Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 1:10 - પવિત્ર બાઇબલ C.L.

10 એલિયાએ જવાબ આપ્યો, “હું ઈશ્વરભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તારો અને તારા પચાસ માણસોનો બાળીને નાશ કરો!” તરત જ આકાશમાંથી અગ્નિએ પડીને પેલા અધિકારી અને તેના પચાસ માણસોને બાળીને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એલિયાએ તે પચાસ [સિપાઈઓ] ના જમાદારને ઉત્તર આપ્યો, “જો હું ઈશ્વરભક્ત હોઉ, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ [સિપાઈઓ] ને ભસ્મ કરી નાખો.” એટલે આકાશમાંથી અગ્નિએ ઊતરીને જમાદારને તથા તેના પચાસ [સિપાઇઓને] ભસ્મ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એલિયાએ કહ્યું, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખો.” તેથી આકાશમાંથી અગ્નિએ ઊતરીને સરદારને તથા તેના પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 એલિયાએ જવાબ આપ્યો, “જો હું દેવનો માંણસ હોઉં તો સ્વર્ગમાંથી નીચે અગ્નિ વરસો અને તું અને તારા સૈનિકો અહીં મરી જશો!” તેથી આકાશમાંથી અગ્નિ નીચે વરસ્યો અને બધા સૈનિકોના મૃત્યુ થયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 1:10
22 Iomraidhean Croise  

મિખાયા બોલી ઊઠયો, “તમે સહીસલામત પાછા ફરો તો જાણજો કે પ્રભુ મારા દ્વારા બોલ્યા નથી.” વળી, તેણે કહ્યું, “સૌ લોકો, મારું કહેવું સાંભળો!”


રાજાએ બીજા એક અધિકારીને પચાસ માણસો લઈને મોકલ્યો. તેણે એલિયા પાસે ઉપર જઈને કહ્યું, “ઈશ્વરભક્ત, તમે તરત જ નીચે ઊતરી આવો એવો રાજાનો હુકમ છે.”


પણ તેઓએ ઈશ્વરની વાણી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું અને તેમના સંદેશવાહકોની મશ્કરી ઉડાવી અને એમ ઈશ્વરના સંદેશવાહકોનો તિરસ્કાર કર્યો. છેવટે પોતાના લોકો પર પ્રભુનો કોપ એવો સળગી ઊઠયો કે કોઈ ઉપાય રહ્યો નહિ.


પહેલો હજુ બોલતો હતો ત્યાં તો બીજાએ આવીને કહ્યું: “આકાશમાંથી વીજળીએ પડીને ઘેટાં તથા નોકરોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”


“મારા અભિષિક્ત લોકને રંજાડશો નહિ, તથા મારા સંદેશવાહકોને કંઈ ઉપદ્રવ કરશો નહિ.”


તેમના જૂથમાં અગ્નિ પણ સળગી ઊઠયો, અને તેની જ્વાળાઓએ દુષ્ટોને ભસ્મ કરી નાખ્યા.


રાજાએ સખત આજ્ઞા કરી ભઠ્ઠીને અતિશય તપાવડાવી હતી એટલે તેમને ભઠ્ઠીમાં નાખનાર સૈનિકો જ અગ્નિની જવાળોથી સળગી મર્યા.


તેણે પૂછયું, “તો પછી હું ભઠ્ઠીમાં ચાર જણને ફરતા કેમ જોઉં છું? તેઓ બાંધેલા નથી કે નથી તેમને કંઈ ઈજા થઈ. વળી, ચોથાનું સ્વરૂપ તો ઈશ્વરપુત્ર જેવું લાગે છે.”


પછી રાજાએ દાનિયેલ પર આરોપ મૂકનાર સૌની ધરપકડ કરવાનો હુકમ કર્યો અને તેમને તેમની પત્નીઓ અને બાળકો સહિત સિંહોની ગુફામાં નંખાવ્યાં. તેઓ ગુફાના તળિયે પહોંચે તે પહેલાં જ સિંહોએ તરાપ મારીને તેમના હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.


એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને તેઓ તેમાં પ્રભુની સમક્ષ બળી મર્યા.


લોકો પોતાની મુશ્કેલીઓ વિષે પ્રભુનાં સાંભળતાં બડબડાટ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ક્રોધાયમાન થયા અને તેમણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભભૂકી ઊઠયો અને પડાવના એક તરફના છેડા સુધીનો ભાગ બાળીને ભસ્મ કરી નાખ્યો.


ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા.


તેમણે જવાબ આપ્યો, જરૂર તે આ દુષ્ટ માણસોને મારી નાખશે અને દ્રાક્ષની મોસમે તેનો ભાગ આપે એવા બીજા ખેડૂતોને સોંપશે.


એ જોઈને યાકોબ અને યોહાને કહ્યું, “પ્રભુ, આપ કહો તો આકાશમાંથી અગ્નિ પડીને તેમનો નાશ કરે એવી આજ્ઞા અમે કરીએ?”


હેરોદે તેને શોધી કાઢવાનો હુકમ કર્યો, પણ તેઓ તેને શોધી શક્યા નહિ. તેથી તેણે ચોકીદારોની પૂછપરછ કર્યા પછી તેમને મારી નંખાવ્યા. એ પછી હેરોદ યહૂદિયામાંથી જઈને થોડો સમય કાઈસારિયામાં રહ્યો.


કારણ, આપણા ઈશ્વર તો ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.


જો કોઈ તેમને ઇજા પહોંચાડવા ચાહે તો તેમના મુખમાંથી અગ્નિ નીકળીને તેમનો સંહાર કરશે. તેમને ઇજા પહોંચાડનાર એ રીતે માર્યો જશે.


Lean sinn:

Sanasan


Sanasan