Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તું કોનું અપમાન કે મશ્કરી કરે છે તે તું જાણે છે? તેં મારું, એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? કોની વિરુદ્ધ તેં તારો સાદ ઉઠાવ્યો છે, ને તારી આંખો ઊંચી કરી છે?’ ઇઝરાયલના પવિત્રની વિરુદ્ધ જ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેં કોની નિંદા કરી છે તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? તેં કોની સામે તારો અવાજ ઉઠાવ્યો છે? તેં કોની વિરુદ્ધ ઇઝરાયલના પવિત્રનો વિરુદ્ધ જ તારી ઘમંડભરી આંખો ઊંચી કરી છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તમે કોની મજાક કરી છે? કોની ટીકા કરી છે? તેં કોની સામે અવાજ ઉઠાવ્યો છે, ને ઉદ્વતાઈભરી નજર કરી છે? તે ઇસ્રાએલના પવિત્ર દેવ વિરુદ્ધ જ!

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:22
22 Iomraidhean Croise  

આશ્શૂરના સમ્રાટે જીવતા ઈશ્વરનું અપમાન કરવા તેના મુખ્ય અમલદારને મોકલ્યો છે. ઈશ્વર તારા પ્રભુ આ નિંદા સાંભળીને એ નિંદકને સજા કરે તે માટે આપણા રહ્યાસહ્યા લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કર.”


“તમારા માલિકને જઈને કહો કે, પ્રભુ આમ જણાવે છે: ‘આશ્શૂરના રાજાના સેવકોએ મારી જે નિંદા કરી છે તેના શબ્દોથી ગભરાઈ જશો નહિ.


હે મારા ઈશ્વર, તમારા વિશ્વાસુપણાને લીધે હું વીણા સાથે તમારી આભારસ્તુતિ ગાઈશ. હે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, હું તાનપુરા સાથે તમારાં સ્તોત્રો ગાઈશ.


દુષ્ટો તેમનું મુખ આકાશના ઈશ્વર વિરુદ્ધ ઉઠાવે છે: તેમની જીભ પૃથ્વી પર ફરી વળે છે.


પતનમાં પડીને વારંવાર તેમણે ઈશ્વરની ક્સોટી કરી અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને ચીડવ્યા.


પણ ફેરોએ કહ્યું, “આ યાહવે કોણ છે કે હું તેનું સાંભળીને ઇઝરાયલીઓને જવા દઉં? હું એને ઓળખતો નથી, અને હું ઇઝરાયલીઓને જવા દેવાનો પણ નથી.”


હજી પણ મારા લોકોની સામે પડીને તું તેમને જવા દેતો નથી.


એવા લોકો પણ હોય છે જેમની આંખોમાં ઘમંડ હોય છે, અને જેઓ સૌને તુચ્છકારની નજરે જુએ છે.


આશ્શૂરનો રાજા બડાઈ મારે છે, “મેં એ મારા બાહુબળથી કર્યું છે, હા, મારી બુદ્ધિથી કર્યું છે; કારણ, હું ચતુર છું. મેં રાજ્યોની સીમાઓ ખસેડી નાખી છે અને તેમના ભંડારો લૂંટયા છે. મેં આખલાની જેમ ત્યાંના રહેવાસીઓને ખૂંદ્યા છે.


પ્રભુ કહે છે, “શું કુહાડી તેના વાપરનારની સામે બડાઈ મારે? એ તો લાઠી માણસને ઊંચક્તી નથી, પણ માણસ લાઠીને ઉઠાવે છે એના જેવું છે.”


ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ લોકોને કહે છે, “પાછા ફરો અને સ્વસ્થ રહો તો તમે સલામત રહેશો. શાંત રહો અને વિશ્વાસ રાખો તો તમને સામર્થ્ય પ્રાપ્ત થશે.” પણ તમે તેમ કરવા ઈન્કાર કર્યો છે.


તેથી જેમ અગ્નિ તણખલાને ભરખી જાય છે અને સૂકું ઘાસ જવાળામાં હોમાઈ જાય છે તેમ તમારાં મૂળ કોહવાઈ જશે અને તમારાં ફૂલ ધૂળની જેમ ઊડી જશે. કારણ, ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુના નિયમની તમે અવગણના કરી છે અને તેમના સંદેશનો તિરસ્કાર કર્યો છે.


જો કે તેમની ભૂમિ મારી એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધના પાપથી ભરપૂર હતી, છતાં મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ અને યહૂદિયાને તજી દીધા નથી.


તેણે આકાશના સૈન્યના અધિપતિનો પણ તિરસ્કાર કર્યો અને તેમને ચડાવતાં રોજિંદાં બલિદાન બંધ કરાવ્યાં અને મંદિરને ભ્રષ્ટ કર્યું.


ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


માણસો જેનું ભજન કરે છે અને જેને દેવ માને છે તે સર્વનો તે દુષ્ટ વ્યક્તિ નકાર કરશે. એ બધા કરતાં પોતાને મોટો મનાવશે, અને ઈશ્વરના મંદિરમાં પણ જઈને તેમને સ્થાને બેસીને ઈશ્વર હોવાનો દાવો કરશે.


Lean sinn:

Sanasan


Sanasan