Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 13:14 - પવિત્ર બાઇબલ C.L.

14 સંદેશવાહક એલિશા મરણતોલ માંદો પડયો, અને તે મરવા પડયો હતો ત્યારે ઇઝરાયલનો રાજા યોઆશ તેની મુલાકાતે ગયો. તે રડતાં રડતાં બોલી ઊઠયો, “મારા પિતા, મારા પિતા, તમે તો રથો અને ઘોડેસ્વારોની સમાન ઇઝરાયલનું રક્ષણ કરનાર છો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એલિશા મરણપથારીએ પડ્યો હતો. ઇઝરયલનો રાજા યોઆશ તેની પાસે આવ્યો, અને તેને જોઈને રડી પડ્યો, ને કહ્યું, “મારા પિતા, મારા પિતા, ઇઝરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જ્યારે એલિશા મરણપથારીએ પડ્યો હતો. ત્યારે ઇઝરાયલના રાજા યોઆશે તેની પાસે આવીને રડીને કહ્યું, “હે મારા પિતા! મારા પિતા! જો ઇઝરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જયારે એલિશા ભયંકર માંદગીમાં પથારીવશ થઈ ગયો ત્યારે ઇસ્રાએલનો રાજા યોઆશ તેની પાસે જઈને રડવા લાગ્યો અને બોલ્યો, “હે મારા પિતા! મારા પિતા! તમે તો ઇસ્રાએલના રથ અને ઘોડેસવાર છો!”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 13:14
19 Iomraidhean Croise  

થોડા સમય પછી યોસેફને સમાચાર મળ્યા કે, “તારા પિતા બીમાર પડયા છે.” તેથી તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો.


યાકોબે પોતાના પુત્રોને એ આજ્ઞા આપી પછી તે પથારીમાં પગ લંબાવીને સૂઈ ગયો અને અવસાન પામ્યો અને પોતાના પિતૃઓ સાથે મળી ગયો.


ત્યારે યોસેફ પોતાના પિતાના મુખ પર પડીને રડવા તથા ચુંબન કરવા લાગ્યો.


યહોઆશનાં બાકીનાં કામ અને યહૂદિયાના રાજા અમાસ્યા વિરુદ્ધની લડાઈમાં તેણે દાખવેલ શૌર્યની વિગતો ઈઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે.


યહોઆશ મરણ પામ્યો અને તેને સમરૂનમાં રાજવી કબરોમાં દફનાવ્યો, અને તેના પછી તેનો પુત્ર યરોબામ બીજો રાજા બન્યો.


એલિશાએ તેને આજ્ઞા કરી. “એક ધનુષ્ય અને થોડાંક બાણ લે.” યોઆશે તે હાથમાં લીધાં.


એ દૃશ્ય જોઈને, એલિશા બૂમ પાડી ઊઠયો, “બાપ રે બાપ, ઇઝરાયલના રથો અને તેમના સવારો!” પછી તેણે એલિયાને કદી જોયો નહિ. એલિશાએ દુ:ખમાં ને દુ:ખમાં પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ભાગ કરી નાખ્યા.


એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ બીમાર પડયો. આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ તેની પાસે જઈને કહ્યું, “તું તારા રાજકારભારનો પ્રબંધ કર એવું પ્રભુ કહે છે. કારણ, તું સાજો થવાનો નથી; પણ મૃત્યુ પામવાનો છે.”


ઇઝરાયલના રાજાએ અરામીઓને જોઈને એલિશાને પૂછયું, “ગુરુજી, હું તેમને મારી નાખું? તેમને મારી નાખું?”


હે પ્રભુ, અમને બચાવો; કારણ, ધાર્મિકજનોની ભારે ખોટ વર્તાય છે; અને જનસમાજમાંથી ઈમાનદારો નામશેષ થઈ ગયા છે.


સદાચારીની આશિષથી નગરની ઉન્‍નતિ થાય છે, પણ દુષ્ટોના શબ્દોથી તેનો ઉચ્છેદ થાય છે.


સદાચારીઓ માર્યા જાય છે અને તે પર કોઈ ધ્યાન દઈને વિચારતું નથી. નિષ્ઠાવાન માણસો મરણ પામે છે પણ કોઈ સમજતું નથી કે તેમને ભાવિ વિપત્તિમાંથી ઉપાડી લેવામાં આવે છે.


એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


મેં તેમના એક એવા માણસની શોધ કરી છે જે કોટને બાંધે અને દેશને બચાવવા કોટમાં પડેલાં ગાબડામાં ઊભો રહે અને મારા કોપમાં દેશનો વિનાશ કરતા મને રોકે. પણ મને એવો એકેય માણસ મળ્યો નહિ.


તમારા પૂર્વજો અને એ સંદેશવાહકો તો અત્યારે નથી.


હેરોદ યોહાનનું માન રાખતો હતો; કારણ, તે જાણતો હતો કે યોહાન ધર્મનિષ્ઠ અને પવિત્ર માણસ છે; અને તેથી તેણે તેને સલામત રાખ્યો હતો. તેનું સાંભળવાનું હેરોદને ગમતું; જોકે દરેક વખતે તે તેનું સાંભળીને અસ્વસ્થ બની જતો.


આથી બહેનોએ ઈસુને કહેવડાવ્યું, “પ્રભુ, તમે જેના પર પ્રેમ કરો છો તે માંદો છે.”


“પણ, દાવિદે પોતાના જમાનામાં ઈશ્વરની મરજી પ્રમાણે સેવા કરી; તે પછી તે મરી ગયો, તેને તેના પૂર્વજોની જેમ દફનાવવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


તે તમારા સૌની મુલાકાત લેવાને ઘણો આતુર છે. તે માંદો છે એવું તમે સાંભળ્યું છે તેથી તે ઉદાસ છે.


Lean sinn:

Sanasan


Sanasan