Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 17:25 - પવિત્ર બાઇબલ C.L.

25 એ લોકોએ ત્યાં પોતાના પ્રથમ વસવાટ વખતે પ્રભુની ઉપાસના કરી નહિ અને તેથી પ્રભુએ સિંહો મોકલીને તેમનામાંથી કેટલાકને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 ત્યાંના તેઓના વસવાટની શરૂઆતમાં તેઓએ યહોવાની બીક રાખી નહિ, માટે યહોવાએ તેઓની મધ્યે સિંહો મોકલ્યા; સિંહોએ તેમાંના કેટલાકને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ત્યાં તેઓના વસવાટની શરૂઆતમાં એવું બન્યું કે તેઓએ યહોવાહની આરાધના કરી ન હતી. તેથી યહોવાહે તેઓની મધ્યે સિંહ મોકલ્યા. સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 પણ જ્યારે તેઓએ ત્યાં વસવાનું શરૂ કર્યુ ત્યારે તેઓએ યહોવાની આરાધના કરી નહોતી, તેથી યહોવાએ તેઓની પાસે સિંહ મોકલ્યા, અને સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 17:25
18 Iomraidhean Croise  

એમ એ પ્રજાઓ પ્રભુની ઉપાસના કરતી તો સાથે સાથે તેમની કોરેલી મૂર્તિઓની પૂજા પણ કરતી, અને આજ દિન સુધી તેમના વંશજો પણ એમ જ કરતા આવ્યા છે.


આજ દિન સુધી તેઓ તેમના રીતરિવાજો પાળતા રહ્યા છે. તેઓ પ્રભુની ઉપાસના કરતા નથી અને યાકોબ, જેમનું નામ પ્રભુએ ઇઝરાયલ પાડયું હતું તેમના વંશજોને તેમણે આપેલા ફરમાનો અને આદેશો તેઓ પાળતા નથી.


આ લોકો પ્રભુની ઉપાસના કરતા અને પોતાના જ લોકમાંથી પૂજાનાં ઉચ્ચસ્થાન પર સેવા કરવા અને ત્યાં તેમને માટે બલિદાન ચઢાવવા માટે સર્વ પ્રકારના લોકમાંથી યજ્ઞકારો નીમ્યા.


યોનાએ જવાબ આપ્યો, “હું હિબ્રૂ છું. આકાશના ઈશ્વર, સમુદ્ર તથા કોરી ભૂમિના સર્જક પ્રભુનો ઉપાસક છું.”


“સૌને શુભેચ્છા! મારા સમસ્ત સામ્રાજ્યમાં સૌ દાનિયેલના ઈશ્વરની બીક રાખે અને તેમનું સન્માન કરે એવી મારી આજ્ઞા છે. ‘તે જીવંત ઈશ્વર છે, અને તે સદાસર્વદા રાજ કરનાર છે. તેમનું રાજ્ય અવિનાશી છે. અને તેમનો રાજ્યાધિકાર અનંત છે.


વળી, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “યરુશાલેમમાંથી જનજનાવરોનો નાશ કરવા માટે હું મારી ચારેય ભયંકર સજા એટલે યુદ્ધ, દુકાળ, હિંસક પશુઓ અને રોગચાળો યરુશાલેમ પર મોકલીશ.


અથવા હું એ દેશમાં હિંસક પશુઓને મોકલું કે તેઓ દેશને વસતીહીન અને વેરાન બનાવી દે અને હિંસક પશુઓને લીધે કોઈ માણસ તે દેશમાં થઇને મુસાફરી કરી શકે નહિ;


મેં તેમને માટે ચાર બાબતો નક્કી કરી છે: સંહારને માટે તલવાર, શબ તાણી જવા કૂતરાં, અને તેમનો ભક્ષ કરવા અને નાશ કરવા ગીધડાં અને જંગલી પશુઓ.


તમારું નામ મહાન અને સામર્થ્યવાન છે. તમે બધી પ્રજાઓના રાજા છો. કોણ તમારા પ્રત્યે ભક્તિભાવ ન દાખવે? સાચે જ, એ તમારો અધિકાર છે. સર્વ પ્રજાઓના જ્ઞાનીઓમાં અને તેમનાં સર્વ રાજ્યોમાં તમારા જેવું કોઈ જ નથી.


તેથી વનમાંનો સિંહ તેમને મારી નાખશે, અને રણનું વરૂ તેમને ફાડી ખાશે. તેમના નગર પાસે ચિત્તો ટાંપી રહેશે અને જે કોઈ બહાર નીકળશે તેને તે ચીરી નાખશે; કારણ, તેમના અપરાધો અસંખ્ય છે અને તેઓ ઈશ્વર સામે વારંવાર બંડખોર બન્યા છે.


તેથી સમરૂનમાંથી દેશનિકાલ થયેલ ઇઝરાયલી યજ્ઞકારોનું એક જૂથ પાછું બેથેલમાં આવીને વસ્યું. ત્યાં તેમણે લોકોને પ્રભુની ઉપાસના કેવી રીતે કરવી તે શીખવ્યું.


એલિશાએ તેમના તરફ ફરીને તાકી રહ્યો અને ઈશ્વર યાહવેને નામે તેમને શાપ દીધો. પછી જંગલની ઝાડીમાંથી બે રીંછણોએ આવીને તેમનામાંથી બેંતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં.


તેથી તેણે તેને કહ્યું, “તેં પ્રભુની આજ્ઞા માની નથી તેથી તું મારી પાસેથી જશે કે સિંહ તને ફાડી ખાશે.” જેવો તે ગયો કે એક સિંહે આવી તેને મારી નાખ્યો.


પછી તે ચાલી નીકળ્યો. રસ્તે જતાં તેને એક સિંહનો ભેટો થઈ ગયો, અને તેણે તેને મારી નાખ્યો. તેનું શબ રસ્તા પર પડયું હતું અને ગધેડું તથા સિંહ તેની પાસે ઊભાં હતાં.


પ્રભુએ અમારી અને તમારી એટલે રૂબેન તથા ગાદના લોકો વચ્ચે યર્દનની સરહદ કરાવી છે. તમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી.’ આમ, તમારા વંશજો અમારા વંશજોને પ્રભુનું ભજન કરતા અટકાવી દે.


હું તમારી મધ્યે જંગલી પ્રાણીઓ મોકલીશ. તેઓ તમારાં બાળકોને મારી નાખશે, તમારાં ઢોરનો નાશ કરશે અને બહુ થોડા જ લોકો બચી જશે. એથી તમારા રાજમાર્ગો વેરાન બની જશે.


આશ્શૂરના સમ્રાટને જાણ કરવામાં આવી કે સમરૂનમાં વસેલા લોકો એ દેશના ઈશ્વરના નિયમથી અજાણ છે અને તેથી એ દેશના ઇશ્વરે સિંહો મોકલીને તેમને મારી નાખ્યા છે.


દીમોનનાં પાણી લોહી લોહી થઈ ગયાં છે. છતાં ઈશ્વર હજી દીમોન પર મોટી આફત લાવનાર છે. મોઆબમાંથી નાસી છૂટેલા અને બચીને બાકી રહેલા સૌની પર સિંહ સમો સંહાર ત્રાટકશે.


Lean sinn:

Sanasan


Sanasan