Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 17:8 - પવિત્ર બાઇબલ C.L.

8 વળી, પ્રભુના લોક દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી જે પ્રજાઓને પ્રભુએ હાંકી કાઢી હતી તેમના રીતરિવાજોને લોકો અનુસર્યા અને ઇઝરાયલના રાજાઓએ દાખલ કરેલા રીતરિવાજો અપનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને જે પ્રજાઓને યહોવાએ તેમની આગળથી હાંકી કાઢી હતી તેઓના વિધિઓ પ્રમાણે, તથા પોતાના રાજાઓએ કરેલા [વિધિઓ] પ્રમાણે તેઓ ચાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અને જે પ્રજાઓને યહોવાહે કાઢી મૂકી હતી તે પ્રજાઓના વિધિઓ પ્રમાણે તથા ઇઝરાયલના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેઓ યહોવાએ હાંકી કાઢેલી પ્રજાના રિવાજો તથા ઇસ્રાએલના રાજાઓએ શરું કરેલા રિવાજો અનુસરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 17:8
19 Iomraidhean Croise  

એ અંગે વિચારણા કરીને તેણે સોનાના બે વાછરડા બનાવ્યા અને પોતાના લોકોને કહ્યું, “તમારે ભક્તિ માટે છેક યરુશાલેમ જવું પડે છે. હે ઇઝરાયલના લોકો, તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર આ રહ્યા તમારા દેવો!”


ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતાં મેળવતાં આગળ વધી રહ્યા હતા ત્યારે પ્રભુએ તેમની આગળથી હાંકી કાઢેલી અમોરી પ્રજાની જેમ તેણે મૂર્તિપૂજા કરીને અત્યંત શરમજનક પાપો આચર્યાં છે.)


આહાઝ રાજા સમ્રાટ તિગ્લાથ પિલેસેરને મળવા દમાસ્ક્સ ગયો ત્યારે તેણે ત્યાં એક વેદી જોઈ અને તેણે વેદીની ઝીણાંમાં ઝીણી વિગતોવાળી આબેહૂબ પ્રતિકૃતિ યજ્ઞકાર ઉરિયાને મોકલી આપી.


એને બદલે, તે ઇઝરાયલના રાજાઓના નમૂનાને અનુસર્યો. ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ હાંકી કાઢેલ પ્રજાઓની ઘૃણાસ્પદ રીતરસમો અનુસરીને તેણે મૂર્તિ સમક્ષ પોતાના પુત્રનું અગ્નિમાં અર્પણ કર્યું.


યહૂદિયાના લોકોએ પણ તેમના ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ પાળી નહિ; તેઓ ઇઝરાયલના લોકોએ અપનાવેલા રિવાજોનું અનુકરણ કર્યું.


તોપણ લોકોએ માન્યું નહિ, અને પોતાના જૂના રીતરિવાજો પાળતા રહ્યા.


ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી હાંકી કાઢેલી પ્રજાઓના ઘૃણાસ્પદ રીતરિવાજો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


પરંતુ તેમણે તો તેઓ સાથે આંતરલગ્નો કર્યાં, અને તેમના રિવાજો અપનાવ્યા.


તમે તેમના દેવોની આગળ નમશો નહિ કે તેમની પૂજા કરશો નહિ. વળી, તમે તેમના ધાર્મિક રીતરિવાજ અપનાવશો નહિ. તમે તેમના દેવોનો નાશ કરજો અને તેમના ધાર્મિક સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો.


પ્રભુ આ પ્રમાણે કહે છે: બીજી પ્રજાઓના રીતરિવાજો શીખશો નહિ, બીજા દેશોમાં લોકો ભલે ભયભીત થાય, પણ તમે આકાશમાંના અસામાન્ય દેખાવોથી ગભરાશો નહિ.


એણે તો દુરાચાર કરીને એ દેશોની બધી પ્રજાઓ કરતાં મારાં ફરમાનો અને હુકમો વિરુદ્ધ વિશેષ બંડ કર્યું છે. તેણે મારાં ફરમાનો ફગાવી દીધાં છે અને તે મારા હુકમો પ્રમાણે ચાલી નથી.”


એફ્રાઈમે જુલમ વેઠયો છે, પોતાના હક્કની જમીન તેણે ગુમાવી છે. કારણ, જેમની પાસે મદદની અપેક્ષા રાખી શકાય નહિ તેમની મદદ લેવા તે દુરાગ્રહપૂર્વક ગયો છે.


તમે જ્યાં વસતા હતા તે ઇજિપ્તના લોકની માફક તમે વર્તશો નહિ અથવા જ્યાં હું તમને લઈ જઉં છું તે કનાન દેશના લોકોના રિવાજો પાળશો નહિ.


પ્રભુએ કહ્યું, “તમે પૂજા કરવા માટે મૂર્તિઓ, પ્રતિમા, સ્તંભ કે કોતરેલા પથ્થર બનાવશો નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


તમે ઓમ્રી રાજા અને તેના પુત્ર આહાબના કુટુંબના દુષ્ટ વિધિઓને અનુસર્યા છો. તમે તેમની પ્રણાલિકાઓ ચાલુ રાખી છે અને તેથી હું તમને વેરાન કરીશ. સૌ તમારો તિરસ્કાર કરશે અને તમે મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.”


“તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ આપે તેમાં તમે આવો ત્યારે ત્યાં વસતી પ્રજાઓના ઘૃણાજનક વિધિઓનું અનુકરણ કરશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan