Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 15:12 - પવિત્ર બાઇબલ C.L.

12 એમ યેહૂની ચોથી પેઢી સુધી તેના વંશજ ઇઝરાયલના રાજ્યાસન પર બેસશે એવું પ્રભુએ તેને આપેલું વચન પૂર્ણ થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 યહોવાનું જે વચન તેમણે યેહૂને કહ્યું હતું, “તારી ચોથી પેઢી સુધી તારા પુત્રો ઇઝરાયલના રાજ્યાસન પર બેસશે” તે જ એ હતું. અને તે જ પ્રમાણે થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 આ યહોવાહનું વચન જે તેમણે યેહૂને કહ્યું હતું, “ચાર પેઢી સુધી તારા વંશજો ઇઝરાયલના સિંહાસન પર બેસશે.” અને તે પ્રમાણે થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આમ, યહોવાએ યેહૂને જે કહ્યું હતું તે સાચું પડયું કે, “ચાર પેઢી સુધી તારા વંશજો ઇસ્રાએલની ગાદી પર બેસશે.” અને એમ જ થયું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 15:12
17 Iomraidhean Croise  

આથી સાબિત થાય છે કે આહાબના વંશજો વિષે પ્રભુએ જે કહ્યું છે તે બધું તે નક્કી સાચું પાડશે. કારણ, પ્રભુ પોતાના સંદેશવાહક એલિયા મારફતે જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે.”


પ્રભુએ યેહૂને કહ્યું, “મારી દૃષ્ટિએ યોગ્ય છે તેનો અમલ કરીને તેં મારા મનની ઇચ્છા પ્રમાણે આહાબના રાજકુટુંબનો ઉચ્છેદ કર્યો હોઈ તારી ચોથી પેઢી સુધીના તારા વંશજો ઇઝરાયલમાં રાજા બનશે.”


યહૂદિયાના રાજા એટલે અહાઝયાના પુત્ર યોઆશના અમલના ત્રેવીસમા વર્ષમાં યેહૂનો પુત્ર યહોઆહાઝ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં સત્તર વર્ષ રાજ કર્યું.


યહૂદિયાના રાજા યોઆશના અમલના સાડત્રીસમા વર્ષમાં યહોઆહાઝનો પુત્ર યહોઆશ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં સોળ વર્ષ રાજ કર્યું.


યહોઆશ મરણ પામ્યો અને તેને સમરૂનમાં રાજવી કબરોમાં દફનાવ્યો, અને તેના પછી તેનો પુત્ર યરોબામ બીજો રાજા બન્યો.


યરોબામ મરણ પામ્યો અને તેને તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો, અને તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજા બન્યો.


ઝખાર્યાનાં બાકીનાં કામો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.


મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.”


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે.


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારાં કથનો કદી નિષ્ફળ જશે નહિ.


આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કહ્યા.


સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે એને ફાડવો નથી; એ કોને ભાગે આવશે તે જાણવા ચિઠ્ઠી નાખીએ.” “તેમણે મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં, અને મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખી.” એ શાસ્ત્રવચન પૂરું થાય તે માટે સૈનિકોએ એ પ્રમાણે કર્યું.


“મારા ભાઈઓ, ઈસુની ધરપકડ કરનારાઓના માર્ગદર્શક બનનાર યહૂદા અંગે દાવિદ દ્વારા પવિત્ર આત્માએ જે ભવિષ્યકથન ઉચ્ચાર્યું હતું તે પરિપૂર્ણ થવાની જરૂર હતી.


શમુએલ મોટો થયો. પ્રભુ તેની સાથે હતા અને તેમણે શમુએલને કહેલું બધું સાચું ઠેરવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan