Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુએ આમ જણાવ્યું છે: “હે સાન્હેરિબ, સિયોનની કુમારિકા તારો તુચ્છકાર કરે છે, તે અટ્ટહાસ્ય કરીને તારો તિરસ્કાર કરે છે; તું પીછેહઠ કરી રહ્યો છે ત્યારે યરુશાલેમની પુત્રી માથું હલાવીને તારી ઠેકડી ઉડાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેના વિષે જે વચન યહોવા બોલ્યા છે તે આ છે; ‘સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, તિરસ્કારસહિત તારી હાંસી કરી છે; યરુશાલેમની દીકરીએ તારી તરફ પોતાનું ડોકું ધુણાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેના વિષે યહોવાહ જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે. યરુશાલેમની દીકરીએ તારા તરફ પોતાનું માથું ધુણાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “તેના વિષે યહોવા જે વચન બોલ્યા છે તે આ છે: ‘સિયોનની કુંવારી પુત્રી તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે; યરૂશાલેમની પુત્રીએ તારા તરફ પોતાનું ડોકું ધુણાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:21
24 Iomraidhean Croise  

હું પણ તમારી માફક બોલી શકું છું; જો તમે મારે સ્થાને હોત તો શું હું તમારી સામે શબ્દોની સરવાણી ચલાવત? શું તમારી સામે માથું ધૂણાવી તમારી મજાક કરત?


હું શત્રુઓની મજાકનું પાત્ર લાગ્યો છું; તેઓ મને જોઈને તિરસ્કારથી માથાં ધૂણાવે છે.


હે વિનાશક નગરી બેબિલોન, જે બૂરો વ્યવહાર તેં અમારી સાથે કર્યો, તેવો જ વ્યવહાર તારી સાથે કરનારને ધન્ય હો!


તમે તો અમને વિદેશી રાષ્ટ્રોની વચ્ચે કહેવત સમાન બનાવ્યા છે, અને અન્ય પ્રજાઓ અમારી સામે તિરસ્કારથી માથાં હલાવે છે.


એટલે, હું સિયોનના દરવાજે લોકોની સમક્ષ તમારાં ગુણગાન ગાઈશ; અને તમારા ઉદ્ધારમાં આનંદ પામીશ.


ફક્ત સિયોનનગરી એટલે યરુશાલેમ જ બાકી છે અને તેને પણ ઘેરો ઘાલવામાં આવ્યો છે. તેની હાલત દ્રાક્ષવાડીમાંની ચોકીદારની ઝૂંપડી જેવી અને ક્કડીની વાડીમાંની છાપરી જેવી છે.”


હે તાર્શિશના લોકો, નાઇલના મુખપ્રદેશની જેમ જમીનમાં ખેતી કરવા માંડો. કારણ, તમારે માટે હવે સમુદ્રનું કોઈ બારું રહ્યું નથી.


હે કુંવારી કન્યા જેવી સિદોન નગરી, તારા સુખનો અંત આવ્યો છે અને તારા લોક પર જુલમ ગુજારવામાં આવે છે. તેઓ સાયપ્રસ નાસી જશે. છતાં તેમને ત્યાંયે આરામ મળવાનો નથી.


પ્રભુ કહે છે, “ઓ બેબિલોન નગરી, નીચે ઊતરીને ધૂળમાં બેસ; રાજ્યાસન પરથી ઊતરી પડીને જમીન પર બેસ. તું તો અજેય નગરી, કુંવારી કન્યાસમી હતી. પણ હવે તો નાજુકનમણી રહી નથી, તું તો ગુલામડી બની છે.


પ્રભુ બેબિલોનને કહે છે, “છાનીમાની અંધારામાં બેસી રહે; કોઈ તને હવે રાજ્યોની રાણી કહેશે નહિ.


પછી પ્રભુએ મને મારા શોક વિષે લોકોને જણાવવાની આજ્ઞા આપી. મારા લોક સખત રીતે ઘવાયા છે અને તેમને કારી ઘા પડયા છે. તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ સતત વહે છે, અને રાતદિવસ મારું રુદન બંધ પડતું નથી


તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “બીજી પ્રજાઓને પૂછી તો જુઓ, કે કોઈએ આવું કદી સાંભળ્યું છે! કન્યા સમાન મારી ઇઝરાયલની પ્રજાએ અતિશય આઘાતજનક કાર્ય કર્યું છે.


હું તમને ફરીથી પાછા ઉઠાવીશ અને તમે ઊભા થશો; તમે ફરીથી તમારી ખંજરીઓ ઉઠાવીને આનંદથી નાચગાન કરશો.


હે ઇજિપ્તના લોકો, ગિલ્યાદ જઈને વિકળાના વૃક્ષનો લેપ લઈ આવો; તમે ઘણી ઘણી ઔષધિઓનો ઉપચાર કરશો, પણ તમારો ઘા રૂઝાવાનો નથી.


“પ્રભુએ મારા સૌ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા યુવાનોનો સંહાર કરવા તેમણે સૈન્ય મોકલ્યું. દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદાય તેમ તેમણે મારા લોકને કચડી નાખ્યા છે.


હે યરુશાલેમ, પ્રિય યરુશાલેમ, હું શું કહું? હું કેવી રીતે તને દિલાસો આપું? કોઈને ક્યારેય આવું દુ:ખ પડયું નહિ હોય. સમુદ્ર સમી તારી આપત્તિનો કોઈ આરો કે ઉપાય નથી.


હે યરુશાલેમ, તારી પાસે થઈને પસાર થતા લોકો તાળીઓ દઈને તારી મશ્કરી ઉડાવે છે. તેઓ માથું ધૂણાવતાં તારા પર ફિટકાર વરસાવે છે: “શું આ એ જ સુંદરતમ શહેર છે? આખી દુનિયાના ગૌરવસમું શહેર શું આ છે?”


હે અદોમ અને ઉસ નગરના લોકો, હર્ષ તથા આનંદ કરો! તમારા પર પણ આફત આવે છે! તમે પણ વસ્ત્રહીન અને લજિજત થઈને લથડિયાં ખાશો.


કુમારિકા જેવી ઇઝરાયલ પ્રજાનું પતન થયું છે. તે ફરી ઊભી થવાની નથી. તેને જમીન પર ફેંકી દેવામાં આવી છે અને તેને ઊભી કરનાર કોઈ નથી.


હે યરુશાલેમ, તું તો ઘેટાંપાળકના બુરજ જેવું છે, અને તારામાં રહીને ઈશ્વર પોતાના લોકની સંભાળ રાખે છે. તું ફરી એકવાર અગાઉની જેમ તમારા રાજ્યની રાજધાની બની રહેશે.


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


ત્યાંથી પસાર થતા લોકોએ માથાં હલાવીને ઈસુની મશ્કરી કરતાં કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan