Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 15:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુએ તેને કોઢના રોગથી શિક્ષા કરી અને તેને તે રોગ જીવનપર્યંત રહ્યો. સર્વ ફરજમાંથી મુક્ત થઈ તે પોતાના ઘરમાં અલગ રહ્યો અને ત્યારે તેનો પુત્ર યોથામ દેશનો વહીવટ ચલાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યહોવા રાજા પર આફત લાવ્યા, તેથી તે તેના મરણના દિવસ સુધી કોઢિયો રહ્યો, ને અલાહિદા ઘરમાં રહ્યો. અને તેને તેની બધી ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યો અને રાજાનો દીકરો યોથામ ઘરનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય કરતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહોવાહ રાજા પર દુઃખ લાવ્યા, તે તેના મરણના દિવસ સુધી કુષ્ઠ રોગી રહ્યો અને અલગ ઘરમાં રહ્યો. રાજાનો દીકરો યોથામ, ઘરનો ઉપરી થઈને દેશના લોકો પર શાસન કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવાએ તેને રકતપિત્તનો રોગી બનાવ્યો, અને મરતાં સુધી તે રોગથી પીડાતો રહ્યો. તેથી તેને બધા કાર્યોથી મુકત કરવામાં આવ્યો અને તે પોતાના ઘરમાં એકલો રહેતો હતો, તેનો પુત્ર યોથામે મહેલનો કબજો લઇને દેશના લોકો પર શાસન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 15:5
20 Iomraidhean Croise  

એના ખૂનની સજા યોઆબ અને તેના આખા કુટુંબ પર આવી પડો. એની સર્વ પેઢીમાં કોઈક ને કોઈક એવો માણસ હોય કે જેને પરમિયો કે રક્તપિત્તનો રોગ હોય અથવા જે માત્ર સ્ત્રીનું જ કામ કરવા યોગ્ય હોય અથવા તે યુદ્ધમાં મરી જાય અથવા તેની પાસે પૂરતું ખાવાનું ન હોય.”


દાવિદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યુ અને તેની સમગ્ર પ્રજા પ્રત્યે દાવિદ ન્યાયી અને સમભાવી વર્તાવ રાખતો.


શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.


તેથી તમારા લોક પર ન્યાયપૂર્વક રાજ કરવાને અને ભલુંભૂંડું પારખવાને મને જ્ઞાની હૃદય આપો. નહિ તો, હું કેવી રીતે તમારી આ મહાન પ્રજા પર ન્યાયપૂર્વક રાજ કરી શકું?”


રમાલ્યાના પુત્ર ઇઝરાયલના રાજા પેક્હના અમલના બીજા વર્ષમાં, ઉઝિયાનો પુત્ર યોથામ યહૂદિયાનો રાજા બન્યો.


ઉઝિયાનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.


હવે નામાનનો કોઢ તારા પર અને તારા વંશજો પર હમેશાં ઊતરશે!” ગેહઝી ગયો ત્યારે તેને કોઢ લાગેલો હતો. તેની ચામડી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી.


ચાર રક્તપિત્તિયા સમરૂનના દરવાજા બહાર એકબીજા સાથે વાત કરતા હતા, “આપણે મરી જઈએ ત્યાં સુધી અહીં રાહ જોવાની શી જરૂર છે?


આહાઝ, હિઝકિયા, મનાશ્શા, આમોન અને યોશિયા.


યહૂદિયાના રાજા યોથામ અને ઇઝરાયલના રાજા યરોબામના દિવસોમાં આ વંશાવળીની વિગતો એકત્ર કરી નોંધવામાં આવી હતી.


ઈશ્વર તો રાજવંશીઓની શરમ ભરતા નથી, અને ગરીબોને ભોગે ધનવાનોની તરફેણ કરતા નથી. કારણ, એ બધું જ તેમના હાથનું સર્જન છે.


હે ઈશ્વર, અમારા રાજાને તમારા જેવો અદલ ઇન્સાફ કરનાર બનાવો, તેના રાજવી વ્યક્તિત્વને ન્યાયપ્રિયતા પ્રદાન કરો.


યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા અને ઇઝરાયલના રાજા, એટલે કે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન પ્રભુએ બએરીના પુત્ર હોશિયાને આપેલો આ સંદેશ છે.


રોગ ચાલુ રહે ત્યાં સુધી તે અશુદ્ધ છે. તેણે છાવણી બહાર લોકોથી દૂર અલગ વસવાટ કરવો.


યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના અમલ દરમ્યાન પ્રભુએ આ સંદેશ મોરેશેથ નગરના મિખાને જણાવ્યો હતો. સમરૂન અને યરુશાલેમ વિષેના દર્શનમાં પ્રભુએ તેને આ બાબતો પ્રગટ કરી હતી.


અને મંડપ પરથી વાદળ હટી ગયું અને મિર્યામને એકાએક કોઢ ફૂટી નીકળ્યો. તેની ચામડી બરફ જેવી શ્વેત થઈ ગઈ. આરોને મિર્યામ તરફ જોયું તો તેનું શરીર કોઢથી છવાઈ ગયું હતું.


પ્રભુએ જવાબ આપ્યો, “જો તેનો પિતા તેના મુખ પર થૂંક્યો હોત તો તેણે સાત દિવસ સુધી શરમ વેઠવી પડત. તેથી સાત દિવસ સુધી તેને પડાવની બહાર રાખો અને ત્યાર પછી તેને પાછી લાવવામાં આવે.”


“રક્તપિત્તના રોગ વિષે સાવધ રહેજો. એ રોગની બાબતમાં લેવીકુળના યજ્ઞકારોને મેં આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ તમને જે શિક્ષણ આપે તેનું ખંતથી પાલન કરજો.


Lean sinn:

Sanasan


Sanasan