Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 14:10 - પવિત્ર બાઇબલ C.L.

10 હવે અમાસ્યા, તેં અદોમીઓને હરાવ્યા તેથી તું ગર્વિષ્ઠ થયો છે. તારી કીર્તિથી સંતોષ માનીને તારે ઘેર રહે. તારા પર અને તારા લોકો પર આપત્તિ આવે એવી મુશ્કેલી શું કરવા ઊભી કરે છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેં અદોમને માર્યો છે એ તો ખરું, એથી તને ગર્વ ચઢ્યો છે. તારો ગર્વ તારી પાસે રાખીને તું તારે ઘેર જ રહે; તું શા માટે પોતાને માથે પીડા વહોરી લે છે, ને તું પોતે તથા તારી સાથે યહૂદિયા પણ શા માટે નાશ પામો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને તેનો ખૂબ જ ગર્વ છે. તારી જીતનો ઘમંડ તારી પાસે રાખ અને તારા ઘરમાં જ બેસી રહે, કેમ કે, શા માટે તું તારા કારણે પોતાના અને યહૂદિયા એમ બંન્ને પર મુસીબત લાવીને બન્ને નાશ પામો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને એનો ખૂબ ગર્વ છે. પણ મારી સલાહ છે કે તારી જીતથી સંતોષ માન અને તારા ઘેર જ બેસી રહે. તારા પોતાના પર અને યહૂદા પર એમ બંને પર શા માટે આફત નોતરે છે?”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 14:10
26 Iomraidhean Croise  

અમાસ્યાએ મીઠાની ખીણમાં દસ હજાર અદોમી સૈનિકોને મારી નાખ્યા; તેણે લડાઈમાં સેલા નગર જીતી લઈ તેનું નામ યોકથેલ પાડયું. આજે પણ તેનું એ જ નામ છે.


ઉઝિયા રાજા બળવાન બન્યો એટલે તે ઘમંડી બન્યો અને તેથી એનું પતન થયું. પોતાના ઈશ્વર પ્રભુ પ્રત્યે સાચી નિષ્ઠાને અભાવે તેણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપવેદી પર ધૂપ બાળ્યો અને એમ તેના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કર્યો.


પણ પ્રભુએ તેને માટે જે કર્યું તેનો આભાર નહિ દર્શાવતાં તે ગર્વિષ્ઠ બન્યો અને તેથી યહૂદિયા અને યરુશાલેમ પર પ્રભુનો કોપ ઊતર્યો.


પણ નખોએ રાજદૂતો દ્વારા યોશિયાને આ સંદેશો પાઠવ્યો: “હે યહૂદિયાના રાજા, મારી આ લડાઈ તારી સાથે નથી. હું તારી સાથે નહિ, પણ મારા શત્રુઓ સાથે લડવા આવ્યો છું અને ઈશ્વરે મને ઉતાવળ કરવા કહ્યું છે. ઈશ્વર મારે પક્ષે છે તેથી તું તેમની ઇચ્છા વિરુદ્ધ આડખીલી ઊભી કરીશ નહિ, નહિ તો તે તારો વિનાશ કરશે.”


મોશેએ ફેરોને કહ્યું, “ભલે, તમારી એવી ઇચ્છા હોય તો તમારે માટે, તમારા અમલદારો માટે અને તમારી પ્રજા માટે હું ક્યારે પ્રભુને વિનંતી કરું કે તમારી પાસેથી અને તમારાં ઘરોમાંથી દેડકાં નાશ પામે અને માત્ર નાઇલમાં જ દેડકાં રહે?”


ઉગ્ર સ્વભાવના લોકો ઝઘડા ઊભા કરે છે; પણ ધૈર્યવાન લોકો કજિયા શાંત પાડે છે.


અહંકારનો અંજામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવ પાયમાલીમાં પરિણમે છે.


ઝઘડાનો આરંભ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે; એ વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો.


ઝઘડાથી દૂર રહેવામાં માણસનું ગૌરવ જળવાય છે; પણ મૂર્ખજન કજિયા કરવા તત્પર હોય છે.


તારી નજરે જોયેલી વાત માટે પણ દાવો માંડતા પહેલાં પૂરી ચોક્સાઈ કર; નહિ તો તારો પ્રતિવાદી તારી વાતનું ખંડન કરે, ત્યારે તારે ભોંઠા પડવું પડશે.


પારકાના ઝઘડામાં પડીને ઉશ્કેરાટમાં આવી જવું એ રખડતા કૂતરાના કાન ખેંચવા જેવું છે.


તારું કયારેય કશું ખોટું કર્યું નથી તેવી વ્યક્તિ સાથે વિના કારણ વાદવિવાદ ન કર.


તેં બુદ્ધિમાન વેપારીની બુદ્ધિથી ઘણો નફો કર્યો છે. તારી સંપત્તિને લીધે તારું મન ગર્વિષ્ઠ બન્યું છે.


પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “ભૂતકાળમાં મારા સેવકો, એટલે ઇઝરાયલના સંદેશવાહકો દ્વારા મેં એવું ઘણીવાર જાહેર કર્યું હતું કે હું કોઈને ઇઝરાયલ પર આક્રમણ કરવા મોકલીશ, ત્યારે હું તારા જ વિષે કહેતો હતો.”


“હે મનુષ્યપુત્ર, માગોગ દેશની મેશેખ અને તુબાલની પ્રજાઓના મુખ્ય શાસક ગોગ તરફ તારું મુખ રાખ અને તેની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.


એ સૈન્યમાં ઇરાન, કૂશ તથા પુટનાં ઢાલ અને શિરટોપથી સજ્જ થયેલ સૈનિકો છે.


વિજયને લીધે અને પોતે મારી નાખેલા સૈનિકોને લીધે તે ગર્વિષ્ઠ બનશે, પણ તેનો વિજય ઝાઝો ટકશે નહિ.


અને સંદેશ તો આવો છે: ‘દુષ્ટો બચી જશે નહિ, પણ જેઓ ઈશ્વરપરાયણ છે તેઓ જીવશે, કારણ, તેમનો વિશ્વાસ ઈશ્વર પર છે.’


સંપત્તિ ઠગારી છે. લોભીઓ, ઘમંડી અને બેચેન હોય છે. મૃત્યુલોક શેઓલના જેવી તેમની લાલસા હોય છે અને મોતની માફક તેઓ ક્યારેય સંતોષ પામતા નથી. તેઓ એક પછી બીજી પ્રજાઓને જીતી લે છે.


ત્યારે તમારું મન ગર્વિષ્ઠ ન થઈ જાય અને તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ તે માટે સાવધ રહેજો. કારણ, એમણે જ તમને ઇજિપ્ત દેશની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા છે.


કોઈ ગરીબ ભાઈને ઈશ્વર ઉચ્ચ પદવી આપે,


ઈશ્વર વધુ કૃપા આપે તે માટે શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગર્વિષ્ઠને ધિક્કારે છે, પણ નમ્રને કૃપા આપે છે.”


અબિમેલેખે એ બુરજ પર હુમલો કર્યો અને બુરજને આગ લગાડવા તે તેના બારણા નજીક ગયો.


Lean sinn:

Sanasan


Sanasan