Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 9:5 - પવિત્ર બાઇબલ C.L.

5 આ ભાઈઓ મારી પહેલાં તમારી પાસે આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું છે તે અગાઉથી ઉઘરાવી રાખે, તે માટે મેં તેમને વિનંતી કરવાનું જરૂરી ગણ્યું છે; જેથી જ્યારે હું આવું ત્યારે તે દાન તૈયાર હોય, અને તમે ફરજ પડયાથી નહિ, પણ સ્વેચ્છાએ આપો છો તેમ જણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ભાઈઓ પહેલાં તમારી પાસે આવે, અને જે દાન આપવાનું તમે પ્રથમ વચન આપ્યું હતું તે અગાઉથી ઉઘરાવી રાખે, એવી તેઓને વિનંતી કરવાની અગત્ય મને જણાઈ કે, જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તે [ઉઘરાણું] તૈયાર રાખવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આથી મને જરૂરી લાગ્યું કે ભાઈઓને વિનંતી કરવી કે તેઓ તમારી પાસે વહેલાં આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું હતું, તે અગાઉથી ઉઘરાવી રાખે. તે દાન જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેથી મેં વિચાર્યુ કે અમે આવીએ તે પહેલા આ ભાઈઓને જવાનું હું કહું. તમે જે દાન આપવાનું વચન આપ્યું છે તે તૈયાર રાખવાનું તેઓ પૂરું કરશે. તેથી જ્યારે અમે આવીએ ત્યારે ઉધરાણું તૈયાર હશે, અને તે એ અનુદાન હશે જે તમે આપવા ઈચ્છતા હતા; નહિ કે જે દાન આપવાનું તમે ધિક્કારતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 9:5
11 Iomraidhean Croise  

કૃપા કરીને આ ભેટનો સ્વીકાર કરો. કારણ, ઈશ્વરે મારા પર કૃપા કરી છે અને મારી પાસે પુષ્કળ ઢોરઢાંક છે.” એ રીતે તેણે એસાવને ખૂબ આગ્રહ કર્યો, જેથી તેણે તે ભેટ સ્વીકારી.


તે પોતાના સઘળા રસાલા સાથે ઈશ્વરભક્ત એલિશા પાસે પાછો ફર્યો અને કહ્યું, “હવે હું જાણું છું કે ઇઝરાયલના ઈશ્વર સિવાય કોઈ ઈશ્વર નથી. તેથી કૃપા કરી મારી ભેટ સ્વીકારો.”


સપ્તાહને પ્રથમ દિવસે તમારામાંના દરેકે પોતાની આવકના પ્રમાણમાં કેટલીક રકમ અલગ કરીને બચાવવી; જેથી જ્યારે હું આવું ત્યારે તમારે ફાળો ઉઘરાવવો ન પડે.


તેથી આ કાર્યની શરૂઆત કરનાર તિતસને અમે એવી વિનંતી કરી છે કે તે આ કાર્ય ચાલુ રાખે અને પ્રેમની આ ખાસ સેવા પૂરી કરવામાં તમારી મદદ કરે.


હવે હું આ ભાઈઓને મોકલું છું; જેથી તમારે વિષે અમે કરેલો ગર્વ તે ફક્ત શાબ્દિક જ ન રહે, પણ જેમ મેં જણાવ્યું છે તેમ તમે મદદ કરવાને તૈયાર રહેજો.


આ વાત યાદ રાખો: જે માણસ થોડાં બીજ વાવે છે, તેનો પાક પણ થોડો જ થાય છે. પણ જે માણસ ઘણાં બીજ વાવે છે, તેને ત્યાં મબલક પાક ઊતરે છે.


હું માત્ર તમારી પાસેથી ભેટ મેળવવા માગતો ન હતો, પણ તમારા ખાતે તે લાભ ઉમેરાય તે હું જોવા માગતો હતો.


તેણે જવાબ આપ્યો, “મારા પર મહેરબાની દાખવો; તમે મને નેગેબના સૂકા પ્રદેશમાં જમીન આપી છે. તેથી મને પાણીનાં ઝરણાં પણ આપો.” તેથી કાલેબે તેને ઉપલાણનાં અને નીચાણનાં ઝરણાં આપ્યાં.


તેથી કૃપા કરીને તમારી આ સેવિકાની ભેટ સ્વીકારો અને તમારી સેવા કરનારા જુવાનોને આપો.


દાવિદ સિકલાગ પાછો આવ્યો ત્યારે લૂંટનો કેટલોક ભાગ યહૂદિયાના આગેવાન મિત્રો પર આ સંદેશા સાથે મોકલ્યો, “પ્રભુના શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટમાંથી તમને આ ભેટ મોકલું છું.”


Lean sinn:

Sanasan


Sanasan