Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 18:21 - પવિત્ર બાઇબલ C.L.

21 કદાચ ઇજિપ્ત મદદ કરશે એવી તારી અપેક્ષા હશે. પણ ઇજિપ્ત તો બરુની ભાંગી ગયેલી લાકડી જેવું છે. જે કોઈ તેનો ટેકો લે તેનો હાથ જ ચીરાઈ જાય. ઇજિપ્તનો રાજા તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તું આ છૂંદાઈ ગયેલા બરુરૂપી લાકડી પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે. પણ તે તો તેના પર આધાર રાખનારની હથેલીમાં પેસીને તેને વીંધી નાખશે. મિસરનો રાજા ફારુન પોતાના પર ભરોસો રાખનાર સર્વની સાથે એવી જ રીતે વર્તે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જો, તું આ બરુરુપી લાકડી જેવા મિસર પર ભરોસો રાખીને ચાલે છે, પણ જે કોઈ તેનો આધાર લે છે તેના હાથમાં પેસીને તે તેને વીંધી નાખશે. મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનારની સાથે આવી જ રીતે વર્તે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 મિસરીઓ ઉપર? મિસર તો ભાગેલા બરુ જેવું છે; જે કોઈ એનો આધાર લે છે તેમના હાથ કપાઈ જાય છે. મિસરના રાજા ફારુનનો વિશ્વાસ કે આધાર રાખી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 18:21
12 Iomraidhean Croise  

પણ એક વર્ષે હોશિયાએ ઇજિપ્તના રાજા સો પાસે સંદેશકો મોકલી તેની મદદ માગી અને આશ્શૂરને ખંડણી આપવાનું બંધ કર્યું. આશ્શૂરના રાજા શાલ્મનેશેરને એની ખબર પડતાં, તેણે હોશિયાને પકડીને પૂરી દીધો.


આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.


કૂશ પર આધાર રાખનારાઓ અને ઇજિપ્ત વિષે બડાઈ મારનારાઓ ગભરાઈ જશે અને તેમની આશા નાશ પામશે.


પ્રભુ કહે છે, “હઠીલી પ્રજાની તો દુર્દશા થશે! તેઓ યોજનાઓ ઘડે છે, પણ તે મારી ઇચ્છા મુજબની નથી. તેઓ સંધિકરારો કરે છે, પણ તે મારા આત્માએ પ્રેરેલા નથી. એમ કરીને તેઓ પાપ પર પાપનો ગંજ ખડક્યે જાય છે.


ઇજિપ્તની મદદ નકામી છે. એ માટે તો મેં ઇજિપ્તનું નામ ‘નિષ્ક્રિય રાહાબ’ પાડયું છે.


તું તો ઇજિપ્ત પર આધાર રાખે છે. પણ તે તો માણસની હથેલીમાં આરપાર ધૂસી જાય તેવી ભાંગેલી બરુની લાકડી જેવું છે. કોઈ તેના પર ટેકે તો તેને જખમ થયા વિના રહે નહિ. ઇજિપ્તનો રાજા ફેરો તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે.


ઇજિપ્તના રાજા ફેરોને નવું ઉપનામ આપો: ‘બડાઈખોર’; તેણે આવેલી તક ગુમાવી દીધી છે.


યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યુફ્રેટિસ નદીને કિનારે આવેલા ર્ક્કમીશ નગર પાસે ઇજિપ્તના રાજા ફેરો નકોના લશ્કરનો યુદ્ધમાં પરાજય કર્યો તે વિશેનો સંદેશ:


યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા અને ઇઝરાયલના રાજા, એટલે કે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન પ્રભુએ બએરીના પુત્ર હોશિયાને આપેલો આ સંદેશ છે.


Lean sinn:

Sanasan


Sanasan