Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 13:7 - પવિત્ર બાઇબલ C.L.

7 યહોઆહાઝના સૈન્યમાં માત્ર પચાસ ઘોડેસ્વાર, દસ રથો, અને દસ હજાર પાયદળ બાકી રહ્યાં હતાં; કારણ, અરામના રાજાએ બાકીનાં દળોને ખળાની ધૂળની જેમ રગદોળી નાખી તેમનો કચ્ચરઘાણ વાળ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેણે પચાસ સવારો, દશ રથો તથા દશ હજાર પાયદળ સિવાય યહોઆહાઝ પાસે બીજું કંઈ સૈન્ય રહેવા દીધું નહિ. કેમ કે અરામના રાજાએ તેમનો નાશ કરીને તેમને ખળીની ધૂળ જેવા કરી નાખ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અરામીઓએ યહોઆહાઝ પાસે પચાસ ઘોડેસવાર, દસ રથો તથા દસ હજાર સૈનિકો સિવાય બીજું કંઈ રહેવા દીધું નહિ. કેમ કે અરામના રાજાએ તેઓનો નાશ કરીને ખળીના ભૂસા જેવા કરી નાખ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોઆહાઝ પાસે કોઇ સૈન્ય નહોતું સિવાય કે 50 ઘોડેસવાર, 10 રથ અને 10,000 સૈનિકો કારણ કે અરામના રાજાએ તેના બાકીના સૈન્યનો નાશ કરી નાખ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 13:7
17 Iomraidhean Croise  

હું તેમને કચડું છું અને તેઓ ધૂળ સમાન થઈ જાય છે. શેરીમાંના ક્દવની જેમ હું તેમને રગદોળીને ફંગોળું છું.


તેથી રાજાએ પ્રાંતના સેનાપતિઓ હસ્તકના જુવાન સૈનિકોને બોલાવ્યા. તેઓ બધા મળીને બસો બત્રીસ હતા. પછી તેણે ઇઝરાયલી સૈન્યને બોલાવ્યું. તેમાં એકંદરે સાત હજાર માણસો હતા.


ઇઝરાયલીઓ પણ એકઠા થયા અને શસજ્જ બન્યા; તેઓ પણ કૂચ કરી નીકળ્યા અને અરામીઓ સામે બે જૂથમાં છાવણીઓ નાખી. સમગ્ર સીમાડાને છાઈને પડેલા અરામીઓ આગળ ઇઝરાયલીઓ બકરાંનાં બે નાનાં ટોળાં જેવા લાગતા હતા.


એ વખતે પ્રભુએ ઇઝરાયલના પ્રદેશનો વિસ્તાર ઘટાડવા માંડયો. અરામના રાજા હઝાએલે યર્દનની પૂર્વગમનો ઇઝરાયલનો બધો પ્રદેશ


યહોઆહાઝનાં અન્ય કાર્યો, તેની સિદ્ધિઓ અને પરાક્રમો ઇઝરાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં છે.


હઝાએલે પૂછયું, “ગુરુજી, તમે કેમ રડો છો?” એલિશાએ જવાબ આપ્યો, “એટલા માટે કે ઇઝરાયલના લોકો વિરુદ્ધ જે ભયાનક કૃત્યો તું કરવાનો છે તે હું જાણું છું. તું તેમના કિલ્લાઓને આગ લગાડશે, તેમના ઉત્તમ યુવાનોની ક્તલ કરશે, તેમનાં બાળકોને પછાડી નાખશે અને તેમની સગર્ભા સ્ત્રીઓને ચીરી નાખશે.”


હું શત્રુઓના ચૂરેચૂરા કરી તેમને પવનથી ઊડી જાય તેવી ધૂળ જેવા બનાવી દઉં છું. એથી વિશેષ, હું તેમને રસ્તા પરના કીચડની જેમ ખૂંદું છું.


તો હવે મારા માલિક આશ્શૂરના રાજા સાથે બાંધ -છોડ કરી લે! જો તું બે હજાર ઘોડેસવારો પૂરા પાડે તો હું તને એટલા ઘોડા આપીશ.


કોણે પૂર્વના એક રાજાને ઉશ્કેરીને પોતાના ન્યાયીપણાના પ્રતિપાદન અર્થે બોલાવ્યો છે? કોણે પ્રજાઓને તેના હાથમાં સોંપી દીધી છે? કોણે રાજાઓને એને તાબે કરી દીધા છે? તે પોતાની તલવારથી તેમને ધૂળમાં મેળવી દે છે અને પોતાનાં તીરોથી તેમને ઊડી જતા તરણા જેવા કરી નાખે છે.


ન્યાયની ખીણમાં હજારોહજાર ભેગાં થયાં છે. ત્યાં જ પ્રભુનો દિવસ જલદીથી આવશે.


હું તમારી વિરુદ્ધ થઈશ. જેથી, દુશ્મનોને હાથે તમે પરાજિત થશો. તેઓ તમારા પર રાજ ચલાવશે. કોઈ તમારી પાછળ પડયું ન હોવા છતાં તમે બીકના માર્યા નાસભાગ કરશો.


પ્રભુ કહે છે: “દમાસ્ક્સના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે ગિલ્યાદ પર કાળો કેર વર્તાવ્યો છે.


મેં ઇજિપ્ત પર મોકલી હતી તેવી મરકી તમારા પર મોકલી. મેં યુદ્ધમાં તમારા જુવાનોની ક્તલ કરી અને તમારા ઘોડાઓનું મેં હરણ કરાવ્યું. તમારી છાવણીના મૃતદેહોની દુર્ગંધથી મેં તમારાં નસકોરાં ભરી દીધાં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.


શમુએલ ગિલ્ગાલથી બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં ગયો. શાઉલ પોતાના સૈનિકો પાસે જતો હતો ત્યારે બાકી રહેલા લોકો તેની પાછળ ગયા. શાઉલે છસો માણસની બનેલી તેની ટુકડીની તપાસ કરી લીધી.


Lean sinn:

Sanasan


Sanasan