Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:19 - પવિત્ર બાઇબલ C.L.

19 હવે ઓ પ્રભુ, અમારા ઈશ્વર, આશ્શૂરીઓના હાથમાંથી અમને બચાવો, જેથી દુનિયાની સઘળી પ્રજાઓ જાણે કે તમે યાહવે જ એકમાત્ર ઈશ્વર છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તો હવે હે અમારા ઈશ્વર યહોવા, હું તમને કાલાવાલા કરું છું કે, તમે અમને તેના હાથમાંથી બચાવો કે, પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે, તમે, હે યહોવા, એકલા તમે જ, ઈશ્વર છો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તો હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, હું તમને પ્રાર્થના કરું છું કે, અમને તેઓના હાથમાંથી બચાવો કે, પૃથ્વીનાં બધાં રાજ્યો જાણે કે, તમે યહોવાહ, એકલા જ ઈશ્વર છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પણ હવે, ઓ અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી ઉગારો અને પૃથ્વીનાં બધાં રાજયોને ખબર પડવા દો કે, તમે જ એક માત્ર દેવ છો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:19
17 Iomraidhean Croise  

એક ઈશ્વરભક્તે આહાબ રાજા પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘હું મેદાનોનો નહિ, પણ પર્વતોનો દેવ છું.’ એવું અરામીઓ કહે છે; તેથી તેમના મોટા સૈન્ય પર હું તમને વિજય અપાવીશ, અને તું તથા તારા લોક જાણશો કે હું પ્રભુ છું.”


તો તમે તેની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેનું સાંભળીને તેની માગણી પૂરી કરજો, જેથી દુનિયાના બધા લોકો તમારો પરિચય પામે અને તમારા લોક ઇઝરાયલની જેમ તેઓ પણ તમને આધીન થાય. ત્યારે તેઓ જાણશે કે મેં બાંધેલું આ મંદિર જ તમારે નામે તમારી ભક્તિ કરવાનું સ્થાન છે.


ત્યારે દુનિયાની બધી પ્રજાઓ જાણશે કે માત્ર યાહવે જ ઈશ્વર છે અને બીજો કોઈ નથી.


તેણે પ્રાર્થના કરી, “હે ઈઝરાયલના ઈશ્વર પ્રભુ, પાંખવાળાં પ્રાણી કરુબો પરના પોતાના રાજ્યાસન પર બિરાજમાન, તમે એકલા જ ઈશ્વર છો અને દુનિયામાં બધાં રાજ્યો પર તમારું શાસન છે. તમે આકાશ અને પૃથ્વીના સર્જક છો.


તે પોતાના સઘળા રસાલા સાથે ઈશ્વરભક્ત એલિશા પાસે પાછો ફર્યો અને કહ્યું, “હવે હું જાણું છું કે ઇઝરાયલના ઈશ્વર સિવાય કોઈ ઈશ્વર નથી. તેથી કૃપા કરી મારી ભેટ સ્વીકારો.”


પ્રભુનો આભાર માનો, તેમની મહત્તા પ્રગટ કરો; પ્રજાઓમાં તેમનાં કાર્યો જાહેર કરો.


હિઝકિયા રાજાએ પ્રભુની નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. એ પછી આશ્શૂરના સાનહેરિબે યહૂદિયા પર આક્રમણ કર્યું. તેણે કિલ્લેબંધીવાળાં નગરોને ઘેરો ઘાલ્યો અને તેનો ઈરાદો એ નગરોને જીતી લેવાનો હતો.


જેથી તેઓ જાણે કે તમારું નામ યાહવે છે, અને એક માત્ર તમે જ સમસ્ત પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


તો હવે પ્રભુ તમને જણાવે છે કે તે હવે જે કાર્ય કરવાના છે તે પરથી તે પ્રભુ છે એની તમને ખબર પડશે. હું મારા હાથમાંની આ લાકડી નાઇલનાં પાણી પર મારીશ એટલે પાણી રક્ત બની જશે.


આને લીધે પૃથ્વીના સર્વ લોકો જાણશે કે પ્રભુના હાથનું સામર્થ્ય કેવું મહાન છે, અને તમે પણ તમારા ઈશ્વર પ્રભુનું આદરમાન કરો.”


કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”


Lean sinn:

Sanasan


Sanasan