Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 17:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુએ દાવિદના રાજવંશ હસ્તકથી રાજ્યનું વિભાજન કરીને ઇઝરાયલને જુદું પાડયું, અને ઇઝરાયલીઓએ નબાટના પુત્ર યરોબામને પોતાનો રાજા બનાવ્યો. યરોબામે તેમની પાસે પ્રભુનો ત્યાગ કરાવ્યો અને તેમને ભયંકર પાપમાં પાડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 યહોવાએ ઇઝરાયલને દાઉદના કુટુંબમાંથી વિભાજિત કરીને જુદા પાડ્યા; અને તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા ઠરાવ્યો. યરોબામે ઇઝરાયલ પાસે યહોવાનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જયારે યહોવાહે ઇઝરાયલીઓને દાઉદના કુળમાંથી વિભાજિત કરીને છૂટા પાડ્યા, ત્યારે તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા બનાવ્યો. યરોબામે ઇઝરાયલ પાસે યહોવાહનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 જયારે ઇસ્રાએલ દાઉદના ઘરમાંથી છૂટું પડી ગયું ત્યારે ઇસ્રાએલીઓએ નબાટના યરોબઆમને રાજા બનાવ્યો; તેણે ઇસ્રાએલીઓને યહોવા વિરૂદ્ધ પાપ કરવા પ્રેર્યા અને ભયંકર પાપમાં નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 17:21
19 Iomraidhean Croise  

પછી અબિમેલેખે અબ્રાહામને બોલાવીને કહ્યું, “તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? મેં તારો શો ગુનો કર્યો છે કે તેં મને અને મારા લોકને ભયંકર પાપમાં નાખ્યા? તેં મારી સાથે નહિ કરવા જેવો વર્તાવ કર્યો છે.


તેમણે તેને કહ્યું, “તેં જાણીબૂઝીને મારી સાથેનો તારો કરાર તોડ્યો છે અને મારી આજ્ઞાઓ પાળી નથી. તેથી હું તારી પાસેથી રાજ્ય ઝૂંટવી લઈશ. અને તારા અધિકારીઓમાંથી એકને આપીશ.


તેણે યરોબામને કહ્યું, “તારે માટે દસ કટકા લઈ લે, કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફથી તારે માટે આ સંદેશ છે, ‘હું શલોમોન પાસેથી રાજ્ય લઈ લઈશ અને તને દસ કુળો આપીશ.


તેના આ પાપને લીધે તેનો નાશ થયો અને પૃથ્વીના પટ પરથી તેના રાજવંશનો પણ પૂરો નાશ થયો.


યરોબામે પાપ કર્યું છે અને ઇઝરાયલના લોકો પાસે પાપ કરાવ્યું છે; તેથી પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરશે.”


દાવિદના વંશજો પાસેથી રાજ્યના ભાગલા પાડીને તેમાંથી કેટલુંક મેં તને આપ્યું. પણ મારો સેવક દાવિદ જે મને પૂરી નિષ્ઠાથી અનુસરતો હતો અને મારી દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કરતો હતો, તેના જેવો તું બન્યો નથી.


યરોબામે ઇઝરાયલી લોકોને મૂર્તિપૂજાનાં પાપકર્મોમાં દોર્યા અને એમાંથી તેઓ ક્યારેય પાછા વળ્યા નહિ.


તો પણ તેની અગાઉ થઈ ગયેલ નબાટનો પુત્ર રાજા યરોબામ જેણે ઇઝરાયલીઓને મૂર્તિપૂજાના પાપમાં દોર્યા, તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહિ.


તેણે તે નગરોની મજબૂત કિલ્લેબંધી કરી અને દરેક નગરમાં લશ્કરી અધિકારી નીમ્યો. તેણે દરેક નગરમાં ખોરાક, ઓલિવ-તેલ, દ્રાક્ષાસવ,


યરોબામે પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં સેવા કરવા અને પોતે ઘડાવેલી બકરા અને બળદની મૂર્તિઓની પૂજા કરવા પોતાના આગવા યજ્ઞકારો નીમ્યા.


હે પ્રભુ, તમારા નામની ખાતર મારા મોટા અપરાધની મને ક્ષમા આપો.


તેણે આરોનને કહ્યું, “લોકોએ તને શું કર્યું કે તેં તેમને આવા મોટા પાપમાં પ્રેર્યા?”


“એફ્રાઈમ યહૂદિયાથી વિખૂટો પડયો ત્યાર પછી ક્યારેય આવ્યા ન હોય એવા વિકટ દિવસો પ્રભુ તારા પર, તારી પ્રજા પર અને તારા રાજવી કુટુંબ પર લાવશે. એટલે કે તે આશ્શૂરના રાજાને બોલાવી લાવશે.


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તરફથી તમને મળી છે એ સિવાય તમને મારા પર બીજી કોઈ સત્તા નથી. તેથી મને તમારા હાથમાં સોંપી દેનાર વધારે દોષિત છે.”


એલીના પુત્રોનું આ પાપ ઈશ્વરની દૃષ્ટિમાં અતિ ગંભીર હતું. કારણ, તેઓ ઈશ્વરને અર્પવામાં આવતાં બલિ પ્રત્યે આ રીતે તુચ્છકાર દાખવતા હતા.


મારા પુત્રો, એ બધુ બંધ કરો. પ્રભુના લોકો તમારે વિશે આ જે બધું કહે છે એ ભયંકર વાત છે.


Lean sinn:

Sanasan


Sanasan