Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 17:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ઘેરાના ત્રીજે વર્ષે એટલે, હોશિયાના અમલના નવમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટે સમરૂન જીતી લીધું. તે ઇઝરાયલીઓને કેદ કરી આશ્શૂર લઈ ગયો અને કેટલાકને હાલા નગરમાં, કેટલાકને હાબાર નદી પાસેના ગઝાન જિલ્લામાં અને કેટલાકને મિડિયાનાં નગરમાં વસાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હોશિયાને નવમે વર્ષે આશૂરના રાજાએ સમરુન લીધું, ને ઇઝરયલને આશૂરમાં પકડી લઈ જઈને તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓનાં નગરોમાં રખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હોશિયાને કારકિર્દીને નવમે વર્ષે આશ્શૂરના રાજાએ સમરુન જીતી લીધું, તે આશ્શૂરમાં ઇઝરાયલીઓને લઈ આવ્યો. તેણે તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરમાં રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હોશિયાના શાસનના 9મે વરસે આશ્શૂરનો રાજા સમરૂન કબજે કરવામાં સફળ થયો અને તે આશ્શૂરમાં ઇસ્રાએલીઓને લઇ આવ્યો. તેણે તેમને હલાહ શહેરમાં, ગોઝાનની નદી, હાબોર નદીને પાસે અને માદીઓના નગરમાં વસાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 17:6
39 Iomraidhean Croise  

યાફેથના પુત્રો: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.


“તમારા લોક તમારી વિરુદ્ધ પાપ કરે, અને પાપ કરે જ નહિ એવું કોઈ નથી; અને તમે તમારા કોપમાં તેમને તેમના શત્રુઓ સામે હાર પમાડો અને તેઓ તેમને કેદી બનાવી બીજા દેશમાં લઈ જાય, અને આ દેશ નજીક હોય કે ઘણો દૂર હોય.


પેક્હ રાજા હતો ત્યારે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેરે આયોન, આબેલ-બેથમાકા, યાનોઆ, કેદેશ અને હાસોર નગરો તેમજ ગિલ્યાદ, ગાલીલ તથા નાફતાલીના પ્રદેશો જીતી લીધા અને ત્યાંના લોકોને કેદ કરી આશ્શૂર લઈ ગયો.


છેવટે પોતાના સેવક સંદેશવાહકો દ્વારા પ્રભુએ કહ્યું હતું તેમ તેમણે તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા. એમ ઇઝરાયલના લોકો બંદિવાન તરીકે આશ્શૂરમાં લઈ જવાયા અને આજે પણ તેઓ ત્યાં રહે છે.


હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમ, હેના અને ઈવ્વાના દેવો ક્યાં છે? કોઈ દેવે સમરૂનનો બચાવ કર્યો?


મારા પૂર્વજોએ ગોશાન, હારાન અને રેસેફ નગરોનો નાશ કર્યો હતો અને તેલાસ્સારમાં રહેતા બેથ-એદનના લોકોની મારી નાખ્યા હતા, અને એમનો કોઈ દેવ તેમને બચાવી શક્યો નહિ.


મેં જે માપ દોરીથી સમરૂનનો અને જે ઓળંબે આહાબના રાજ્યનો ન્યાય કરીને સજા કરી એ જ ધોરણે હું યરુશાલેમને સજા ફટકારીશ. જેમ કોઈ થાળી સાફ કરીને ઊંધી વાળી દે તેમ હું યરુશાલેમના લોકને સફાચટ કરી દઇશ.


યુદ્ધમાં તેમણે ઘણા શત્રુઓનો સંહાર કર્યો, કારણ, એ ઈશ્વરની ઇચ્છા પ્રમાણેનું યુદ્ધ હતું. તેઓ દેશનિકાલના સમય સુધી એ વિસ્તારમાં રહ્યા.


તેથી ઈશ્વરે આશ્શૂરના તેમના દેશ પર રાજા પુલ (તે તિગ્લાથ-પિલેસર તરીકે પણ ઓળખાતો) પાસે ચડાઈ કરાવી. તે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકોને દેશનિકાલ કરીને લઈ ગયો અને હાલા, હાબોર અને હારામમાં તેમજ ગોઝાન નદી પાસે કાયમી વસવાટ કરાવ્યો, અને આજે પણ તેઓ ત્યાં છે.


ત્યારે માદાય પ્રાંતના એકબાતાના શહેરમાંથી એક લેખ મળી આવ્યો.


હે ઈશ્વર, અમારા ઈશ્વર, તમે કેવા મહાન છો! તમે કેવા ભયાવહ અને પરાક્રમી છો! તમે કરારપૂર્વક આપેલાં તમારાં વચનો વિશ્વાસુપણે પાળો છો. આશ્શૂરના રાજાઓએ અમારા પર અત્યાચાર કર્યો તે સમયથી આજસુધી અમારા રાજાઓ, આગેવાનો, યજ્ઞકારો અને પૂર્વજો અને અમારા સર્વ લોકોએ કેટલું દુ:ખ સહન કર્યું છે તે યાદ રાખજો.


શું મેં જેમ કાલ્નો પર તેમ ર્ક્કમીશ પર, જેમ હમાથ પર તેમ આર્પાદ પર અને જેમ સમરૂન પર તેમ દમાસ્ક્સ પર જીત મેળવી નથી?


પ્રભુ કહે છે, “જેમને ચાંદીની કંઈ પડી નથી અને સોનામાં જરાય રસ નથી એવા માદીઓને હું બેબિલોન પર આક્રમણ કરવા ઉશ્કેરીશ.


