Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 10:19 - પવિત્ર બાઇબલ C.L.

19 બઆલના સર્વ સંદેશવાહકો, તેના સર્વ ઉપાસકો અને તેના સર્વ યજ્ઞકારોને એકઠા કરો. કોઈ રહી જાય નહિ, હું બઆલને મોટું બલિદાન ચઢાવવાનો છું અને જે કોઈ હાજર નહિ રહે તે માર્યો જશે.” (આ તો યેહૂની યુક્તિ હતી. એ દ્વારા તે બઆલના બધા ઉપાસકોને મારી નાખવા માગતો હતો.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 માટે હવે બાલના સર્વ પ્રબોધકોને, તેના સર્વ સેવકોને તથા તેના સર્વ યાજકોને મારી પાસે બોલાવો. કોઈ બાકી ન રહે; કેમ કે મારે બાલને માટે મોટો યજ્ઞ [કરવાનો] છે.જે કોઇ રહી જશે, તે જીવતો રહેવા પામશે નહિ.” પણ એ તો બાલના સેવકોનો નાશ કરવાની મતલબથી યેહૂએ પક્કાઈથી કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 માટે હવે બઆલના તમામ પ્રબોધકો, યાજકો અને ભક્તોને મારી પાસે બોલાવો. એક પણ વ્યક્તિ બાકી રહેવી જોઈએ નહિ, કેમ કે, મારે બઆલને માટે મોટો યજ્ઞ કરવાનો છે. જે કોઈ નહિ આવે તે જીવતો રહેવા પામશે નહિ.” જોકે યેહૂએ બઆલના સેવકોને મારી નાખવાના હેતુથી પક્કાઈથી આ કાવતરું કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 બઆલના તમામ પ્રબોધકો અને યાજકોને બોલાવો. તેઓની સાથે તેઓના બધા જ અનુયાયીઓને પણ હાજર રાખો. એક પણ વ્યકિત બાકી રહેવો જોઈએ નહિ. કારણ કે આપણે, બઆલના ભકતોએ ભેગા થઈને તેની પૂજા માટે મોટી ઉજવણી કરવાની છે. બઆલના માણસોમાંનો જે કોઈ અહીં નહિ આવે તેને મારી નાખવામાં આવશે.” પણ બઆલના ભકતોને મારી નાખવા માટેનું યેહૂનું આ ષડયંત્ર હતું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 10:19
11 Iomraidhean Croise  

હવે સર્વ લોકો મને ર્કામેલ પર્વત પર મળે એવો હુકમ કરો. ઇઝબેલ રાણી જેમનું પાલનપોષણ કરે છે તે બઆલના ચારસો પચાસ સંદેશવાહકો અને અશેરા દેવીના ચારસો સંદેશવાહકોને પણ બોલાવી લાવજો.”


તેથી આહાબે લગભગ ચારસો સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને પૂછયું, “હું ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરું કે નહિ?” તેમણે જવાબ આપ્યો, “ચડાઈ કરો, પ્રભુ તમને વિજય પમાડશે.”


યેહૂએ સમરૂનના લોકોને એકઠા કરી તેમને કહ્યું, “આહાબ રાજા તો બઆલની થોડી સેવા કરતો હતો. પણ હું તો તેની ઘણી સેવા કરીશ.


એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “મારી સાથે તમારે શી લેવાદેવા છે? તમારાં માતપિતા જેમને પૂછવા જતાં હતાં એ સંદેશવાહકોને જઈને પૂછો.” યોરામે જવાબ આપ્યો, “ના, ના, પ્રભુએ જ અમને ત્રણે રાજાઓને મોઆબના રાજાના હાથમાં સોંપી દેવા ભેગા કર્યા છે.”


શું તમે ઈશ્વરનો પક્ષ લેવા જૂઠાણાં ઉચ્ચારશો? અને તેમનો પક્ષ લેવા માટે કપટી વાતો બોલશો?


પોતાના મિત્રને ફોસલાવનાર માણસ તેના મિત્રના પગ માટે જાળ બિછાવે છે.


જેમ સાપના ચાલાકીભર્યા જૂઠાણાથી હવા છેતરાઈ ગઈ, તેમ તમારું મન દુષિત થઈ જાય અને તમે ખ્રિસ્ત પ્રત્યેની અનન્ય અને નિખાલસ નિષ્ઠા તજી દો એવી મને બીક લાગે છે.


અમે શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી કરતા નથી, કે ઈશ્વરના સંદેશમાં ભેળસેળ કરતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશમાં અમે ઈશ્વરની સમક્ષ જીવીએ છીએ, અને પ્રત્યેકની પ્રેરકબુદ્ધિને અમારી યોગ્યતાની ખાતરી થાય એ રીતે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ.


તમારી પાસે અમે જે શુભસંદેશ લાવ્યા તેમાં કોઈ ભૂલ, બદઈરાદો કે કોઈ છેતરપિંડી નથી.


Lean sinn:

Sanasan


Sanasan