Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેણે રાજમહેલના અધિકારી એલિયાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રણી યજ્ઞકારોને આમોસના પુત્ર સંદેશવાહક યશાયા પાસે મોકલ્યા. તેમણે પણ કંતાનનાં વસ્ત્ર પહેર્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને એલ્યાકીમ જે ઘરનો કારભારી હતો તેને, તથા શેબ્ના ચિટનીસને, તથા યાજકોના વડીલોને તેણે ટાટ ઓઢાડીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે રાજ્યના અધિકારી એલિયાકીમને, નાણાંમંત્રી શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ પહેરાવીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેણે મહેલના કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તથા વડીલ યાજકોમાંના કેટલાકને જે બધાએ શણનાં વસ્ત્રો પહેર્યા હતા, તેમને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે સંદેશો આપવા મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:2
13 Iomraidhean Croise  

પછી દાવિદે યોઆબ અને તેના માણસોને પોતાનાં વસ્ત્ર ફાડવા, તાટનાં વસ્ત્ર પહેરવા અને આબ્નેરને માટે શોક કરવા હુકમ કર્યો. આબ્નેરની અંતિમક્રિયા સમયે દાવિદ રાજા પોતે તેની નનામીની પાછળ ચાલ્યો.


પેટીમાં પુષ્કળ નાણાં એકત્ર થાય એટલે રાજમંત્રી અને પ્રમુખ યજ્ઞકાર આવીને ચાંદીના સિક્કાનું વજન કરીને ગણી લેતા.


પછી તેમણે હિઝકિયા રાજા પર સંદેશો મોકલ્યો, એટલે તેના ત્રણ અધિકારીઓ તેમને મળવા બહાર આવ્યા. તેમાં રાજમહેલનો મુખ્ય અધિકારી એટલે, હિલ્કિયાનો પુત્ર એલિયાકીમ, રાજમંત્રી શેબના અને ગૃહમંત્રી એટલે, આસાફનો પુત્ર યોઆહ હતા.


તેણે તેમને યશાયા પાસે જઈને આ સંદેશો કહેવા જણાવ્યું: “આજે તો સંકટનો દિવસ છે; આપણને ધમકી અપાય છે અને આપણું અપમાન થાય છે. જેને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ પ્રસવ માટે ખૂબ જ નિર્બળ હોય એવી સ્ત્રી જેવા આપણે છીએ.


ઉઝિયા રાજાએ તેના અમલ દરમ્યાન બાકીનાં જે જે કાર્યો કર્યાં તે આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ નોંયાં છે.


આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.


ઈશ્વરે આમોઝના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી પ્રગટ કરેલો સંદેશો:


પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “જા, અને કુંભાર પાસેથી એક કૂજો ખરીદ કર અને પછી લોકોના કેટલાક આગેવાનો અને કેટલાક પીઢ યજ્ઞકારોને સાથે લઈને


આ બધા સંદેશાઓ સાંભળ્યા પછી પણ રાજા કે તેના મંત્રીઓ એનાથી ભયભીત થયા નહિ કે પોતાનાં વસ્ત્ર ફાડીને શોક દર્શાવ્યો નહિ.


યશાયા સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય તે માટે એમ બન્યું:


જેમ સંદેશવાહક યશાયાએ તેના પુસ્તકમાં લખેલું છે તેમ, “વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: પ્રભુને માટે રાજમાર્ગ તૈયાર કરો; તેમને જવાનો રસ્તો સરખો કરો!


Lean sinn:

Sanasan


Sanasan