Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 13:23 - પવિત્ર બાઇબલ C.L.

23 પણ પ્રભુ તેમના પ્રત્યે ભલા અને દયાળુ હતા. અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ સાથેના પોતાના કરારને લીધે પ્રભુએ ઇઝરાયલીઓ પ્રત્યે સદ્ભાવના દાખવીને તેમણે તેમનો નાશ કર્યો નહિ કે તેમને વીસરી ગયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ યહોવાએ ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબ સાથેના પોતાના કરારને લીધે તેઓ પર કૃપા કરી, તેઓ પર દયા રાખી, ને તેઓનો પક્ષ કર્યો, ને તેઓનો નાશ કરવાનું ચાહ્યુ નહિ, તેમ જ તેમણે તેમને હજી સુધી પોતાની હજૂરમાંથી દૂર કર્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પણ યહોવાહે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારને લીધે તેઓના પર દયા રાખી, કૃપા કરી અને તેઓની કાળજી રાખી. માટે યહોવાહે તેઓનો નાશ કર્યો નહિ અને પોતાની હજૂરમાંથી દૂર કર્યાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પણ યહોવાએ કૃપા કરીને તેમની દયા ખાધી. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારને કારણે તેની તેમના પ્રત્યે કૃપાદૃષ્ટિ હતી અને તેમનો નાશ કરવાની તેની ઇચ્છા નહોતી, તેમ અત્યાર સુધી તેણે તેમને પોતાની નજરથી દૂર પણ કર્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 13:23
36 Iomraidhean Croise  

ત્યારે પ્રભુએ કહ્યું, “મારો આત્મા માણસમાં સદા વાસો કરશે નહિ, કારણ, માણસ આખરે મર્ત્ય છે. હવે પછી માણસની આયુમર્યાદા માત્ર 120 વર્ષની રહેશે.”


હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારો સેવક છું. મારી પ્રાર્થના સાંભળો અને મારી આજની અરજો પૂરી કરો.


અરામના રાજા હઝાએલના મરણ પછી તેનો પુત્ર બેનહદાદ રાજા બન્યો.


પછી યહોઆહાઝે પ્રભુને પ્રાર્થના કરી, અને અરામનો રાજા ઇઝરાયલીઓ પર કેવો ક્રૂર જુલમ કરતો હતો તે જોઈને પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી.


પ્રભુએ ઇઝરાયલની કરુણ દશા જોઈ અને તેમની મદદ કરવા માટે કોઈ પુરુષ નહોતો;


પણ પ્રભુનો ઇરાદો ઇઝરાયલનું આકાશ તળેથી નામનિશાન ભૂંસાઈ જાય એ રીતે તેમનું નિકંદન કાઢી નાખવાનો નહોતો. તેમણે તેમને રાજા યરોબામ બીજાના હાથે બચાવ્યા.


તેથી પ્રભુએ ઇઝરાયલ પર કોપાયમાન થઈ તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા અને માત્ર યહૂદિયાનું કુળરાજ્ય જાળવી રાખ્યું.


પ્રભુએ સર્વ ઇઝરાયલીઓનો ત્યાગ કર્યો અને તેમને શિક્ષા કરી તેમને તેમના ક્રૂર શત્રુઓના હાથમાં સોંપી દીધા અને અંતે તેમણે તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા.


છેવટે પોતાના સેવક સંદેશવાહકો દ્વારા પ્રભુએ કહ્યું હતું તેમ તેમણે તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા. એમ ઇઝરાયલના લોકો બંદિવાન તરીકે આશ્શૂરમાં લઈ જવાયા અને આજે પણ તેઓ ત્યાં રહે છે.


યરુશાલેમ અને યહૂદિયાના લોકોએ પ્રભુને એટલા કોપાયમાન કર્યા કે છેવટે પ્રભુએ તેમને પોતાની નજર આગળથી હાંકી કાઢયા.


તે સદા પોતાનો કરાર પાળે છે, અને પોતે આપેલું વચન હજારો પેઢી સુધી યાદ રાખે છે.


એ કરાર તેમણે અબ્રાહામ સાથે કર્યો હતો, અને તે વિષે ઇસ્હાક સાથે શપથ લીધા હતા.


ઈશ્વરે પોતાના લોકની ખાતર પોતાનો કરાર સંભાર્યો અને તેમના અગાધ પ્રેમને લીધે તેમને દયા આવી.


તમારી સંમુખથી મને કાઢી મૂકશો નહિ, અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.


છતાં રહેમદિલ ઈશ્વરે તેમનાં પાપ માફ કર્યાં, અને તેમનો વિનાશ કર્યો નહિ. વારંવાર ઈશ્વરે પોતાના ક્રોધને અંકુશમાં રાખ્યો, અને પોતાના પ્રકોપને પૂરેપૂરો ભભૂકવા દીધો નહિ,


પરંતુ હે પ્રભુ, તમે રહેમી અને દયાળુ છો; કોપ કરવામાં ધીમા તેમજ પ્રેમ અને વિશ્વાસુપણાથી ભરપૂર છો.


પ્રભુએ તેને કહ્યું, “હું તને મારા ગૌરવનું દર્શન કરાવીશ અને તારી સમક્ષ મારું પવિત્ર નામ જાહેર કરીશ. હું પ્રભુ છું, અને જેમને હું પસંદ કરું છું તેમને મારી કૃપા તથા દયા દર્શાવું છું.


એ પ્રજાઓને ઉખેડી નાખ્યા પછી હું તેમના પર દયા કરીશ અને દરેક પ્રજાને પોતાના વતનમાં અને પોતાના દેશમાં પાછી લાવીશ.


જો કે તે આપણા પર દુ:ખ લાવે, તોય તે દયા દાખવશે, કારણ, આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ અવિચળ છે.


ત્યારે હું યાકોબ, ઇસ્હાક અને અબ્રાહામ સાથેનો મારો કરાર યાદ કરીશ અને તેમને દેશ આપવા અંગેનું મારું વચન હું યાદ કરીશ.


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


જ્યારે પ્રભુ જોશે કે તેના લોક નિર્બળ થઈ ગયા છે, અને બંદિવાન કે મુક્ત કોઈ બાકી રહ્યો નથી; ત્યારે પ્રભુ પોતાના લોકને બચાવી લેશે અને પોતાના સેવકો પ્રતિ કરુણા દર્શાવશે.


તેઓ પ્રભુની હાજરીમાંથી અને તેમના મહિમાવંત સામર્થ્યમાંથી અલગ રહેશે અને સાર્વકાલિક નાશની શિક્ષા ભોગવશે.


એમ તેમણે તેમના અન્ય દેવતાઓથી વિમુખ થઈને પ્રભુની ઉપાસના કરી, એટલે પ્રભુને ઇઝરાયલની આફત જોઈને દયા આવી.


Lean sinn:

Sanasan


Sanasan