Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 15:10 - પવિત્ર બાઇબલ C.L.

10 યાબેશના પુત્ર શાલ્લૂમે કાવતરું ઘડી ઝખાર્યા રાજાને ઇબ્લીમમાં મારી નાખ્યો અને તેની રાજસત્તા પચાવી પાડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યાબેશના દીકરા શાલ્લૂમે તેની વિરુદ્ધ બંડ કર્યું, ને લોકોની આગળ તેને મારીને મારી નાખ્યો, ને તેની જગાએ પોતે રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યાબેશના દીકરા શાલ્લૂમે તેની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું, લોકોની આગળ તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પછી તેની જગ્યાએ તે રાજા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યાબેશના પુત્ર શાલ્લૂમે તેની વિરૂદ્ધ કાવતરું કર્યું. ઇબ્લામ ખાતે તેને મારી નાખ્યો અને તેના પછી તે પોતે ગાદીએ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 15:10
16 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા આસાના અમલના ત્રીજા વર્ષમાં એ બન્યું. અને એમ નાદાબ પછી બાશા રાજા બન્યો.


યરુશાલેમમાં અમાસ્યાને મારી નાખવાનું કાવતરું રચાયું હતું, તેથી તે લાખીશ નગરમાં નાસી ગયો, પણ તેના દુશ્મનોએ તેની પાછળ પડી તેને ત્યાં મારી નાખ્યો.


ઝખાર્યાનાં બાકીનાં કામો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.


ગાદીનો પુત્ર મનાહેમ તિર્સાથી સમરૂન ચઢી આવ્યો અને શાલ્લૂમનું ખૂન કરીને તેના પછી રાજા બન્યો.


તે મરણ પામ્યો અને તેમણે તેને દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર પક્હ્યા રાજા બન્યો.


પક્હ્યાના લશ્કરી અધિકારી એટલે રમાલ્યાના પુત્ર પેક્હે તેની સામે વિદ્રોહ કર્યો. તેણે ગિલ્યાદમાં પચાસ માણસોને પોતાની સાથે રાખીને સમરૂનના રાજમહેલમાં આર્ગોબ અને આર્યેહ સહિત પક્હ્યાને મારી નાખ્યો, અને તેના પછી રાજા બન્યો.


ઉઝિયાના પુત્ર એટલે યહૂદિયાના રાજા યોથામના અમલના વીસમા વર્ષમાં એલાના પુત્ર હોશિયાએ પેક્હ રાજા સામે વિદ્રોહ કરીને તેને મારી નાખ્યો અને તેના પછી રાજા બન્યો.


તેના પોતાના પુરોગામીઓની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ આચરણ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં પાડનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું તેણે અનુકરણ કર્યું.


યેહૂએ પોતાનું ધનુષ્ય ઉપાડયું અને પોતાના પૂરા બળથી એક બાણ માર્યું, જે યોરામની પીઠમાં વાગી તેના દયને વીંધી નાખ્યું. યોરામ રથમાં જ ઢળી પડી મરણ પામ્યો.


યેહૂ દરવાજામાં પ્રવેશ્યો એટલે તે બોલી ઊઠી, “ઓ ઝિમ્રી, તારા રાજાનો ખૂની! તું શાંતિના ઇરાદે આવ્યો છે?”


તેમના ભભૂકી ઊઠેલા ક્રોધમાં તેઓ તેમના શાસકોને મારી નાખે છે. એમ તેમણે તેમના રાજાઓને એક પછી એક મારી નાખ્યા છે; પણ મદદ માટે કોઈ મને પ્રાર્થના કરતા નથી.”


“મારા લોકોએ મારી સંમતિ વિના રાજાઓ સ્થાપ્યા છે અને મને પૂછયા વિના આગેવાનો પસંદ કર્યા છે. તેમણે પોતાના નાશ માટે સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે,


ઇસ્હાકના વંશજોનાં ભક્તિનાં ઉચ્ચસ્થાનોનો નાશ થશે અને ઇઝરાયલનાં પવિત્રધામો ખંડિયેર બની જશે. યરોબઆમના રાજવંશનો હું તલવારની ધારે અંત લાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan