Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 17:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેમણે તેમના ઈશ્વર પ્રભુના સઘળા નિયમોનો ભંગ કર્યો અને ભક્તિ માટે ધાતુમાંથી ઢાળેલા બે વાછરડા બનાવ્યા. તેમણે અશેરા દેવીની પ્રતિમા બનાવી, નક્ષત્રમંડળની ભક્તિ કરી અને બઆલની સેવાપૂજા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેમના ઈશ્વર યહોવાની સર્વ આજ્ઞાઓનો ત્યાગ કરીને તેઓએ પોતાને માટે ઢળેલી મૂર્તિઓ, એટલે બે વાછરડા, બનાવ્યા હતા, અશેરા [મૂર્તિ] ઊભી કરી હતી, ને આકાશના સર્વ જ્યોતિમંડળની ભક્તિ કરી હતી, ને બાલની સેવા કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓનો ત્યાગ કર્યો. પોતાના માટે વાછરડાના આકારની ધાતુની બે મૂર્તિઓ બનાવી. તેઓએ અશેરાદેવીની મૂર્તિ બનાવી, આકાશના બધાં જ્યોતિમંડળની અને બઆલની પૂજા કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેમણે તેમના પોતાના યહોવા દેવની આજ્ઞાઓનો ત્યાગ કર્યો અને તેમણે પોતાના માટે ઢાળેલા બે પોઠિયા બનાવડાવ્યાં. તેમણે અશેરાદેવીની મૂર્તિ કરાવી અને આકાશનાં બધાં નક્ષત્રોની અને બઆલદેવની સેવાપૂજા કરવા લાગ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 17:16
26 Iomraidhean Croise  

એ અંગે વિચારણા કરીને તેણે સોનાના બે વાછરડા બનાવ્યા અને પોતાના લોકોને કહ્યું, “તમારે ભક્તિ માટે છેક યરુશાલેમ જવું પડે છે. હે ઇઝરાયલના લોકો, તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર આ રહ્યા તમારા દેવો!”


પ્રભુ ઈઝરાયલને પણ સજા કરશે અને તે પ્રવાહમાં ડોલતા બરુની જેમ હચમચી જશે. પ્રભુ ઇઝરાયલના લોકોને તેમના પૂર્વજોને તેમણે આપેલા આ સારા દેશમાંથી ઉખેડી નાખશે અને તેમને યુફ્રેટિસ નદીને પેલે પાર વિખેરી નાખશે, કારણ, તેમણે અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી પ્રભુને કોપાયમાન કર્યા છે.


તેમણે જુઠ્ઠા દેવોની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં અને ડુંગરો પર તેમ જ હરિયાળાં વૃક્ષો નીચે પથ્થરના સ્તંભો ઊભા કર્યા અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી


પોતાની દાદી માખાને તેણે રાજમાતાના પદ પરથી ઉતારી મૂકી, કારણ, તેણે પ્રજોત્પતિની દેવી અશેરાની ઘૃણાસ્પદ પ્રતિમા બનાવી હતી. આસાએ એ પ્રતિમા કાપી નાખીને તેને કિદ્રોનની ખીણમાં બાળી નાખી.


યરોબામ રાજાની જેમ પાપ કરવું તેના માટે પૂરતું ન હોય તેમ તેણે સિદોનના રાજા એથબાલની પુત્રી ઇઝબેલ સાથે લગ્ન કર્યાં અને બઆલની ભક્તિ કરી.


તેણે અશેરા દેવીની પ્રતિમા પણ બનાવી પોતાની અગાઉ થઈ ગયેલા ઇઝરાયલના સર્વ રાજાઓ કરતાં તેણે ઇઝરાયલના ઈશ્વર પ્રભુને રોષ ચઢે તેવાં વધારે કામ કર્યાં.


તેણે બઆલની સેવાભક્તિ કરી અને તેના પિતાની જેમ તેણે પણ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને ક્રોધ ચઢાવ્યો.


ઇઝરાયલનો રાજા અહાઝયા સમરૂનમાંના તેના મહેલના ઉપલા માળના ઝરુખામાંથી ગબડી પડયો અને તે ગંભીર રીતે ઘવાયો. તેથી પોતે સાજો થશે કે નહિ તે જાણવા માટે તેણે કેટલાક સંદેશકોને પલિસ્તી નગર એક્રોનના દેવ બઆલ- ઝબૂલને પૂછવા મોકલ્યા.


પછી લોકોએ બઆલના મંદિરે જઈને તેને તોડી નાખ્યું; તેમણે વેદીઓ અને મૂર્તિઓના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા અને વેદીઓ આગળ બઆલના યજ્ઞકાર માત્તાનને મારી નાખ્યો. યહોયાદાએ પ્રભુના મંદિર પર સંરક્ષકોની ચોકી મૂકી,


એને બદલે, તે ઇઝરાયલના રાજાઓના નમૂનાને અનુસર્યો. ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ હાંકી કાઢેલ પ્રજાઓની ઘૃણાસ્પદ રીતરસમો અનુસરીને તેણે મૂર્તિ સમક્ષ પોતાના પુત્રનું અગ્નિમાં અર્પણ કર્યું.


પ્રત્યેક પર્વત પર અને પ્રત્યેક હરિયાળા વૃક્ષ નીચે તેમણે શિલાસ્તંભો અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી.


તે પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન હતો અને તેમને અનુસરવાથી પાછો હટયો નહિ, પણ પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞાઓનું તે કાળજીપૂર્વક પાલન કરતો.


તેના પિતા હિઝકિયાએ તોડી પાડેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનોને તેણે ફરી બંધાવ્યાં. ઇઝરાયલના રાજા આહાબની જેમ તેણે બઆલની પૂજા માટે વેદીઓ બનાવી અને અશેરા દેવીની પ્રતિમા બનાવી. વળી, મનાશ્શાએ આકાશનાં નક્ષત્રમંડળોની પણ પૂજા કરી.


આરોને તે વાળીઓ લઈને પીગાળી નાખી અને ધાતુના બીબામાં ઢાળીને તેમાંથી સોનાનો વાછરડો બનાવ્યો. ત્યારે લોકોએ કહ્યું, “હે ઇઝરાયલ, આપણને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર ઈશ્વર આ છે!”


મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે.


તેમનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને તેઓ પોતાને હાથે જ બનાવેલી મૂર્તિઓનું ભજન કરે છે.


યરુશાલેમના નિવાસો અને યહૂદિયાના રાજાઓના મહેલો તથા જે ઘરોનાં ધાબાઓ પર આકાશનાં નક્ષત્રોને ધૂપ બાળ્યો છે તથા અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં છે તે બધાં તોફેથના કબ્રસ્તાન જેવા થઈ જશે.”


કારણ, અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ, અમારા અધિકારીઓ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં એ જ પ્રમાણે કરતા હતા. ત્યારે તો અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ખોરાક હતો; અમે સમૃદ્ધ હતા અને કોઈ વિપત્તિ જોઈ ન હતી.


સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેના પર તેઓ અહોભાવ રાખતા હતા, જેમની તેઓ પૂજા કરતા હતા, અનુસરતા હતા અને સલાહ પૂછતા હતા, અને જેમને તેઓ નમન કરતા હતા તેમની સમક્ષ તે હાડકાં વેરવામાં આવશે; એ હાડકાં એકઠાં કરીને દફનાવાશે નહિ, પણ ભૂમિના પૃષ્ઠ પર ખાતરરૂપ પડયાં રહેશે.


તે ઇજિપ્તમાં જુવાન હતી ત્યારથી પુરુષો તેની સાથે શૈયાગમન કરતા. ત્યાં જ તે પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી. ત્યાં તેણે આદરેલી વેશ્યાવૃત્તિનો તેણે ત્યાગ કર્યો નહિ.


પ્રભુએ કહ્યું, “તમે પૂજા કરવા માટે મૂર્તિઓ, પ્રતિમા, સ્તંભ કે કોતરેલા પથ્થર બનાવશો નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


“જ્યારે તમે તમારા ઈશ્વર પ્રભુ માટે વેદી બનાવો ત્યારે તેની બાજુમાં અશેરા દેવીના પ્રતીકરૂપ સ્તંભ ઊભો કરવો નહિ.


વળી, ઉપર આકાશમાં દૃષ્ટિ કરીને તમે સૂર્ય, ચંદ્ર, તારા તથા સમગ્ર નક્ષત્રમંડળ જુઓ ત્યારે તેમની પૂજા કરવા લલચાશો નહિ. એ બધાં તો તમારા ઈશ્વર પ્રભુએ બીજી પ્રજાઓને પૂજા માટે વહેંચી આપ્યાં છે!


Lean sinn:

Sanasan


Sanasan