Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 10:14 - પવિત્ર બાઇબલ C.L.

14 યેહૂએ તેના માણસોને હુકમ કર્યો, “તેમને જીવતા જ પકડો!” તેમણે તેમને પકડયા અને ત્યાં બેથ-એકેદમાં એક ટાંકા પાસે તેમને મારી નાખ્યા. તેઓ સઘળા મળીને બેંતાળીસ હતા, અને તેમાંનું એકેય જીવતું રહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેણે [પોતાના માણસોને] કહ્યું, “તેમને જીવતા પકડો.” તેથી તેઓએ તેમને જીવતા પકડી લીધા, ને તેમને એટલે તે બેતાળીસ માણસોને કાતરણીના ઘરના ટાંકા આગળ મારી નાખ્યા. તેણે તેમાથી કોઈને જીવતો રહેવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યેહૂએ પોતાના માણસોને કહ્યું, “તેમને જીવતા પકડો.” તેથી તેઓએ તેઓને જીવતા પકડી લીધા અને સર્વ બેતાળીસ માણસોને કાતરણીના બેથ એકેદ કૂવા આગળ મારી નાખ્યા. તેણે તેમાંના એકને પણ જીવતો રહેવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યેહૂએ કહ્યું, “એ લોકોને જીવતા કેદ પકડો.” તેમને જીવતા પકડવામાં આવ્યા પછી, ત્યાં જે ખાડો હતો તેની પાસે તેમને મારી નાખવામાં આવ્યા. એ લોકો 42 હતા, તેમને એકને પણ જીવતો જવા ન દીધો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 10:14
11 Iomraidhean Croise  

તેણે હુકમ કર્યો, “તેઓ લડવા આવતા હોય કે સંધિ કરવા પણ તેમને જીવતા જ પકડી લો.”


યેહૂ યિઝએલથી સમરૂન ગયો. રસ્તે જતાં ભરવાડોના પડાવ બેથ-એકેદમાં


તેને યહૂદિયાના રાજા અહાઝયાના કેટલાક સંબંધીઓ મળ્યા. તેણે તેમને પૂછયું, “તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “અમે અહાઝયાના સગાસંબંધીઓ છીએ અને ઇઝબેલ રાણીનાં સંતાનો અને બાકીના રાજકુટુંબને શુભેચ્છા પાઠવવા યિઝએલ જઈએ છીએ.”


યેહૂ ફરીથી ઉપડયો અને રસ્તે તેને રેખાબનો પુત્ર યહોનાદાબ મળ્યો. યેહૂએ તેને સલામ પાઠવીને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે નિખાલસ છે તેમ તારું હૃદય મારા પ્રત્યે નિખાલસ છે?” યહોનાદાબે જવાબ આપ્યો, “હા, છે.”


યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો: “તમે મારા પક્ષમાં હો અને મારું માનવા તૈયાર હો તો કાલે આ સમય સુધીમાં આહાબના રાજવંશજોનાં માથાં મારી પાસે યિઝએલ લઈ આવો.” આહાબ રાજાના સિત્તેર વંશજો સમરૂનના અગ્રગણ્ય નાગરિકોના હવાલામાં હતા અને તેઓ તેમનો ઉછેર કરી રહ્યા હતા.


અહાઝયા રાજાની માતા અથાલ્યાએ તેના પુત્રના ખૂનના સમાચાર સાંભળ્યા કે તેણે રાજકુટુંબના બધા વંશજોને મારી નાખવાનો હુકમ કર્યો.


તેની પત્ની આહાબની પુત્રી હતી અને આહાબના કુટુંબની જેમ તેણે ઇઝરાયલના રાજાઓનું અનુસરણ કર્યું અને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


પોતાનો પુત્ર માર્યો ગયો છે એવું સાંભળતાં જ અહાઝયા રાજાની માતા અથાલ્યાએ યહૂદિયાના સર્વ રાજકુંવરોનો નાશ કરવા હુકમ આપ્યો.


યેહૂ આહાબના રાજવંશ પરની ઈશ્વરની સજાનો અમલ કરી રહ્યો હતો ત્યારે અહાઝયાની મુલાકાત વખતે તેની સાથે આવેલ યહૂદિયાના આગેવાનો અને અહાઝયાના ભત્રીજાઓનો ભેટો થઈ ગયો. યેહૂએ એ સૌને મારી નાખ્યા.


શેખેમ, શીલો અને સમરૂનથી એંસી માણસો આવ્યા. તેમણે શોક પ્રદર્શિત કરવા પોતાની દાઢીઓ મૂંડાવી હતી. પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં અને પોતાનાં શરીરો પર જાતે ઘા કરેલા હતા. તેઓ પ્રભુના મંદિરમાં ધાન્ય અર્પણ અને ધૂપ ચડાવવા આવ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan