10 “યહૂદિયાના રાજા હિઝકિયાને તમે એવું કહેજો કે, તારો દેવ જેના પર તું ભરોસો રાખે છે તે તને એવું કહીને ન ફસાવે કે યરુશાલેમ આશુરના રાજાના હાથમાં આપવામાં આવશે નહિ.
10 “તું, યહૂદિયાના રાજા હિઝકિયાને કહેજે કે, ‘તારા ઈશ્વર જેના પર તું ભરોસો રાખે છે તે તને એમ કહીને છેતરે નહિ કે, “યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં આપવામાં આવશે નહિ.”
10 “તું, યહૂદાના રાજા હિઝિક્યાને જરુર કહેજે કે, ‘તું જેના પર વિશ્વાસ રાખીને બેઠો છે તે તારો યહોવા દેવ તને એમ કહીને છેતરે નહિ કે,યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.
ત્યાં સુધી કે સમ્રાટ તમારા દેશ જેવા જ દેશમાં એટલે કે, જ્યાં દ્રાક્ષાસવ માટે દ્રાક્ષવાડીઓ છે અને રોટલી માટે ધાન્ય છે ત્યાં તમારો પુનર્વસવાટ કરાવે; એ તો ઓલિવવૃક્ષો, ઓલિવ તેલ અને મધનો દેશ છે. તમે તેમની આજ્ઞાને આધીન થાઓ તો તમે માર્યા જશો નહિ, પણ જીવતા રહેશો. પ્રભુ તમને છોડાવી લેશે એવી ભ્રમણામાં નાખી હિઝકિયા તમને મૂર્ખ ન બનાવે.
આશ્શૂરીઓને ખબર મળી કે કૂશના રાજા તિર્હાકાની સરદારી હેઠળ ઇજિપ્તીઓનું સૈન્ય તેમના પર ચઢી આવે છે. એ સાંભળીને આશ્શૂરના સમ્રાટે યહૂદિયાના રાજા હિઝકિયા પર એક પત્ર મોકલ્યો.