Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:4 - પવિત્ર બાઇબલ C.L.

4 આશ્શૂરના સમ્રાટે જીવતા ઈશ્વરનું અપમાન કરવા તેના મુખ્ય અમલદારને મોકલ્યો છે. ઈશ્વર તારા પ્રભુ આ નિંદા સાંભળીને એ નિંદકને સજા કરે તે માટે આપણા રહ્યાસહ્યા લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કદાચ એમ બને કે રાબશાકેહ જેને એના ધણી આશૂરના રાજાએ જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે, તેના સર્વ વચન તમારા ઈશ્વર યહોવા સાંભળે, ને તમારા ઈશ્વર યહોવાએ જે વચન સાંભળ્યાં છે તેમને તે વખોડે; માટે બચી રહેલાઓને માટે તમે તમારી પ્રાર્થના કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કદાચ એવું બને કે, રાબશાકેહ જેને તેના માલિક આશ્શૂરના રાજાએ જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે, તેનાં બધાં વચનો તમારા ઈશ્વર યહોવાહ સાંભળે, તમારા ઈશ્વર યહોવાહે જે વચનો સાંભળ્યાં તેને તેઓ વખોડે. તેથી હવે જે હજુ સુધી અહીં બાકી રહેલા છે તેઓને માટે પ્રાર્થના કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આશ્શૂરના રાજાએ પોતાના સેનાપતિઓને અમારા યહોવાની મશ્કરી કરવા મોકલ્યા છે. તમારા દેવ યહોવા તેના શબ્દો સાંભળો અને તેને સજા કરે, તેથી હવે બાકી રહેલાઓ માટે પ્રાર્થના કરો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:4
34 Iomraidhean Croise  

અબ્રાહામે તે સ્થળનું નામ યાહવે-યિરેહ (પ્રભુ પૂરું પાડે છે) પાડયું. આજ સુધી લોકોમાં કહેવાય છે કે પ્રભુના પહાડ પર પૂરું પાડવામાં આવશે.


કદાચ, પ્રભુ મારું દુ:ખ જોશે અને તેના શાપને બદલે મને કંઈક આશિષ આપશે.”


હિઝકિયા રાજાના અમલના ચૌદમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટ સાન્હેરિબે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરો પર ચઢાઈ કરી તેમને જીતી લીધાં.


તો હવે પ્રભુ અમારી આ અવદશા જુઓ. તમારી એટલે જીવતા ઈશ્વરની સાન્હેરિબ કેવી નિંદા કરે છે તે લક્ષમાં લો.


તું કોનું અપમાન કે મશ્કરી કરે છે તે તું જાણે છે? તેં મારું, એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે.


તારા સઘળા રથોની મદદથી તેં લબાનોનના સર્વોચ્ચ પર્વતો સર કર્યા છે એવી મારી આગળ બડાશ મારવા તેં તારા સંદેશકો મોકલ્યા. તેં એવી બડાશ મારી કે તેં ઊંચામાં ઊંચા ગંધતરુ અને સુંદરત્તમ દેવદારનાં વૃક્ષો કાપી નાખ્યાં અને તું અતિ ગાઢ જંગલમાં પહોંચી ગયો.


તેણે તેમને યશાયા પાસે જઈને આ સંદેશો કહેવા જણાવ્યું: “આજે તો સંકટનો દિવસ છે; આપણને ધમકી અપાય છે અને આપણું અપમાન થાય છે. જેને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ પ્રસવ માટે ખૂબ જ નિર્બળ હોય એવી સ્ત્રી જેવા આપણે છીએ.


યહૂદિયામાં બચી ગયેલા લોકો જમીનમાં ઊંડે સુધી મૂળ પ્રસારશે અને ઉપર ડાળી ફેલાવીને ફળવંત થશે.


યરુશાલેમમાંથી અને પવિત્ર પર્વત સિયોનમાંથી બચી ગયેલા લોકોનું વૃંદ બહાર નીકળી આવશે. પ્રભુની તમન્‍નાથી એવું થશે.”


યશાયાએ રાજાના સેવકો પાસેથી હિઝકિયા રાજાનો એ સંદેશો સાંભળ્યો, એટલે તેણે આ પ્રત્યુત્તર મોકલ્યો:


પછી હિઝકિયા રાજા અને આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ આકાશવાસી ઈશ્વરને પ્રાર્થના કરી અને સહાયને માટે તેમને પોકાર કર્યો.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


તમે આવાં કામો કર્યાં છે, અને છતાં શું હું ચૂપ રહું? તો તમે મને પણ તમારા જેવો ધારી લો. પરંતુ હું તમને ઠપકો આપું છું અને તમારી સમક્ષ તમારી સામે દાવો રજૂ કરું છું.


હે પ્રભુ, શત્રુઓ તમારી નિંદા કરે છે, અને મૂર્ખ લોકો તમારા નામને ધૂત્કારે છે તે તમે યાદ કરો.


સર્વસમર્થ પ્રભુએ આપણામાંથી કેટલાંકને બાકી રાખ્યા ન હોત તો સદોમ અને ગમોરાની માફક આપણું નામનિશાન રહેત નહિ.


મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.”


પરંતુ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ કદી વાપરવો નહિ. કારણ, જો કોઈ તે પ્રમાણે કરશે તો તેનો એ બોલ તેને માટે બોજરૂપ થઈ પડશે. કારણ, લોકોએ સેનાધિપતિ પ્રભુ, એટલે તેમના જીવંત ઈશ્વરના સંદેશનો અર્થ મરડી કાઢયો છે.


તે કહે છે, “મને પોકાર કર, એટલે હું તને ઉત્તર આપીશ અને જે મહાન અને ગહન બાબતો વિષે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


અને તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ જેમની પાસે તમારી વિનંતી રજૂ કરવા તમે મને મોકલ્યો હતો તે આ પ્રમાણે કહે છે:


પ્રભુ પરમેશ્વર કહે છે, “હું ઇઝરાયલીઓની સહાય માટેની મને કરેલી વિનંતી માન્ય રાખીશ અને હું ઘેટાંના ટોળાની જેમ તેમના વંશની વૃદ્ધિ કરીશ.


એ જ રીતે અત્યારના સમયમાં પણ કેટલાક કૃપાથી પસંદ કરેલાઓને સાચવી રાખવામાં આવ્યા છે.


યશાયા ઇઝરાયલીઓ વિષે ઘોષણા કરે છે: “જોકે ઇઝરાયલીઓની સંખ્યા સમુદ્રની રેતીના કણ જેટલી હોય, તો પણ તેમનામાંથી થોડા જ ઉદ્ધાર પામશે.


જ્યારે પ્રભુ જોશે કે તેના લોક નિર્બળ થઈ ગયા છે, અને બંદિવાન કે મુક્ત કોઈ બાકી રહ્યો નથી; ત્યારે પ્રભુ પોતાના લોકને બચાવી લેશે અને પોતાના સેવકો પ્રતિ કરુણા દર્શાવશે.


તો હવે મને આ ઉચ્ચપ્રદેશ કે જેના વિષે પ્રભુએ મને વચન આપ્યું હતું તે મને આપ. તે વખતે તને બાતમી આપવામાં આવી હતી કે ત્યાં મોટાં અને કોટવાળાં નગરોમાં કદાવર જાતિના અનાકી લોકો છે. પ્રભુ મારી સાથે રહેશે અને પ્રભુએ આપેલા વચન મુજબ હું તેમને ત્યાંથી હાંકી કાઢીશ.”


તમારી વચમાં જીવંત ઈશ્વર છે, અને તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તે કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝ્ઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ અને યબૂસીઓને જરૂર હાંકી કાઢશે. એની ખાતરી તમને આ ઉપરથી થશે:


યોનાથાને પેલા યુવાનને કહ્યું, “ચાલ, આપણે એ પરપ્રજાના પલિસ્તીઓની છાવણીમાં જઈ પહોંચીએ. પ્રભુ આપણી મદદ કરશે. જો પ્રભુ ઇચ્છે તો આપણે થોડા કે વધારે હોઈએ તો પણ આપણને વિજય મેળવવામાં કંઈ અવરોધ નડશે નહિ.”


હું અત્યારે જ ઇઝરાયલી સૈન્યને પડકાર ફેંકું છું. દ્વંદ્વયુદ્ધ માટે મને એક માણસ પૂરો પાડો.”


પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?”


દાવિદે ઉત્તર આપ્યો, “તું મારી સામે તલવાર, ભાલો અને કટાર લઈને આવે છે, પણ હું તો તેં જેમની નિંદા કરી છે તે ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ યાહવેને નામે તારી સામે આવું છું.


Lean sinn:

Sanasan


Sanasan