Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:7 - પવિત્ર બાઇબલ C.L.

7 હું તેને એવી પ્રેરણા કરીશ કે તે માત્ર અફવા સાંભળીને તેના દેશમાં પાછો ચાલ્યો જશે અને ત્યાં તેના દેશમાં જ તે તલવારથી માર્યો જાય એવું હું કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, ને તે એક અફ્વા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. અને હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નંખાવીશ.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. પછી હું તેને તેના પોતાના દેશમાં તલવારથી મારી નંખાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, ને તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે; પછી હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નાખીશ.’”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:7
17 Iomraidhean Croise  

મને તારી ઉદ્ધતાઈની અને તારા અભિમાનની ખબર મળી છે, અને હવે હું તારા નાકમાં કડી અને તારા મુખમાં ગલ નાખીને તું જે રસ્તેથી આવ્યો તે જ રસ્તે તને પરત મોકલી દઈશ.”


શહેરમાં દાખલ થયા વિના જ તે જે રસ્તેથી આવ્યો હતો તે રસ્તે પાછો જશે. હું પ્રભુ એ બોલ્યો છું.


પ્રભુએ અરામીઓને જાણે ઘોડા અને રથો સહિતનું મોટું સૈન્ય આગેકૂચ કરતું હોય તેવો અવાજ સંભળાવ્યો અને તેથી અરામીઓને લાગ્યું કે ઇઝરાયલના રાજાએ હિત્તી અને ઇજિપ્તી રાજાઓને અને તેમનાં લશ્કરોને તેમના પર હુમલો કરવા ભાડે રાખ્યાં છે.


પ્રભુએ પોતાના દૂતને મોકલ્યો. જેણે આશ્શૂરના સૈન્યના સૈનિકો અને અમલદારોને મારી નાખ્યા. તેથી આશ્શૂરનો સમ્રાટ લાંછન પામીને પાછો આશ્શૂર ચાલ્યો ગયો. એક દિવસે તે પોતાના દેવના એક મંદિરમાં હતો ત્યારે તેના જ પુત્રોએ તેને તલવારથી મારી નાખ્યો.


તેના કાનમાં ભયના ભણકારા વાગશે; આબાદીના સમયે જ લૂંટારા તેના પર ત્રાટકશે.


ઈશ્વરના કોપરૂપી શ્વાસથી તેમનો વિનાશ થાય છે અને તેમના ક્રોધના ભડકાથી તેઓ ભસ્મીભૂત થાય છે.


તે દુષ્ટો પર સળગતા અંગારા અને બળતો ગંધક વરસાવશે; દઝાડતી લૂ તેમના પ્યાલાનો હિસ્સો બનશે.


આપણા ઈશ્વર પધારે છે, પણ ચૂપકીદીથી નહિ; તેમની સમક્ષ ભસ્મીભૂત કરનાર અગ્નિ ધસે છે અને તેમની ચારે તરફ પ્રચંડ આંધી છે.


દુષ્ટોના અન્યાય માટે ઈશ્વર તેમને સજા કરશે અને તેમની દુષ્ટતા માટે તેમનો સંહાર કરશે; પ્રભુ, આપણા ઈશ્વર તેમનો વિનાશ કરશે.


તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે.


યર્મિયાએ કહ્યું, “‘હે અદોમના લોકો, મને પ્રભુ તરફથી એક સંદેશ મળ્યો છે. બધા દેશમાં રાજદૂત મોકલીને તમારા પર આક્રમણ કરવા લશ્કરને સાબદું રાખવાનું ફરમાવ્યું છે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “બેબિલોન દેશ અને લેબ - કામાયના રહેવાસીઓની વિરુદ્ધ હું વિનાશક વાયુ જેવા પરદેશીઓને મોકલીશ.


દેશમાં ફેલાતી અફવાઓ સાંભળીને હિંમત હારી જશો નહિ કે ગભરાશો નહિ. દેશમાંથી હિંસાખોરીની અને એક શાસક બીજા શાસક વિરુદ્ધ લડતા હોવાની નવી નવી અફવાઓ દર વર્ષે ઊડશે.


ઓબાદ્યાનું સંદર્શન જે પ્રભુ પરમેશ્વરે તેને અદોમ વિષે પ્રગટ કર્યું તે. પ્રભુ તરફથી અમને સંદેશ મળ્યો છે; તેમણે સર્વ વિદેશીઓ પાસે મોકલેલો રાજદૂત આમ કહે છે: “ઊઠો, આપણે અદોમ સામે યુદ્ધ કરવા જઈએ.”


Lean sinn:

Sanasan


Sanasan