Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 11:19 - પવિત્ર બાઇબલ C.L.

19 પછી તે તથા અધિકારીઓ, રાજાના અંગરક્ષકો અને રાજમહેલના સંરક્ષકો રાજાને પ્રભુના મંદિરમાંથી મહેલમાં લઈ ગયા. સર્વ લોકો તેમની પાછળ પાછળ ગયા, યોઆશ સંરક્ષક દરવાજેથી પ્રવેશ્યો અને રાજ્યાસન પર બિરાજ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેણે શતાધિપતિઓને, કારીઓને, રક્ષક સિપાઇઓને તથા દેશના સર્વ લોકોને સાથે લીધા. તેઓ રાજાને યહોવાના મંદિરમાંથી લઈને પહેરાના દરાવાજાને માર્ગે રાજાના મહેલમાં આવ્યા. અને તે રાજાઓની ગાદીએ બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 યહોયાદાએ કારીઓના શતાધિપતિઓને, નાયકને, ચોકીદારોને તથા દેશના બધા લોકોને સાથે લીધા. તેઓ રાજાને યહોવાહના સભાસ્થાનમાંથી લઈને ચોકીદારોના દરવાજે થઈને રાજમહેલમાં આવ્યા. અને યોઆશને રાજાના સિંહાસન પર બેસાડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પછી રાજાના અને મહેલના રક્ષકદળના નાયકોને તથા દેશના બધા લોકોને સાથે લઈ રાજાને યહોવાના મંદિરમાંથી રક્ષકોને દરવાજે થઈને રાજમહેલમાં પહોંચાડી દીધો. યોઆશે રાજ સિંહાસન પર આસન લીધું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 11:19
13 Iomraidhean Croise  

પેલા મિદ્યાનીઓએ યોસેફને ઇજિપ્તમાં ફેરોના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફારને ત્યાં વેચી દીધો.


તાત્કાલિક દાવિદ રાજા પાસે જઈને તેમને કહો કે, ‘હે રાજા, મારા માલિક, તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા બનશે એવું શપથપૂર્વક વચન તમે નહોતું આપ્યું? તો પછી અદોનિયા રાજા કેમ થઈ બેઠો છે?”


રહાબામ રાજાએ સોનાની ઢાલોની જગ્યાએ તાંબાની ઢાલો મૂકી અને રાજમહેલના સંરક્ષક અધિકારીઓને સોંપી.


આમ, શલોમોન પોતાના પિતા દાવિદ પછી પ્રભુના રાજ્યની ગાદી પર આવ્યો. તે રાજા તરીકે સફળ થયો અને સમગ્ર ઇઝરાયલે તેની આણ સ્વીકારી.


વિધિગત રીતે અશુદ્ધ હોય એવો કોઈ મંદિરમાં પ્રવેશે નહિ તે માટે તેણે મંદિરના દરવાજાઓ આગળ સંરક્ષકો મૂક્યા.


રાજાને મંદિરમાંથી મહેલમાં લઈ જવાના સરઘસમાં યહોયાદા સાથે સેનાના શતાધિપતિઓ, લોકોના આગેવાનો અને સર્વ લોકો જોડાયા. તેઓ મુખ્ય પ્રવેશ દ્વારેથી રાજમહેલમાં દાખલ થયા અને રાજા રાજ્યાસન પર બિરાજ્યો.


બીજી ટુકડી રાજમહેલનું રક્ષણ કરશે, જ્યારે ત્રીજી ટુકડી ‘પાયાના દરવાજે’ રહેશે. સર્વ લોકો પ્રભુના મંદિરના ચોકમાં એકત્ર થશે.


તો આ નગરના દરવાજાઓમાં થઈને દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથ અને ઘોડાઓ પર સવાર થઈને પસાર થશે. તેઓ તથા તેમના અધિકારીઓ યહૂદિયાના લોકો અને યરુશાલેમના નિવાસીઓ સહિત આ દરવાજાઓમાં થઈને આવજા કરશે અને યરુશાલેમ સદા વસેલું રહેશે.


“આ માણસ જાણે કે વાંઝિયો હોય તેમ નોંધી લો. તે તેના આખા જીવનમાં ક્યારેય સુખી થશે નહિ. દાવિદના વંશમાં યહૂદિયાના રાજ્યાસન પર રાજા તરીકે બિરાજવા કે રાજ કરવા તેનો કોઈ વંશજ સફળ થશે નહિ.” પ્રભુ આ પ્રમાણે કહે છે.


જો તમે સાચે જ એ પ્રમાણે વર્તશો તો દાવિદના વંશના રાજાઓની રાજસત્તા જારી રહેશે. તેઓ રથો અને ઘોડાઓ પર સવાર થઈને તેમના અધિકારીઓ અને લોકો સહિત આ દરવાજાઓથી આવજા કરશે.


ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: પુન:ઉત્પતિમાં માનવપુત્ર પોતાના મહિમાવંત રાજ્યાસન પર બિરાજશે, ત્યારે તેમની સાથે તમે મારા બાર શિષ્યો પણ બેસશો અને ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરશો.


જ્યારે માનવપુત્ર રાજા તરીકે પોતાના બધા દૂતોની સાથે ગૌરવસહિત આવશે ત્યારે તે પોતાના રાજ્યાસન પર બિરાજશે.


Lean sinn:

Sanasan


Sanasan