Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 9:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ઈશ્વર તમને તમારી જરૂર કરતાં પણ વિશેષ આપવાને સમર્થ છે; તેથી તમારે જેની જરૂર છે તે તમને હંમેશાં મળશે, અને દરેક સારા ક્મને માટે જરૂર કરતાં પણ વધુ મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી ઈશ્વર તમારા પર સર્વ [પ્રકારની] પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશાં તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામોની વૃદ્ધિ કરતા રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામો કરવામાં વધતા જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને દેવ તમને જરૂર છે તે કરતાં પણ વધારે આશીર્વાદ આપી શકે છે. ત્યારે બધી જ વસ્તુ તમારી પાસે પુષ્કળ પ્રમાણમાં હશે. દરેક સારાં કામ માટે આપવાને તમારી પાસે પૂરતું હશે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 9:8
28 Iomraidhean Croise  

પણ અમાસ્યાએ ઈશ્વરભક્તને કહ્યું, “પણ મેં ઇઝરાયલી સેના માટે ચૂકવી દીધેલી ચાંદીનું શું?” ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “પ્રભુ તમને એથીયે વિશેષ આપી શકે તેમ છે.”


સાચે જ પ્રભુ આપણા સંરક્ષક દૂર્ગ તથા ઢાલ છે; તે કૃપા અને સન્માન બક્ષે છે. નેકીથી વર્તનારને માટે તે કોઈપણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી.


પ્રભુની આશિષથી સમૃદ્ધિ સાંપડે છે, અને ભારે પરિશ્રમથી તેમાં કશું ઉમેરી શક્તું નથી.


કેટલાક છૂટે હાથે વેરે તોય ધનવાન બને છે. જ્યારે કેટલાક કરક્સર કર્યા કરે તો ય વધુ ગરીબ બની જાય છે.


ગરીબોને ઉદારતાથી આપનાર કદી અછતમાં આવી પડશે નહિ, પરંતુ ગરીબોને જોઈને દષ્ટિ ફેરવી લેનાર પર તો શાપ જ વરસશે.


તારી સંપત્તિ વડે પ્રભુનું સન્માન કર, અને તારી સર્વ ઊપજના પ્રથમફળનું તેમને અર્પણ ચડાવ.


જગતભરનું સોનુંરૂપું મારું જ છે.


તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.


જોપ્પામાં તાબીથા નામની એક વિશ્વાસી સ્ત્રી હતી (ગ્રીકમાં તેનું નામ દરક્સ અર્થાત્ હરણી છે). તે તેનો સઘળો સમય ભલું કરવામાં અને ગરીબોને મદદ કરવામાં ગાળતી.


આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.


ખ્રિસ્ત મારી મારફતે બોલે છે એ વિષેની તમારે જોઈતી બધી સાબિતીઓ તમને મળશે. જ્યારે તે તમારી સાથે વ્યવહાર કરે છે, ત્યારે તે નિર્બળ નથી પણ તમારી મયે તે પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે.


વળી, ઈશ્વરના માહિમાર્થે પ્રેમની આ જે સેવા અમે કરીએ છીએ તેમાં અમારી સાથે મુસાફરી કરવા, તેમ જ અમે મદદ કરવા આતુર છીએ તે જણાવવા મંડળીઓએ તેને પસંદ કરીને તેની નિમણૂંક કરી છે.


જે સંકટોમાંથી તેઓ પસાર થયા તેમાં તેમની આકરી ક્સોટી થઈ; પણ તેઓ પુષ્કળ આનંદમાં હતા. તેથી ઘણા ગરીબ હોવા છતાં તેમણે ખૂબ ઉદારતાથી દાન આપ્યું.


વિશ્વાસ, વાણી, જ્ઞાન, મદદ કરવાની તમારી તમન્‍ના અને અમારા માટેનો તમારો પ્રેમ એ સર્વમાં તમે ધનવાન છો અને તેથી પ્રેમની આ સેવામાં તમે ઉદાર બનો એવી અમારી વિનંતી છે.


તમે સર્વ સમયે ઉદાર બની શકો માટે ઈશ્વર તમને ધનવાન બનાવશે; જેથી અમારી મારફતે મળતાં તમારાં દાનથી, ઘણાં ઈશ્વરનો આભાર માનશે.


ઈશ્વર આપણા સર્જનહાર છે અને પહેલેથી નક્કી કર્યા પ્રમાણે સારાં કાર્યોનું જીવન જીવવા તેમણે આપણને ખ્રિસ્ત ઈસુ દ્વારા સજર્યા છે.


આપણામાં કાર્ય કરતા તેમના સામર્થ્યની મારફતે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં વિશેષ કરવાને જે શક્તિમાન છે,


મને તંગી પડી છે માટે હું બોલું છું એમ નથી, કારણ, મારી પાસે જે હોય તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું.


એથી તમે પ્રભુની ઇચ્છા પ્રમાણેનું જીવન જીવવા શક્તિમાન બનશો અને પ્રભુની પસંદગી પ્રમાણે કરશો. સર્વ સારાં કાર્યો કરવામાં તમારું જીવન ફળદાયી બનશે અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામશો.


ઈશ્વર આપણા પિતા તમારાં હૃદયોને શાંતિ આપો અને સર્વ સારાં કાર્યો કરવામાં તથા સારું બોલવામાં તમને દૃઢ કરો.


જો કોઈ વ્યક્તિ પોતાને બધી ભૂંડી બાબતોથી શુદ્ધ રાખે તો તેનો ખાસ હેતુને માટે ઉપયોગ કરવામાં આવશે. કારણ, તેણે તેના માલિકને પોતાનું સ્વાર્પણ કરેલું છે અને તે તેને ઉપયોગી છે. વળી, સર્વ સારાં કાર્ય કરવાને માટે તે તૈયાર છે.


આમ, ઈશ્વરની સેવા કરનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે યોગ્ય બને છે અને સર્વ સારાં કાર્યો કરવાને શક્તિમાન થાય છે.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


આપણા લોકોએ સારાં કાર્યો પાછળ પોતાનો સમય આપવાનું અને યોગ્ય જરૂરિયાત પૂરી પાડવાનું શીખવું જોઈએ. તેમણે નિરુપયોગી જીવન જીવવું ન જોઈએ.


આ તો સાચી વાત છે અને તું આ બાબતો પર ખાસ ભાર મૂકે એવું હું ઇચ્છું છું; જેથી ઈશ્વર પર વિશ્વાસ મૂકનારાઓ સારાં કાર્યો પાછળ પોતાનો સમય ગાળવાની કાળજી રાખે.


સારા વહીવટ કરનાર તરીકે દરેકે પોતાને ઈશ્વર પાસેથી મળેલી ખાસ બક્ષિસનો ઉપયોગ બીજાઓના ભલાને માટે કરવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan