Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 11:1 - પવિત્ર બાઇબલ C.L.

1 અહાઝયા રાજાની માતા અથાલ્યાએ તેના પુત્રના ખૂનના સમાચાર સાંભળ્યા કે તેણે રાજકુટુંબના બધા વંશજોને મારી નાખવાનો હુકમ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે અહાઝ્યાની મા અથાલ્યાએ જોયું કે પોતાનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને આખા રાજવંશનો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે અહાઝયાહની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને બધા રાજપુત્રોને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અહાઝયાની માતા અથાલ્યાએ જાણ્યું કે તેનો પુત્ર મરણ પામ્યો છે, તે સમયે તેણે રાજાના કુટુંબનો સંહાર કરવાનું શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 11:1
17 Iomraidhean Croise  

હું જરૂર તમારા રક્તનો હિસાબ માગીશ: દરેક પ્રાણી પાસેથી હું તેનો હિસાબ માગીશ અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી તેના સાથીમાનવના જીવનો હિસાબ માગીશ.


મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.


તમારે તમારી અને તમારા પુત્ર શલોમોનની જિંદગી બચાવવી હોય તો મારી સલાહ માનો.


મારા પિતા દાવિદ પ્રત્યે તેં કેવી દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે. પ્રભુ તને તેની શિક્ષા કરશે,


યેહૂએ ઇઝરાયલના રાજા તરીકે સમરૂનમાં અઠ્ઠાવીસ વર્ષ રાજ કર્યું.


યેહૂનો પત્ર મળ્યો એટલે સમરૂનના આગેવાનોએ આહાબના સિત્તેરેય વંશજોને મારી નાખ્યા અને તેમનાં માથાં ટોપલીઓમાં મૂકી તેમને યેહૂ પાસે યિઝએલ મોકલ્યાં.


ઇઝરાયલના રાજા યેહૂના અમલના સાતમા વર્ષમાં, યોઆશ યહૂદિયાનો રાજા બન્યો, અને તેણે યરુશાલેમમાં ચાલીસ વર્ષ રાજ કર્યું. તેની માતા ઝિબિયા બેરશેબા નગરની હતી.


પણ એ જ વર્ષના સાતમા માસમાં રાજવીકુટુંબના એલિશામાના પુત્ર નથાન્યાના પુત્ર ઇશ્માએલે દસ માણસો સાથે મિસ્પા જઈને ગદાલ્યા પર હુમલો કરી તેને મારી નાખ્યો. તેની સાથેના ઇઝરાયલીઓ તથા ખાલદીઓને પણ તેણે મારી નાખ્યા.


તે સમયે તે બાવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અથાલ્યા હતું અને તે આહાબ રાજાની પુત્રી હતી અને ઇઝરાયલના રાજા ઓમ્રીની પૌત્રી હતી.


જે બન્યું તે જોઈને અહાઝયા રાજા બેથ-હાગ્ગાન નગર તરફ પોતાના રથમાં નાસી છૂટયો. યેહૂએ તેનો પણ પીછો કર્યો. યેહૂએ પોતાના માણસોને હુકમ કર્યો, “એને પણ મારી નાખો.” તેથી તેના માણસોએ યિબ્લામ નગર નજીક ગૂરના રસ્તે અહાઝયા રથ હાંકી રહ્યો હતો ત્યારે જ તેને ઘાયલ કર્યો. છતાં ગમે તેમ કરીને તે મગિદ્દો નગર સુધી પહોંચ્યો અને ત્યાં મરણ પામ્યો.


પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના અનુયાયીઓએ ઈશ્વરના મંદિરને ભારે નુક્સાન પહોંચાડયું હતું અને બઆલની પૂજામાં તેની ઘણીબધી સાધનસામગ્રીનો ઉપયોગ કર્યો હતો.


સાતમા મહિનામાં એલિશામાનો પૌત્ર અને નાથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી અને રાજાનો મુખ્ય અધિકારી હતો તે પોતાની સાથે દસ માણસોને લઇને ગદાલ્યાને મળવા મિસ્પા ગયો. ત્યાં મિસ્પામાં તેઓ બધા સાથે મળીને ભોજન કરતા હતા.


તેમના ગયા પછી પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઇજિપ્તમાં નાસી જા અને હું તને ન જણાવું ત્યાં સુધી ત્યાં જ રહેજે. કારણ, હેરોદ બાળકને મારી નાખવાનો લાગ શોધે છે.


હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે તેણે બેથલેહેમ અને તેની આસપાસનાં દેશમાંનાં બે વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બધા છોકરાઓની ક્તલ કરાવી નાખી.


તે પોતાના પિતાને ઘેર ઓફ્રા ગયો, અને ત્યાં તેણે પોતાના સિત્તેર ભાઈઓ, યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્રોને એક જ પથ્થર પર મારી નાખ્યા. પણ યરૂબ્બઆલનો સૌથી નાનો પુત્ર યોથામ બચી ગયો, કારણ કે તે સંતાઈ ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan