Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 15:19 - પવિત્ર બાઇબલ C.L.

19 આશ્શૂરના સમ્રાટ પુલે ઉર્ફે તિગ્લાથ પિલેસેરે ઇઝરાયલ પર ચડાઈ કરી અને મનાહેમે તેને ચોત્રીસ હજાર કિલો ચાંદી આપી, એ સારુ કે દેશ પર મનાહેમની સત્તાની પકડ મજબૂત બનાવવા તે તેને ટેકો આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 આશૂરના રાજા પૂલે દેશ પર ચઢાઈ કરી. મનાહેમે પોતાનાં હાથમાં રાજ સ્થિર કરવા માટે પૂલને પોતાના પક્ષનો કરી લેવા તેને એક હજાર તાલંત રૂપું આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 આશ્શૂરના રાજા પૂલે દેશ પર આક્રમણ કર્યુ. મનાહેમે પોતાના હાથમાં ઇઝરાયલનું રાજ મજબૂત કરવા માટે પૂલને પોતાના પક્ષનો કરી લેવા તેને એક હજાર તાલંત ચાંદી આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તેના શાસન દરમ્યાન આશ્શૂરના રાજા પૂલે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ. ઇસ્રાએલમાં પોતાની સત્તા મજબૂત કરવામાં તેની મદદ મેળવવા માટે મનાહેમે તેને 34,000 કિલો ચાંદી આપી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 15:19
18 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા યોઆશે તેના પુરોગામી રાજાઓ યહોશાફાટ, યહોરામ, અને અહાઝયાએ પ્રભુને સમર્પિત કરેલાં સર્વ અર્પણો, વળી, તેણે પોતે આપેલાં સર્વ અર્પણો અને પ્રભુના મંદિરના તથા મહેલના ખજાનામાંથી સઘળું સોનું લઈને અરામના રાજા હઝાએલ પર ભેટ મોકલી. તેથી તે યરુશાલેમ પરથી પોતાનું સૈન્ય લઈ જતો રહ્યો.


રાજ્ય પર પોતાની પકડ મજબૂત થતાં અમાસ્યાએ પોતાના પિતા રાજા યોઆશને મારી નાખનાર અમલદારોની ક્તલ કરી.


તેણે પ્રભુની નજરમાં ઘૃણાજનક એવું આચરણ કર્યું. તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપોમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનો પોતાના જીવનપર્યંત ત્યાગ કર્યો નહિ.


મનાહેમે આ ભેટ આપવા માટે ઇઝરાયલના સર્વ ધનિકો પાસેથી બળજબરીપૂર્વક વ્યક્તિદીઠ ચાંદીના પચાસ સિક્કાનો કર લીધો હતો. આમ, તિગ્લાથ પિલેસેર ત્યાં નહિ રોકાતાં પોતાના દેશમાં પાછો જતો રહ્યો.


પેક્હ રાજા હતો ત્યારે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેરે આયોન, આબેલ-બેથમાકા, યાનોઆ, કેદેશ અને હાસોર નગરો તેમજ ગિલ્યાદ, ગાલીલ તથા નાફતાલીના પ્રદેશો જીતી લીધા અને ત્યાંના લોકોને કેદ કરી આશ્શૂર લઈ ગયો.


આહાઝે પ્રભુના મંદિરમાંથી અને મહેલની તિજોરીમાંથી સોનુંચાંદી લઈને તે આશ્શૂરના સમ્રાટને ભેટમાં મોકલી આપ્યું.


તેણે મંદિરના કમાડો પરનું સોનું અને જે બારસાખો સોનાથી મઢાવી હતી તેનું બધું સોનું ઊતરડી લીધું અને સાન્હેરિબને મોકલાવ્યું.


હે ઈશ્વર, અમારા ઈશ્વર, તમે કેવા મહાન છો! તમે કેવા ભયાવહ અને પરાક્રમી છો! તમે કરારપૂર્વક આપેલાં તમારાં વચનો વિશ્વાસુપણે પાળો છો. આશ્શૂરના રાજાઓએ અમારા પર અત્યાચાર કર્યો તે સમયથી આજસુધી અમારા રાજાઓ, આગેવાનો, યજ્ઞકારો અને પૂર્વજો અને અમારા સર્વ લોકોએ કેટલું દુ:ખ સહન કર્યું છે તે યાદ રાખજો.


આશ્શૂર દેશ પણ તેમની સાથે જોડાયો છે. તેઓ લોતના વંશજો આમ્મોનીઓ અને મોઆબીઓના સમર્થ મળતિયા બન્યા છે.(સેલાહ)


છતાં સંકટમાં સપડાયેલાઓ માટે અંધકાર કંઈ કાયમ રહેવાનો નથી. ભૂતકાળમાં ઝબુલૂન અને નાફતાલીના કુળપ્રદેશો નામોશીપાત્ર થયા હતા, પણ ભવિષ્યમાં ભૂમધ્ય સમુદ્રના કાંઠાપ્રદેશના ધોરીમાર્ગથી યર્દનના કિનારા સુધીનો સમગ્ર ગાલીલ પ્રદેશ, જ્યાં પરદેશીઓ વસે છે, તેની પ્રતિષ્ઠા વધશે.


પ્રભુ કહે છે, “પ્રભુથી વિમુખ થઈને મર્ત્ય માણસ પર ભરોસો રાખનાર અને મનુષ્યના બળ પર જ આધાર રાખનાર શાપિત થશે.


પ્રભુ કહે છે, “ઇઝરાયલી પ્રજા તો સિંહોએ પાછળ પડી વેરવિખેર કરી નંખાયેલા ઘેટાંના ટોળા જેવી છે. પ્રથમ આશ્શૂરના રાજાએ તેમનો ભક્ષ કર્યો અને પછી બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર તેમનાં હાડકાં ચાવી ગયો.


મેં તે બન્‍ને સાથે લગ્ન કર્યાં અને મારાથી તેમને સંતાનો થયાં. ઓહોલા મારી હતી છતાં તેણે વેશ્યાવૃત્તિ ચાલુ રાખી અને તે આશ્શૂરમાંના પોતાના પ્રેમીઓ પર મોહિત થઇ ગઇ હતી.


તે વાછરડાની મૂર્તિ જ નજરાણાં તરીકે આશ્શૂરના સમ્રાટ પાસે લઈ જવાશે. પોતે અનુસરેલી સલાહને લીધે ઇઝરાયલના લોકો અપમાનિત અને લજ્જિત થશે.


“જ્યારે એફ્રાઈમને પોતાની બીમારીની ખબર પડી અને યહૂદિયાએ પોતાના જખમ જોયા, ત્યારે એફ્રાઈમ મદદ માટે આશ્શૂરના સમ્રાટ પાસે ગયો; પણ તે તેમને સાજા કરી શકયો નહિ કે ન તો તેમના જખમ રૂઝવી શકયો.


Lean sinn:

Sanasan


Sanasan