Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 9:1 - પવિત્ર બાઇબલ C.L.

1 યહૂદિયામાંના ઈશ્વરના લોકો માટે મોકલવાની મદદ સંબંધી મારે તમને જણાવવાની કંઈ જરૂર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે સંતોની સેવા બજાવવા વિષે મારે તમને લખવાની અગત્ય નથી:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે સંતોની સેવા કરવા વિષે, મારે તમને લખવાની અગત્ય નથી

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હવે દેવના લોકોની સેવા કરવા વિષે મારે તમને લખવાની જરૂર નથી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 9:1
18 Iomraidhean Croise  

પણ રિબકાને એસાવની એ વાતની જાણ થઈ ગઈ. તેથી તેણે યાકોબને બોલાવીને કહ્યું, “જો, તારો ભાઈ એસાવ તને મારી નાખીને તેનો ક્રોધાવેશ શમાવવા માગે છે.


‘પણ તમને મારી પાસે પૂછવા મોકલનાર યહૂદિયાના રાજાનું હૃદય તો પસ્તાવિક છે અને તેણે પોતાને મારી સમક્ષ લીન કર્યો છે. યરુશાલેમ ઉજ્જડ બની જશે અને તેના રહેવાસીઓ શાપસૂચક બની જશે એવી મારી ધમકી સાંભળીને તે તો પોતાનાં વસ્ત્ર ફાડીને રડયો છે. મેં તેની પ્રાર્થના સાંભળી છે; તેથી હું તેને કહું છું કે,


સર્વસમર્થ તો મહા પરાક્રમી છે; આપણે તેમનો પાર પામી શક્તા નથી. તેમની પાસે અદલ ઈન્સાફ અને નેકી છે અને તે જુલમ કરતા નથી.


સુંદર શબ્દોની પ્રેરણાથી મારું હૃદય ઊભરાઈ જાય છે; મારું કાવ્ય હું રાજાને સંબોધું છું: નિપુણ લહિયાની કલમની જેમ મારી જીભ વણથંભી વહે છે.


હવે મરેલાંને સજીવન કરવા સંબંધી ઈશ્વરે તમને જે કહ્યું છે તે શું તમે કદી વાંચ્યું નથી?


“ઘણાં વર્ષો સુધી યરુશાલેમથી બહાર રહ્યા પછી મારા પોતાના લોકોને થોડા પૈસા આપવાને અને બલિદાનો ચઢાવવાને હું ત્યાં ગયો હતો.


શુભસંદેશને લાગેવળગે છે ત્યાં સુધી યહૂદીઓ તમારે લીધે ઈશ્વરના દુશ્મનો છે; પરંતુ પસંદ કરાયેલા લોકો તરીકે આદિ પૂર્વજોને લીધે તેઓ ઈશ્વરના મિત્ર છે.


જેઓ તંગીમાં છે તેવા ભાઈઓને મદદ કરો. મહેમાનોનો આવકાર કરવા તમારાં ઘર ખુલ્લાં રાખો.


યહૂદિયાના અવિશ્વાસીઓના હુમલાથી હું બચી જાઉં, યરુશાલેમમાંની મારી સેવા ઈશ્વરના લોકોને પસંદ પડે,


તેમણે એટલું જ કહ્યું કે ગરીબોની જરૂરિયાતો લક્ષમાં રાખજો અને હું પણ એ માટે અથાગ પ્રયત્નો કરતો રહ્યો છું.


આમ, જ્યારે પણ આપણને તક મળે, ત્યારે આપણે સૌનું, અને ખાસ કરીને જેઓ વિશ્વાસમાં એક કુટુંબ છે, તેમનું ભલું કરીએ.


ભાઈઓ, કયા દિવસે અને કયા સમયે આ બધા બનાવો બનશે તે સંબંધી તમને લખવાની કંઈ જરૂર ન હોય.


પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.


એકબીજા સાથે કરેલા આપણા કરાર વિષે તો પ્રભુ પોતે આપણી વચ્ચે સદાના સાક્ષી છે.”


Lean sinn:

Sanasan


Sanasan