Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 9:10 - પવિત્ર બાઇબલ C.L.

10 વાવનારને બીજ અને ખાવા માટે ખોરાક આપનાર ઈશ્વર તમારે જે બીજની જરૂર છે તે સર્વ પૂરાં પાડશે, અને તેને વૃદ્ધિ આપશે; જેથી તમારી ઉદારતાનો પાક પુષ્કળ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હવે જે વાવનારને માટે બી તથા ખોરાકને માટે રોટલી પૂરાં પાડે છે, તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે, અને તમારા ન્યાયીપણાનાં ફળની વૃદ્ધિ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 દેવ તે એક છે જે વ્યક્તિને વાવણી માટે બીજ આપે છે. અને તે આહાર માટે રોટલી આપે છે. અને દેવ તમને આત્મિક બીજ આપશે અને તે બીજને અંકૂરીત કરશે. તમારી સદભાવનાની તે ઉત્તમ કાપણી કરશે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 9:10
16 Iomraidhean Croise  

શું અમે તમારી નજર આગળ જ ખતમ થઈ જઈશું! શું અમારી જમીનો પણ ધણી વગરની થઈ જશે? અનાજના બદલામાં તમે અમને અને અમારી જમીનોને ખરીદી લો. એટલે અમે તથા અમારી જમીનો ફેરોના તાબામાં રહીશું. અમને બિયારણ આપો, જેથી અમે મરી ન જઈએ પણ જીવતા રહીએ, વળી, અમારી જમીનો પણ વેરાન થઈ જાય નહિ.”


દુષ્ટોની કમાણી ઠગારી નીવડે છે, પણ નેકી વાવનારને ઉત્તમ પુરષ્કાર મળે છે.


સવારમાં બી વાવ અને સાંજે પણ તારો હાથ રોકી રાખીશ નહિ. કારણ, આ સફળ થશે કે તે સફળ થશે અથવા બન્‍ને એક્સરખી રીતે સફળ થશે એ તું જાણતો નથી.


આકાશમાંથી વરસાદ અને હિમ પડે છે અને તે પાછાં ઊંચે જતાં નથી. પણ વાવવાને બિયારણ અને ખાવાને ધાન્ય મળે તે માટે પૃથ્વીમાંથી પાક ઊગી નીકળે તે માટે તેને સિંચે છે.


મેં કહ્યું, ‘તમારે માટે પડતર જમીનનું ખેડાણ કરો, નેકી વાવો અને મારા પ્રત્યેની તમારી નિષ્ઠાથી મળતી ફસલ પ્રાપ્ત કરો. હું આવીને તમારા પર આશિષની વૃષ્ટિ કરું ત્યાં સુધી મારી પાસે હા, તમારા પ્રભુ પાસે પાછા ફરવાનો આ સમય છે’.


લોકો તમને જુએ એ હેતુથી તમારાં ધર્મકાર્યો જાહેરમાં કરવા વિષે સાવધ રહો. જો તમે તમારાં ધર્મકાર્યો જાહેરમાં કરો તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા તમને કંઈ બદલો આપશે નહિ.


તમારી આ સેવા માત્ર ઈશ્વરના લોકોની જરૂરિયાતોને પહોંચી વળે છે એટલું જ નહિ, પણ સાથે સાથે તેનાથી ઘણા ઈશ્વરનો પુષ્કળ આભાર પણ માને છે.


આ વાત યાદ રાખો: જે માણસ થોડાં બીજ વાવે છે, તેનો પાક પણ થોડો જ થાય છે. પણ જે માણસ ઘણાં બીજ વાવે છે, તેને ત્યાં મબલક પાક ઊતરે છે.


તમે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરી તેથી ઈશ્વરે તમને પવિત્ર આત્મા આપ્યો અને તમારી મયે ચમત્કારો કર્યા કે પછી શુભસંદેશ સાંભળીને તે પર વિશ્વાસ કર્યો તેથી એમ બન્યું?


કારણ, પ્રકાશનાં ફળરૂપે જ ભલાઈ, ન્યાયીપણું અને સત્યતા આવે છે.


અને ઈશ્વરનાં મહિમા અને સ્તુતિને અર્થે સદ્ભાવનાનાં સારાં ફળ જે માત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે જ આવે છે તેથી તમે ભરપૂર થાઓ.


હું માત્ર તમારી પાસેથી ભેટ મેળવવા માગતો ન હતો, પણ તમારા ખાતે તે લાભ ઉમેરાય તે હું જોવા માગતો હતો.


પ્રભુ એવું કરો કે અમે તમારા પર જેવો પ્રેમ રાખીએ છીએ તેવો જ પ્રેમ તમે પણ એકબીજા પર રાખો અને સર્વ લોક પર પ્રેમ કરવામાં વૃદ્ધિ પામતા જાઓ,


અને એ જ રીતે તમે મકદોનિયાના સર્વ ભાઈઓ પર પ્રેમ રાખો છો. ભાઈઓ, તમે એથી પણ વિશેષ પ્રેમ રાખો તેવી અમારી આગ્રહભરી વિનંતી છે.


Lean sinn:

Sanasan


Sanasan