Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 14:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પણ ઇઝરાયલના રાજા યહોઆશ રાજાએ આવો જવાબ વાળ્યો: “એકવાર લબાનોન પર્વત પરના એક ઝાંખરાએ ગંધતરુ પર સંદેશો મોકલ્યો: ‘મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કરાવ.’ એવામાં ત્યાં થઈને જંગલી પ્રાણી પસાર થયું અને તેણે પેલા ઝાંખરાને ચગદી નાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે માણસો મોકલીને કહાવ્યું, “લબાનોન પરના ઉટકંટાએ લબાનોન પરના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે, ‘તારી દીકરીને મારા દીકરા સાથે પરણાવ.’ એવામાં લબાનોનૂં એક જંગલી જનાવર ત્યાં થઈને જતું હતું, તેણે તે ઉટકંટાને ખૂંદી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે વળતો સંદેશાવાહક મોકલીને કહાવ્યું, “લબાનોનના એક કાંટાળા છોડવાએ લબાનોનના દેવદાર વૃક્ષને પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે, “મારા દીકરા સાથે તારી દીકરીને પરણાવ,’ પણ એટલામાં લબાનોનનું એક જંગલી પશુ ત્યાં થઈને પ્રસાર હતું તેણે તે કાંટાળા છોડવાને કચડી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 રાજા યોઆશે અમાસ્યાને જવાબ આપ્યો, “લબાનોન કાંટાળી ઝાડીએ લબાનોનના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલ્યો છે, ‘મારે તારી દીકરી જોઇએ છે; મારા પુત્રની પત્ની બનવા માટે.’ પણ લબાનોનના જંગલી પશુઓએ આવીને કાંટાળી ઝાડીને કચડી નાખી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 14:9
15 Iomraidhean Croise  

લબાનોનનાં ગંધતરુથી માંડીને ભીંત પર ઊગી નીકળતા ઝુફા સુધીની સર્વ વનસ્પતિ વિષે તેણે વિવેચન કર્યું; તેણે પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને માછલીઓ વિષે પણ વિવેચન કર્યું.


ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યાને પ્રત્યુત્તર પાઠવ્યો: “એકવાર લબાનોનના પહાડીપ્રદેશમાં એક ઝાંખરાએ ગંધતરુના વૃક્ષને સંદેશો મોકલ્યો, ‘તારી પુત્રીને મારા પુત્ર સાથે પરણાવ. એવામાં ત્યાં થઈને એક જંગલી જાનવર પસાર થયું અને તેણે પેલા ઝાંખરાને કચડી નાખ્યું.


તેથી પ્રભુએ આશ્શૂરના રાજાના સેનાપતિઓ દ્વારા યહૂદિયા પર આક્રમણ કરાવ્યું. તેમણે મનાશ્શાને પકડયો, તેને કડીઓ પહેરાવી અને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયા.


અરે, એથી ઊલટું, તો હું જુવાન હતો ત્યારથી અનાથને મારાં છોકરાંની જેમ ઉછેર્યાં છે, અને મેં મારા બાળપણથી જ વિધવાઓને માર્ગદર્શન આપ્યું છે!


ત્યાં પ્રભુના દૂતે તેને એક છોડવા મધ્યે અગ્નિની જવાળામાં દર્શન આપ્યું. મોશેએ જોયું તો છોડવો સળગતો હતો, પણ બળીને ભસ્મ થતો નહોતો.


મૂર્ખના મુખમાંની કહેવત છાકટા હાથમાં ભોંક્યેલ કાંટા જેવી નકામી છે.


કાંટાઓમાં ફૂલ હોય, તેમ નવયૌવનાઓ મધ્યે મારી પ્રિયતમા છે.


તેના રાજગઢો પર કાંટા અને કિલ્લાઓ પર ઝાંખરાં ઊગી નીકળશે અને તેઓ શિયાળવાંની બોડ અને શાહમૃગોનો વાસ બની જશે.


ત્યારે મેં કહ્યું, “અરે, પ્રભુ પરમેશ્વર, મારી પાસે એવું કરાવશો નહિ. સૌ કોઇ મારે વિશે આ જ ફરિયાદ કરે છે કે, એ તો હંમેશા ગૂઢ વાણી જ ઉચ્ચારે છે.”


વિનાશમાંથી ઊગરવા લોકો નાસી છૂટશે ત્યારે ઇજિપ્તીઓ તેમને એકઠા કરીને મેમ્ફીસ નામના સ્થળે દફન કરવા માટે લઈ જશે. તેમના રૂપાના દાગીના ઝાંખરામાં પડશે અને તેમનાં ઘરની જગ્યાએ કાંટા ઊગી નીકળશે.


જો પગ કહે, “હું હાથ નથી, તેથી હું શરીરનો અવયવ નથી;” તો તેથી તે શરીરનો અવયવ મટી જતો નથી.


ઇઝરાયલીઓ પર ભીષણ હુમલો થયો અને તેઓ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાઈ ગયા. તેમનામાંના કેટલાક ગુફાઓમાં, ખાઈઓમાં, ખડકોમાં, ખાડાઓમાં અને કોતરોમાં સંતાઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan