Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 યોહાન 1:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેથી જો કોઈ તમારી પાસે આ શિક્ષણ લઈને ન આવે તો તમે તેને તમારા ઘરમાં સત્કાર કરશો નહિ, અને તેને શુભેચ્છા પણ પાઠવશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જો કોઈ તમારી પાસે આવે, અને એ જ બોધ લઈને ન આવે, તો તેને ઘરમાં પેસવા ન દો, ને તેને ક્ષેમકુશળ ન કહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જો કોઈ તમારી પાસે આવે અને તે જ શિક્ષણ ન લાવે, તો તેને ઘરમાં પેસવા ન દો અને તેને ક્ષેમકુશળ ન કહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જો કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, પરંતુ આ બોધ લાવતો નથી, તો તમારા ઘરમાં તેનો સ્વીકાર કરો નહિ. તેને આવકારો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




2 યોહાન 1:10
14 Iomraidhean Croise  

પછી તેણે કહ્યું, “હે પ્રભુ, મારા માલિક અબ્રાહામના ઈશ્વર, મારું કાર્ય સફળ કરો, અને મારા માલિક અબ્રાહામ ઉપર કૃપા કરો.


પણ યહૂદિયાના ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તમારે ઘેર આવીને તમારી મહેમાનગીરી સ્વીકારી શક્તો નથી. હું અહીં પણ તમારી સાથે કંઈ ખાઈપીશ નહિ.


એવા ઘાસની કાપણી કરનારને રાહદારીઓ “પ્રભુની આશિષ તમારા પર ઊતરો,” એવી શુભેચ્છા પાઠવતા નથી, અને એ કાપણી કરનારા પણ પ્રત્યુત્તરમાં “અમે ય તમને યાહવેને નામે આશિષ આપીએ છીએ,” એવું કહેતા નથી.


તેમની મારફતે તેમણે આવો પત્ર પાઠવ્યો: “અંત્યોખ, સિરિયા અને કિલીકિયામાં વસતા બધા બિનયહૂદી ભાઈઓને અમારી એટલે, પ્રેષિતો, આગેવાનો તથા તમારા ભાઈઓની શુભેચ્છા.


જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!


પણ મારો લખવાનો અર્થ આ હતો: પોતાને વિશ્વાસી ભાઈ કહેવડાવવા છતાં જે વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદાખોર, દારૂડિયો કે દુષ્ટ છે, તેની સાથે તમારે સંબંધ રાખવો નહિ. આવી વ્યક્તિની સાથે બેસીને ભોજન પણ લેશો નહિ.


તમારામાંના કેટલાક આ પત્રમાં જણાવેલી સૂચના માનશે નહિ. જો તેમ બને તો તમે તેવાની સાથે કોઈ જાતનો વ્યવહાર રાખશો નહિ, જેથી તેઓ શરમાઈ જાય.


ભાઈઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમને આજ્ઞા કરીએ છીએ: જે કોઈ ભાઈ આળસુ જીવન જીવે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી અલગ રહો.


પક્ષ પાડનાર વ્યક્તિ પહેલી અને બીજી ચેતવણી આપ્યા પછી પણ ન માને તો તેની સાથે સંબંધ રાખવો નહિ.


કારણ, જે કોઈ તેને શુભેચ્છા પાઠવે છે તે તેનાં દુષ્ટ કાર્યોનો ભાગીદાર બને છે.


તેથી હું આવીશ ત્યારે તેનાં બધાં કાર્યો જાહેર કરીશ. તે મારા વિષે ભૂંડી વાતો બોલ્યા કરે છે. વળી, એટલું પૂરતું ન હોય તેમ તે ભાઈઓનો આવકાર કરતો નથી. જેઓ તેમનો આવકાર કરે છે તેમને તે તેમ કરતાં અટકાવે છે અને તેમને મંડળીની બહાર મૂકે છે.


Lean sinn:

Sanasan


Sanasan