Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 18:5 - પવિત્ર બાઇબલ C.L.

5 હિઝકિયાએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પર ભરોસો રાખ્યો. તેની પહેલાં કે પછી યહૂદિયામાં ક્યારેય તેના જેવો રાજા બીજો કોઈ નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે ઇઝરાયલના ઈશ્વર યહોવા પર ભરોસો રાખતો હતો; એટલે તેની પાછળ કે તેની અગાઉ યહૂદિયાના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હિઝકિયા ઇઝરાયલના યહોવાહ ઈશ્વર પર ભરોસો રાખતો હતો, માટે તેની અગાઉ કે તેના પછી થયેલા યહૂદાના રાજાઓમાં તેના જેવો કોઈ થયો કે થવાનો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેણે ઇસ્રાએલના દેવ યહોવા પર વિશ્વાસ રાખ્યો હતો. તેની પેહલાં થઈ ગયેલા કે તેની પછી થયેલા યહૂદાના રાજાઓમાં કોઇ પણ તેના જેવો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 18:5
20 Iomraidhean Croise  

મુખ્ય અમલદારે તેમને કહ્યું, “આશ્શૂરના મહાન સમ્રાટ તરફથી હિઝકિયાને આવો સંદેશો છે: તું કોના પર મદાર બાંધીને ભરોસો રાખે છે?


તેમાં તેણે આ પ્રમાણે જણાવ્યું, “જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે તેણે તને એવું કહ્યું છે કે યરુશાલેમ મારા હાથમાં પડશે નહિ, તો પણ એથી ભરમાઈશ નહિ.


મોશેના સમગ્ર નિયમનું પાલન કરીને પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રભુની સેવા કરી હોય એવો તેના જેવો રાજા તેની પહેલાં કે તેના પછી થયો નથી.


આસાએ તેના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, માત્ર તમે જ બળવાન સામે નિર્બળને સહાય કરનાર છો. તેથી હે યાહવે, અમારા ઈશ્વર, હવે અમારી સહાય કરો. કારણ, અમે તમારા પર આધાર રાખીએ છીએ, અને અમે તમારે નામે આ મોટા સૈન્ય સામે લડવા આવ્યા છીએ. પ્રભુ, તમે અમારા ઈશ્વર છો; તમારી સામે કોઈ પ્રબળ થઈ શકે નહિ.”


બીજે દિવસે સવારે લોકો તકોઆ પાસેના વેરાનપ્રદેશમાં પહોંચી ગયા. તેઓ ત્યાં જવા નીકળ્યા, ત્યારે યહોશાફાટે તેમને આવું સંબોધન કર્યું: “હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમારા ઈશ્વર પ્રભુ પર ભરોસો મૂકો એટલે તમે અડીખમ રહેશો. તેમના સંદેશવાહકો જે કહે તે પર વિશ્વાસ મૂકો એટલે તમે દૃઢ થશો.”


એક સમયે યહોશાફાટ રાજાએ ઇઝરાયલના દુરાચારી રાજા અહાઝયા સાથે રાજસંબંધો બાંયા હતા.


અરે, તે મને રહેંસી નાખશે. હવે કોઈ આશા રહી નથી. તેમ છતાં, હું મારી વર્તણૂકનો તેમની સમક્ષ બચાવ રજૂ કરીશ.


પરંતુ, હું તમારા પ્રેમ પર વિશ્વાસ રાખું છું; મારું હૃદય તમારા ઉદ્ધારથી હર્ષનાદ કરશે.


હે સેનાધિપતિ પ્રભુ, તમારા પર ભરોસો રાખનારને ધન્ય છે!


“કદાચ તું કહેશે, ‘અમે અમારા ઈશ્વર પ્રભુ પર આધાર રાખીએ છીએ.’ પણ એ પ્રભુની ભક્તિનાં સર્વ ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને એક જ જગ્યાએ ભજન કરવાનું કહેનાર હિઝકિયા જ છે ને?


“હે પ્રભુ, હું સત્યતાથી અને દયની પૂરી નિષ્ઠાથી તમારી સંમુખ જીવ્યો છું અને તમારી દષ્ટિમાં જે સારું છે તે જ કરતો રહ્યો છું. તો તે સંભારો એવી મારી આજીજી છે.” પછી તે બહુ રડયો.


તે ઈશ્વર પર ભરોસો રાખે છે અને પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરે છે. તો હવે ઈશ્વર તેને બચાવે છે કે નહિ તે જોઈએ.


આમ, ખ્રિસ્ત પર આશા રાખવામાં આપણે જેઓ પ્રથમ છીએ તેઓ ઈશ્વરની સ્તુતિ કરીએ!


Lean sinn:

Sanasan


Sanasan