પ્રભુએ કહ્યું, “એ દિવસે ઇઝરાયલના વૈભવનો અંત આવશે અને તેની સમૃદ્ધિ ઓસરી જશે.


મેં સંદર્શનમાં ઘાતકી બનાવોનાં દશ્ય જોયાં છે. દગાબાજ દગો કરે છે, લૂંટારો લૂંટે છે. હે એલામના સૈન્ય, આક્રમણ કર! હે માદીઓના લશ્કર, ઘેરો ઘાલ! બેબિલોને નંખાવેલા તમામ નિસાસાનો ઈશ્વર અંત લાવશે.


પણ પછી હું આવીશ અને તમને તમારા દેશ જેવા ધાન્ય અને નવા દ્રાક્ષાસવના તથા અન્‍ન અને દ્રાક્ષવાડીઓના મારા દેશમાં લઈ જઈશ.


હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમના દેવો ક્યાં ગયા? શું તેમણે સમરૂનને મારા હાથથી બચાવ્યું ખરું?


હે પ્રભુ, એ તો હકીક્ત છે કે આશ્શૂરના રાજાઓએ ઘણી પ્રજાઓનો નાશ કર્યો છે અને તેમના દેશોને ખેદાનમેદાન કરી નાખ્યા છે.


કારણ, તે છોકરો ‘મારા પિતા’ અને ‘મારી મા’ બોલતો થાય તે પહેલાં આશ્શૂરનો રાજા દમાસ્ક્સની બધી સંપત્તિ અને સમરૂનની લૂંટ લઈ જશે.”


પ્રભુ કહે છે, “ઇઝરાયલી પ્રજા તો સિંહોએ પાછળ પડી વેરવિખેર કરી નંખાયેલા ઘેટાંના ટોળા જેવી છે. પ્રથમ આશ્શૂરના રાજાએ તેમનો ભક્ષ કર્યો અને પછી બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર તેમનાં હાડકાં ચાવી ગયો.


પેરેસ એટલે ભાગલા. તમારા રાજ્યના વિભાગ પાડી દેવામાં આવ્યા છે અને તે માદીઓ અને ઇરાનીઓને આપવામાં આવ્યા છે.”


પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ ‘યિઝ્રએલ’ પાડ; કારણ, યેહૂએ યિઝ્રએલમાં ખૂનરેજી ચલાવી હતી અને તેથી થોડા જ સમયમાં તેનો બદલો હું તેના વંશજો પર વાળીશ અને યેહૂના રાજવંશનો અંત આણીશ.


ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને આ વખતે પુત્રી જન્મી. પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ લો-રૂહામા એટલે ‘દયા- વિહોણી’ પાડ; કારણ, હું ઇઝરાયલના લોક પર દયા રાખીશ નહિ કે તેમને ક્ષમા કરીશ નહિ.


પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ લો-આમ્મી એટલે ‘મારા લોક નથી’ પાડ; કારણ, ઇઝરાયલના લોક મારા લોક નથી અને હું તેમનો ઈશ્વર નથી.”


ઈશ્વરની વિરુદ્ધ બળવો કરવા માટે સમરૂનને સજા થવી જ જોઈએ. તેના લોકો લડાઈમાં માર્યા જશે. તેમનાં બાળકોને જમીન પર પછાડી મારવામાં આવશે અને ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.”


ઇઝરાયલના લોકો બીજી પ્રજાઓમાં ભળી ગયા છે અને ભાંગેલા વાસણ જેવા નકામા થઈ ગયા છે.


ઇઝરાયલના લોકો પ્રભુના દેશમાં રહેવા પામશે નહિ અને એફ્રાઇમને ઇજિપ્તમાં પાછા જવું પડશે અને આશ્શૂર દેશમાં નિષિદ્ધ ખોરાક ખાવો પડશે.


તમે દેશનિકાલમાં માર્યા જશો અને દુશ્મનોની ભૂમિ તમને ગળી જશે.


હું તમને દમાસ્ક્સની પેલી પાર ગુલામગીરીમાં મોકલી દઈશ.” સેનાધિપતિ ઈશ્વર જેમનું નામ છે તે યાહવે એમ કહે છે.


તો હવે તારે માટે પ્રભુ તરફથી જે સંદેશો છે તે સાંભળ. ‘તારી પત્ની શહેરમાં વેશ્યા બનશે અને તારાં પુત્રપુત્રીઓ લડાઈમાં માર્યાં જશે. તારી જમીનના ભાગ પાડી દઈ બીજાઓને વહેંચી દેવામાં આવશે, અને તું અશુદ્ધ એવા વિધર્મી દેશમાં મૃત્યુ પામશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ર્વે પોતાના દેશમાંથી બીજે દેશ ગુલામ તરીકે લઈ જવામાં આવશે.”


“જે દેશ વિષે તમે તથા તમારા પૂર્વજો જાણતા નથી તે દેશમાં પ્રભુ તમને તેમજ જે રાજા તમે પોતા પર નિયુક્ત કરશો તેને લઈ જશે. ત્યાં તમે અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિની પૂજા કરશો.


“પ્રભુ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી સર્વ દેશોમાં વિખેરી નાખશે, અને ત્યાં જેમને તમે અથવા તમારા પૂર્વજો જાણતા નથી એવા અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિઓની પૂજા કરશો.


તો હું આજે તમને ચેતવણી આપું છું કે તમે જરૂર નાશ પામશો. જે દેશનો કબજો લેવા તમે યર્દન ઓળંગીને જાઓ છો તેમાં લાંબો સમય વાસ કરી શકશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan