Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પણ પ્રભુના દૂતે તિશ્બેના સંદેશવાહક એલિયાને પેલા સંદેશકોને મળીને આમ કહેવા મોકલ્યો. “તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા કેમ જાઓ છો? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ યહોવાના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશિયાઓને મળવા માટે જા, ને તેમને કહે કે, શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તમે એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા જાઓ છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ ઈશ્વરના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશાવાહકોને મળવા સામે જા અને તેમને કહે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂબની સલાહ લેવા જાઓ છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પરંતુ યહોવાના દૂતે તિશ્બેના એલિયાને જણાવ્યું, “અહાઝયાના સંદેશવાહકો પાસે જા, તેઓને પૂછી જો, ‘શું ઇસ્રાએલમાં કોઇ દેવ નથી? તો શા માંટે તમે બઆલઝબૂબ પાસે એવું પૂછવા એક્રોન જાઓ છો કે, રાજાને સારું થશે કે નહિ?

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 1:3
21 Iomraidhean Croise  

કારણ, શલોમોને મારો ત્યાગ કર્યો હોઈ અને સિદોનની દેવી આશ્તારોથ, મોઆબનો દેવ કમોશ અને આમ્મોનનો દેવ મિલ્કોમ એ વિદેશી દેવોની પૂજા કરી છે. શલોમોન મારી ઇચ્છાને અનુસર્યો નથી; પણ તેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. તેના પિતા દાવિદની જેમ તેણે મારા નિયમો અને ફરમાનો પાળ્યા નથી.


ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


કેટલાક વખત પછી, દુકાળના ત્રીજે વર્ષે પ્રભુએ એલિયાને કહ્યું, “જા, આહાબ સમક્ષ હાજર થા અને હું વરસાદ મોકલીશ.”


સંયાબલિના સમયે એલિયા સંદેશવાહકે વેદી નજીક જઈને પ્રાર્થના કરી, “હે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર યાહવે, તમે ઇઝરાયલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું અને તમારી આજ્ઞા પ્રમાણે મેં આ બધું કર્યું છે એની પ્રતીતિ કરાવો.


તે વૃક્ષ નીચે આરામ લેવા પડયો અને ઊંઘી ગયો. એકાએક દૂતે તેને અડકીને કહ્યું, “ઊઠ અને ખા.”


પ્રભુના દૂતે પાછા આવીને તેને બીજી વાર જગાડયો અને કહ્યું, “ઊઠીને ખા, કારણ, તારે ઘણી લાંબી મુસાફરી કરવાની છે.”


પછી તિશ્બેના સંદેશવાહક એલિયાને પ્રભુએ કહ્યું, “સમરૂનના રાજા આહાબ પાસે જા.


ઇઝરાયલનો રાજા અહાઝયા સમરૂનમાંના તેના મહેલના ઉપલા માળના ઝરુખામાંથી ગબડી પડયો અને તે ગંભીર રીતે ઘવાયો. તેથી પોતે સાજો થશે કે નહિ તે જાણવા માટે તેણે કેટલાક સંદેશકોને પલિસ્તી નગર એક્રોનના દેવ બઆલ- ઝબૂલને પૂછવા મોકલ્યા.


તેમણે જવાબ આપ્યો, “અમને એક માણસનો ભેટો થઈ ગયો. તેણે અમને તમારી પાસે પાછા મોકલતાં કહ્યું કે પ્રભુ તમને આમ કહે છે: ‘એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા તેં સંદેશકો કેમ મોકલ્યા છે? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી? તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.”


તેમણે જવાબ આપ્યો, “તેણે પ્રાણીના ચામડાંનો ઝભ્ભો પહેરેલો હતો અને તે પર ચામડાનો પટ્ટો બાંધેલો હતો.” રાજા બોલી ઊઠયો, “એ તો તિશ્બેનો એલિયા છે!”


તે પોતાના સઘળા રસાલા સાથે ઈશ્વરભક્ત એલિશા પાસે પાછો ફર્યો અને કહ્યું, “હવે હું જાણું છું કે ઇઝરાયલના ઈશ્વર સિવાય કોઈ ઈશ્વર નથી. તેથી કૃપા કરી મારી ભેટ સ્વીકારો.”


ઈશ્વરભક્ત એલિશાએ એ વિષે સાંભળીને રાજાને સંદેશો મોકલ્યો: “તમે શા માટે દુ:ખી થઈ ગયા છો? એ માણસને મારી પાસે મોકલો એટલે તેને ખબર પડશે કે ઇઝરાયલમાં સંદેશવાહક છે!”


ઈશ્વર યહૂદિયાના પ્રદેશમાં વિખ્યાત છે, ઇઝરાયલમાં તેમનું નામ મહાન છે


લોકો તમને કહેશે કે, “જોશીઓ અને બડબડ કરનારા ભૂવાઓનો સંપર્ક સાધો. લોકોએ પોતાના દેવને ન પૂછવું જોઈએ? તેમણે જીવતાં માણસો માટે મરેલાંઓને પૂછવું જોઈએ?”


વ્યર્થ મૂર્તિઓની પૂજા કરનારા તમને વફાદાર નથી,


યરુશાલેમથી આવેલા કેટલાક નિયમશાસ્ત્રના શિક્ષકો કહેતા હતા, “તેનામાં બાલઝબૂલ છે,” અને “દુષ્ટાત્માઓના સરદારની મદદ દ્વારા જ તે દુષ્ટાત્માઓ કાઢે છે.”


પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, તૈયાર થઈને દક્ષિણ દિશામાં યરુશાલેમથી ગાઝા જવાના રસ્તા પર જા.” (આ રસ્તો રણમાં થઈને જાય છે.)


આજે જ પ્રભુ તને મારા હાથમાં સોંપી દેશે. હું તને હરાવીશ. તારું માથું કાપી નાખીશ અને પલિસ્તી સૈનિકોનું માંસ હિંસક પક્ષીઓ અને પશુઓને ખાવા માટે આપીશ. ત્યારે આખી દુનિયા જાણશે કે ઇઝરાયલના પ્રભુ જ ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan