Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 16:7 - પવિત્ર બાઇબલ C.L.

7 આહાઝે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેર પાસે આવો સંદેશ લઈ માણસો મોકલ્યા: “હું તમારો વફાદાર સેવક અને પુત્રતુલ્ય છું. મારા પર હુમલો લઈ આવેલ અરામ અને ઇઝરાયલના રાજાઓથી મને બચાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 આહાઝે આશૂરના રાજા તિગ્લાથ-પિલેસેર પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “હું તારો ચાકર તથા તારો દીકરો છું. અહીં આવીને મારી વિરુદ્ધ ઊઠેલા અરામના રાજાના હાથમાંથી તથા ઇઝરાયલના રાજાના હાથમાંથી મને બચાવ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને સંદેશાવાહકો મોકલીને કહાવ્યું, “હું તારો ચાકર તથા તારો દીકરો છું. આવીને મને ઇઝરાયલના રાજા અને અરામના રાજાના હાથમાંથી છોડાવ, તેઓએ મારા પર હુમલો કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ પિલેસેરને સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “હું તથા આપના પુત્ર બરાબર છીએ. અને આપનો સેવક છું, આવો, અને ઇસ્રાએલના રાજાઓ અને અરામીઓ સામે લડવામાં મારી મદદ કરો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 16:7
17 Iomraidhean Croise  

આહાબે જવાબ આપ્યો, “રાજાને એટલે મારા માલિકને કહેજો કે હું તેમ કરવા સંમત છું; હું તથા મારું સર્વસ્વ તેમના જ છીએ.”


પેક્હ રાજા હતો ત્યારે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેરે આયોન, આબેલ-બેથમાકા, યાનોઆ, કેદેશ અને હાસોર નગરો તેમજ ગિલ્યાદ, ગાલીલ તથા નાફતાલીના પ્રદેશો જીતી લીધા અને ત્યાંના લોકોને કેદ કરી આશ્શૂર લઈ ગયો.


તેથી પ્રભુ તેની સાથે હતા, અને તે તેના સર્વ કાર્યમાં સફળ થતો. તેણે આશ્શૂરના સમ્રાટ સામે વિદ્રોહ કર્યો અને તેને આધીન થવાનો નકાર કર્યો.


તેથી ઈશ્વરે આશ્શૂરના તેમના દેશ પર રાજા પુલ (તે તિગ્લાથ-પિલેસર તરીકે પણ ઓળખાતો) પાસે ચડાઈ કરાવી. તે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકોને દેશનિકાલ કરીને લઈ ગયો અને હાલા, હાબોર અને હારામમાં તેમજ ગોઝાન નદી પાસે કાયમી વસવાટ કરાવ્યો, અને આજે પણ તેઓ ત્યાં છે.


અદોમીઓ ફરીથી યહૂદિયા પર હુમલો કરી ઘણા લોકોને કેદીઓ તરીકે લઈ જવા લાગ્યા, તેથી આહાઝ રાજાએ આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ-પિલેસેરને મદદ મોકલવા વિનંતી કરી.


આશ્શૂરનો સમ્રાટ તિગ્લાથ પિલેસેર આવ્યો તો ખરો, પણ આહાઝને મદદ કરવાને બદલે તેના પર આક્રમણ કરીને તેને ભીંસમાં મૂકી દીધો.


હે ઈશ્વર, તમે તમારા લોકને, યાકોબના વંશજોને તજી દીધા છે. પલિસ્તીઓ તથા પૂર્વમાંથી આવેલા લોકોમાંથી ધંતરમંતર કરનારા તેમની વચમાં મોટી સંખ્યામાં વસે છે. તેમણે પરદેશીઓ સાથે હાથ મિલાવ્યો છે.


જેમને તેં તાલીમ આપીને આગેવાન બનાવ્યા હતા તેઓ જ્યારે તારા જ પર અધિકાર ચલાવે ત્યારે તું શું કરીશ? તને પ્રસૂતાના જેવી વેદના નહિ થાય?


પ્રભુ કહે છે, “પ્રભુથી વિમુખ થઈને મર્ત્ય માણસ પર ભરોસો રાખનાર અને મનુષ્યના બળ પર જ આધાર રાખનાર શાપિત થશે.


ચોકીના બુરજ પરથી મદદની વાટ જોઈ જોઈને અમારી આંખો થાકી ગઈ, પણ અમને કંઈ મદદ મળી નહિ. અમે તો અમને મદદ કરી શકે નહિ એવા દેશની પાસે પણ મદદની આશા રાખી હતી.


તેં આશ્શૂરીઓ સાથે પણ વ્યભિચાર કર્યો છે, કારણ, તું તૃપ્ત થાય તેવી નહોતી. તેમની સાથે વ્યભિચાર કર્યા છતાં તને સંતોષ થયો નથી.


તે આશ્શૂરના રાજ્યપાલો અને સેનાનાયકો પર મોહી પડી. તેઓ સૌ સંપૂર્ણ શસ્ત્રસજ્જ સુંદર જુવાનો અને ઘોડેસ્વારો હતા.


મેં તે બન્‍ને સાથે લગ્ન કર્યાં અને મારાથી તેમને સંતાનો થયાં. ઓહોલા મારી હતી છતાં તેણે વેશ્યાવૃત્તિ ચાલુ રાખી અને તે આશ્શૂરમાંના પોતાના પ્રેમીઓ પર મોહિત થઇ ગઇ હતી.


આશ્શૂર દેશ અમને બચાવી શકે નહિ અને યુદ્ધના ઘોડાઓ અમને રક્ષણ આપી શકે નહિ. હવે અમે મૂર્તિઓને નહિ કહીએ કે તમે અમારા ઈશ્વર છો. અમે કબૂલ કરીએ છીએ: હે પ્રભુ, અનાથો પર તમે દયા દર્શાવો છો.”


ભોળા કબૂતરની જેમ એફ્રાઇમ મદદ માટે ફાંફાં મારે છે; પહેલાં તેના લોકો ઇજિપ્તની મદદ માગે છે અને પછી તેઓ આશ્શૂર તરફ દોડે છે!


Lean sinn:

Sanasan


Sanasan