૨ રાજા 17:4 - પવિત્ર બાઇબલ C.L.4 પણ એક વર્ષે હોશિયાએ ઇજિપ્તના રાજા સો પાસે સંદેશકો મોકલી તેની મદદ માગી અને આશ્શૂરને ખંડણી આપવાનું બંધ કર્યું. આશ્શૂરના રાજા શાલ્મનેશેરને એની ખબર પડતાં, તેણે હોશિયાને પકડીને પૂરી દીધો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ આશૂરના રાજાને હોશિયાનું કાવતરું માલૂમ પડ્યું; કેમ કે એણે મિસરના સો [નામના] રાજા પાસે સંદેશવાહકો મોકલ્યા હતા, ને વરસોવરસની જેમ હોશિયાએ આશૂરના રાજાને ખંડણી ભરી નહોતી. તેથી આશૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ આશ્શૂરના રાજાને પોતાની વિરુદ્ધ હોશિયાનું ષડયંત્ર સમજાયું, કેમ કે, તેણે મિસરના સો નામના રાજાની પાસે સંદેશાવાહકો મોકલ્યા હતા. દર વર્ષની જેમ હોશિયાએ આશ્શૂરના રાજાને ખંડણી ભરી ન હતી. તેથી આશ્શૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 પણ હોશિયાએ તેને દગો આપ્યો અને મિસરના રાજા “સો”ને સંદેશો મોકલ્યો. અને તે ખંડણી ભરતો હતો તે પણ ભરી નહિ પાછળથી જ્યારે રાજાને આની ખબર પડી ત્યારે તેને પકડીને કેદમાં પૂર્યો. Faic an caibideil |