Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:6 - પવિત્ર બાઇબલ C.L.

6 “તમારા માલિકને જઈને કહો કે, પ્રભુ આમ જણાવે છે: ‘આશ્શૂરના રાજાના સેવકોએ મારી જે નિંદા કરી છે તેના શબ્દોથી ગભરાઈ જશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યાશયાએ તેમને કહ્યું, “તમારા ધણીને તમે એવું કહેજો કે, યહોવા આમ કહે છે કે, ‘જે વચનો તેં સાંભળ્યાં છે. ને વડે આશૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે તેથી તારે બીવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યશાયાએ તેઓને કહ્યું કે, “તમારા માલિકને કહો કે, ‘યહોવાહ કહે છે કે, “જે વચનો તેં સાંભળ્યાં છે, જેનાથી આશ્શૂરના રાજાના સેવકોએ મારું અપમાન કર્યું છે તેનાથી તમે ગભરાશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યશાયાએ જવાબ આપ્યો કે, “જાવ અને તમારાં રાજાને કહો, યહોવા કહે છે કે, ‘આશ્શૂરના રાજાના સેવકો એ મારા વિષે ખોટી વાતો કરી હતી તેનાથી તમે ગભરાશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:6
24 Iomraidhean Croise  

આશ્શૂરના સમ્રાટે તેના સરસેનાપતિ, મુખ્ય નિયામક અને મુખ્ય અમલદારને હિઝકિયા સામે લડવા મોટું સૈન્ય લઈને યરુશાલેમ મોકલ્યા. તેમણે યરુશાલેમ આવીને ઉપલાણના કુંડમાંથી પાણી લાવનાર ખાઈ પાસે, ધોબીઘાટને રસ્તે પડાવ નાખ્યો.


પ્રભુ જરૂર આપણને બચાવશે અને આ નગરને આશ્શૂરના રાજાના હાથમાં પડવા દેશે નહિ એમ કહીને હિઝકિયા તમને ભરમાવે નહિ.


આ બધા દેશોના કોઈપણ દેવે અમારા સમ્રાટના હાથમાંથી ક્યારેય કોઈ દેશને છોડાવ્યો છે? તો પછી પ્રભુ યરુશાલેમને બચાવશે એવું તમે કેમ માનો છો?”


તું કોનું અપમાન કે મશ્કરી કરે છે તે તું જાણે છે? તેં મારું, એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે.


યશાયાએ રાજાના સેવકો પાસેથી હિઝકિયા રાજાનો એ સંદેશો સાંભળ્યો, એટલે તેણે આ પ્રત્યુત્તર મોકલ્યો:


એલીશાએ જવાબ આપ્યો, “ગભરાઈશ નહિ. તેમના પક્ષે જેટલા છે તેના કરતાં આપણે પક્ષે વધારે છે.”


યહઝિયેલે કહ્યું, “હે યહોશાફાટ રાજા તથા યહૂદિયા અને યરુશાલેમના લોકો, પ્રભુ કહે છે કે આ મોટા સૈન્યથી તમારે બીવાની કે નાસીપાસ થવાની જરૂર નથી. એ લડાઈ તમારે નહિ, પણ ઈશ્વરે લડવાની છે.


તમારે આ લડાઈ લડવી પડશે નહિ; માટે હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમે અડીખમ રહેજો, અને પ્રભુ તમને કેવો વિજય પમાડે છે તે જો જો. નાસીપાસ થશો નહિ કે ગભરાશો નહિ; પણ લડાઈ કરવા નીકળી પડો; કારણ, પ્રભુ તમારી સાથે છે.”


હે પ્રભુ, શત્રુઓ તમારી નિંદા કરે છે, અને મૂર્ખ લોકો તમારા નામને ધૂત્કારે છે તે તમે યાદ કરો.


તમારા વૈરીઓના શોરબકોરને તથા તમારા વિરોધીઓના સતત ચાલતા ઘોંઘાટને વીસરી જશો નહિ.


મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.


તેથી સર્વસમર્થ પ્રભુ કહે છે, “હે સિયોનમાં વસનારા મારા લોક, જો કે આશ્શૂરીઓ તમારા પર ઇજિપ્તીઓની માફક જુલમ ગુજારે તો પણ તમે તેમનાથી ગભરાશો નહિ.


“સાચું શું છે તે જાણનારા અને હૃદયમાં મારું શિક્ષણ જાળવી રાખનારા, તમે મારું સાંભળો. લોકોની નિંદાથી બીશો નહિ કે તેમનાં મહેણાંટોણાથી ગભરાશો નહિ.


અને તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ જેમની પાસે તમારી વિનંતી રજૂ કરવા તમે મને મોકલ્યો હતો તે આ પ્રમાણે કહે છે:


તમે મને જવાબ આપતાં કહ્યું, “બીશ નહિ.”


તમારામાંના પાંચ સો દુશ્મનોનો અને સો દસ હજારનો પીછો કરશે.


“જ્યારે તમે તમારા શત્રુઓ સામે લડવા જાઓ અને તમે ઘોડાઓને, રથોને અને તમારા લશ્કર કરતાં વિશાળ લશ્કરને જુઓ, ત્યારે તેમનાથી ડરી જશો નહિ; કારણ, તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કરનાર તમારા ઇશ્વર પ્રભુ તમારી સાથે છે.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “તેમનાથી ગભરાઈ જઈશ નહિ. આવતી કાલે આ સમય સુધીમાં તો હું તેમનો સંહાર કરીને તેમને ઇઝરાયલને સ્વાધીન કરી દઈશ.


તે પશુ ઈશ્વરને, તેમના નામને, તેમના નિવાસસ્થાનને અને બધા સ્વર્ગવાસીઓને શાપ આપતું હતું.


Lean sinn:

Sanasan


Sanasan