Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 10:1 - પવિત્ર બાઇબલ C.L.

1 સમરૂન નગરમાં આહાબ રાજાના સિત્તેર વંશજો રહેતા હતા. યેહૂએ પત્ર લખીને તેની નકલો યિઝએલ નગરના અધિકારીઓ, અગ્રણી નાગરિકો અને આહાબના વંશજોના વાલીઓ પર મોકલી. પત્રમાં લખ્યું હતું:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે આહાબના સિત્તેર દીકરા સમરુનમાં હતા. અને યેહૂએ પત્રો લખ્યા, ને સમરુનમાં યિઝ્‍એલના અમલદારો એટલે વડીલો પર તથા આહાબ [ના પુત્રો] ની રક્ષા કરનારાઓ પર તે મોકલીને કહાવ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે આહાબના સિત્તેર દીકરાઓ સમરુનમાં હતા. યેહૂએ સમરુનમાં યિઝ્રએલના અધિકારીઓ, વડીલો તથા આહાબના દીકરાઓની રક્ષા કરનારાઓ પર પત્રો લખી મોકલીને કહાવ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આહાબને 70 પુત્રો હતા જે સમરૂનમાં રહેતા હતા. યેહૂએ સમરૂન શહેરના અમલદારોને, વડીલોને અને આહાબના વંશજોના વાલીઓને લખ્યું;

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 10:1
14 Iomraidhean Croise  

બેથેલમાંની વેદી અને સમરૂનનાં નગરોનાં સર્વ ઉચ્ચ ભક્તિસ્થાનો વિરુદ્ધ પ્રભુની આજ્ઞાથી તેણે જે સંદેશા પોકાર્યા હતા તે જરૂર સાચાં પડશે.”


તે પછી શેમેર નામના એક માણસ પાસેથી ચાંદીના છ હજાર સિક્કા આપીને તેણે સમરૂનનો પર્વત ખરીદ્યો. ઓમ્રીએ પર્વતની ચોગરદમ કિલ્લો બાંધ્યો, તે પર નગર વસાવ્યું અને પર્વતના આદ્ય માલિક શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું.


ઓમ્રી મરણ પામ્યો અને તેને સમરૂનમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર આહાબ રાજા બન્યો. ઇઝરાયલનો રાજા આહાબ


“આહાબ મારી આગળ કેવો દીન બની ગયો છે તે તેં નિહાળ્યું? તે દીન બની ગયો હોઈ હું તેની હયાતીમાં આપત્તિ નહિ લાવું; પણ તેના પુત્રની હયાતીમાં આહાબના કુટુંબ પર આપત્તિ લાવીશ.”


એક દિવસે તેણે પોતાની શેઠાણીને કહ્યું, “મારા માલિક સમરૂનમાં રહેતા સંદેશવાહક પાસે જાય તો કેવું સારું! તે તેમનો કોઢ મટાડી દેશે.”


યેહૂના માણસોએ અહાઝયાની શોધ ચલાવી તો તે સમરુનમાં સંતાયેલો પકડાયો. તેઓ તેને યેહૂ પાસે લઈ ગયા અને તેને મારી નાખ્યો, પણ પ્રભુ પ્રત્યે અંતરની સાચી નિષ્ઠા દાખવનાર તેના દાદા યહોશાફાટ પ્રત્યેના સન્માનને લીધે તેમણે તેને દફનાવ્યો. હવે અહાઝયાના કુટુંબમાં કોઈ રાજ કરનાર રહ્યું નહિ.


પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ ‘યિઝ્રએલ’ પાડ; કારણ, યેહૂએ યિઝ્રએલમાં ખૂનરેજી ચલાવી હતી અને તેથી થોડા જ સમયમાં તેનો બદલો હું તેના વંશજો પર વાળીશ અને યેહૂના રાજવંશનો અંત આણીશ.


શું મેં આ લોકોનો ગર્ભ ધર્યો હતો? અથવા શું મેં તેમને જન્મ આપ્યો હતો? ધાવણા બાળકને તેના પિતા હાથમાં ઊંચકીને લઈ જાય તેવી રીતે તમે તેમને તેમના પૂર્વજોને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તેમને લઈ જવાનું મને કેમ કહેવામાં આવે છે?


“તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલાં સર્વ નગરોમાં તમારાં કુળો પ્રમાણે ન્યાયાધીશોની તથા બીજા અધિકારીઓની નિમણૂક કરજો. તેમણે પક્ષપાત વગર લોકોનો ન્યાય કરવાનો છે.


યિભએલ, યોકદઆમ, ઝાનોઆ.


તેને ત્રીસ પુત્રો હતા અને તેઓ ત્રીસ ગધેડા પર સવારી કરતા હતા. તેમની પાસે ગિલ્યાદ પ્રાંતમાં ત્રીસ નગરો હતાં. એ નગરો આજે પણ યાઈરની વસાહતો તરીકે ઓળખાય છે.


તેને ચાલીસ પુત્રો અને ત્રીસ પૌત્રો હતા. તેઓ સિત્તેર ગધેડા પર સવારી કરતા. આબ્દોન આઠ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાયાધીશ રહ્યો.


તેને સિત્તેર પુત્રો હતા, કારણ, તેને ઘણી પત્નીઓ હતી.


Lean sinn:

Sanasan


Sanasan