Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:12 - પવિત્ર બાઇબલ C.L.

12 મારા પૂર્વજોએ ગોશાન, હારાન અને રેસેફ નગરોનો નાશ કર્યો હતો અને તેલાસ્સારમાં રહેતા બેથ-એદનના લોકોની મારી નાખ્યા હતા, અને એમનો કોઈ દેવ તેમને બચાવી શક્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રસેફ, તથા તાલાસ્સારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પિતૃઓએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જે પ્રજાઓના, એટલે ગોઝાન, હારાન, રેસેફ અને તલાસ્સારમાં રહેતા એદેનના લોકોનો મારા પિતૃઓએ નાશ કર્યો છે તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પ્રજાઓના દેવો, જેનો મારા પૂર્વજોએ વિનાશ કર્યો હતો તેમને બચાવી શક્યા? તેમાં ગોઝાન, હારાન, રેસેફ અને તલાસ્સારમાં રહેતા એદેનના લોકોનો સમાવેશ થાય છે?

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:12
11 Iomraidhean Croise  

તેરા પોતાના પુત્ર અબ્રામને, પોતાના પુત્ર હારાનના પુત્ર લોતને, તથા પોતાની પુત્રવધૂ એટલે અબ્રામની પત્ની સારાયને લઈને ખાલદીઓના નગર ઉરમાંથી કનાન દેશમાં જવા ચાલી નીકળ્યો. તેઓ હારાનમાં આવી ઠરીઠામ થયાં.


તેરા 205 વર્ષની ઉંમરે હારાનમાં મૃત્યુ પામ્યો.


પ્રભુ પરમેશ્વરે પૂર્વ તરફ એદનમાં એક બાગ બનાવ્યો અને તેમાં પોતે બનાવેલા માણસને રાખ્યો.


યાકોબે તે ભરવાડોને પૂછયું, “ભાઈ, તમે ક્યાંથી આવો છો?” તેમણે કહ્યું, “અમે હારાનના છીએ.”


ઘેરાના ત્રીજે વર્ષે એટલે, હોશિયાના અમલના નવમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટે સમરૂન જીતી લીધું. તે ઇઝરાયલીઓને કેદ કરી આશ્શૂર લઈ ગયો અને કેટલાકને હાલા નગરમાં, કેટલાકને હાબાર નદી પાસેના ગઝાન જિલ્લામાં અને કેટલાકને મિડિયાનાં નગરમાં વસાવ્યા.


આશ્શૂરનો સમ્રાટ જે દેશનો વિનાશ કરવાનો નિર્ણય કરે છે તેની તે કેવી દશા કરે છે તે તેં સાંભળ્યું હશે. તો પછી તું બચી જશે એવું ધારે છે?


તેથી ઈશ્વરે આશ્શૂરના તેમના દેશ પર રાજા પુલ (તે તિગ્લાથ-પિલેસર તરીકે પણ ઓળખાતો) પાસે ચડાઈ કરાવી. તે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકોને દેશનિકાલ કરીને લઈ ગયો અને હાલા, હાબોર અને હારામમાં તેમજ ગોઝાન નદી પાસે કાયમી વસવાટ કરાવ્યો, અને આજે પણ તેઓ ત્યાં છે.


મારા પૂર્વજોએ ગોઝાન, હારાન અને રેસેફના પ્રજાજનોનો તથા તલ્લાસારમાં રહેનારા એદેનના વંશજોનો સંહાર કર્યો ત્યારે શું તેમના દેવોએ તેમને બચાવ્યા હતા?


હારાન, કાને તથા એદેન શહેરો અને શેબા, આશ્શૂર તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા.


તેથી ખાલદીઓનો દેશ તજીને તે હારાનમાં ગયો. પોતાના પિતાના મરણ પછી અબ્રાહામ આ દેશ કે જેમાં તમે રહો છો ત્યાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan