે પાપ કરી બેઠાં છીએ; માટે અમારા પર દયા કરો અને અમને સજા ન કરો.


જે દેશ તમને આપવા વિષે પ્રભુએ તમારા પૂર્વજો સમક્ષ શપથ લીધા હતા તે દેશમાં પ્રભુ તમને પુષ્કળ સંતાનો, પુષ્કળ ઢોરઢાંક અને વિપુલ પાક આપશે.


જે આગેવાનો સારી રીતે કાર્ય કરતા હોય અને ખાસ કરીને ઉપદેશ ને શિક્ષણમાં પરિશ્રમ ઉઠાવતા હોય તો તેમને બમણા વેતનને પાત્ર ગણવા જોઈએ.


પ્રભુને સમર્પણ તરીકે શહેરનો અને તેની અંદરના સર્વસ્વનો નાશ કરવાનો છે. માત્ર રાહાબ વેશ્યાએ આપણા જાસૂસોને સંતાડયા હતા તેથી તેને તથા તેના કુટુંબને બચાવી લેવાનાં છે.


આ સમયે યહોશુઆએ પ્રભુની સમક્ષ લોકો પાસે આવી શાપવાણી ઉચ્ચારાવી: “જે કોઈ યરીખો નગર ફરીથી બાંધવાનો પ્રયાસ કરે, તેના પર પ્રભુ સમક્ષ શાપ ઊતરો. જે કોઈ તેનો પાયો નાખે, તે તેનો સૌથી મોટો પુત્ર ગુમાવે; જે કોઈ તેના દરવાજા બાંધે, તે તેનો સૌથી નાનો પુત્ર ગુમાવે.”


Lean sinn:

Sanasan


Sanasan