Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 8:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેમણે જેટલું આપી શકાય તેટલું, બલ્કે, તેથી વિશેષ આપ્યું. હું એનો સાક્ષી છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે હું સાક્ષી પૂરું છું કે, યથાશક્તિ, બલકે શક્તિ ઉપરાંત પણ, તેઓએ પોતાની ખુશીથી [આપ્યું].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે હું સાક્ષી પૂરું છું કે, તેઓએ પોતાની શક્તિ પ્રમાણે, બલકે શક્તિ ઉપરાંત દાનો, પોતાની ખુશીથી આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હું તમને કહી શકુ કે તેઓમાં જેટલી શક્તિ હતી, જે તેઓએ અર્પણ કર્યુ તે તેઓને પોષાય તેના કરતાં પણ વધુ તેઓએ આપ્યું. આ સ્વૈચ્છિક રીતે કર્યુ. આમ કરવાને કોઈ વ્યક્તિએ તેમને કહ્યું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 8:3
22 Iomraidhean Croise  

લોકોએ રાજીખુશીથી પ્રભુને આપ્યું અને એટલું બધું અપાયું તેથી તેમને આનંદ થયો. દાવિદ રાજાને પણ ખૂબ આનંદ થયો.


તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે.


પ્રભુએ મોશેને સોંપેલું કાર્ય કરવા માટે જેમના મનમાં આપવાની ઇચ્છા હતી તેવા સર્વ ઇઝરાયલીઓ રાજીખુશીથી પોતાનાં અર્પણો પ્રભુ પાસે લાવ્યા.


તમે પ્રભુને માટે અર્પણ લાવો. તમારામાંથી જેમને અર્પણ ચડાવવાની ઇચ્છા હોય તેઓ અર્પણ લાવે; એટલે કે સોનું, ચાંદી, તાંબુ,


તેણે તેનાથી બની શકે તે કર્યું છે; તેણે મારા શરીરને અગાઉથી અત્તર રેડીને દફનને માટે તૈયાર કર્યું છે.


શિષ્યોએ નિર્ણય કર્યો કે તેમનામાંના દરેકે શકાય તેટલી મદદ યહૂદિયામાં રહેતા ભાઈઓને મોકલવી.


હું સાક્ષી આપું છુ કે ઈશ્વર પ્રત્યે તેમનો ઊંડો ભક્તિભાવ તો છે; પણ તેનો આધાર સાચા જ્ઞાન પર નથી.


સપ્તાહને પ્રથમ દિવસે તમારામાંના દરેકે પોતાની આવકના પ્રમાણમાં કેટલીક રકમ અલગ કરીને બચાવવી; જેથી જ્યારે હું આવું ત્યારે તમારે ફાળો ઉઘરાવવો ન પડે.


જો હું મારું કાર્ય સ્વેચ્છાએ કરતો હોઉં, તો હું વેતનની આશા રાખું. પણ હું તો આ કાર્ય એક ફરજ સમજીને કરું છું. કારણ, મને આ કાર્ય ઈશ્વરે સોંપ્યું છે.


ત્યારે તમે કેવા ઉત્સાહી હતા! તો એ સદ્ભાવના ક્યાં ગઈ? કારણ, તમારે વિષે તો હું એવી સાક્ષી આપું છું કે મારે માટે તમારી આંખો કાઢી આપવાનું શકાય હોત તો તમે તેય કાઢી આપો એટલા તત્પર હતા.


કારણ, તમે ઈશ્વરના ઇરાદાઓને હંમેશાં જાણો અને આધીન થાઓ માટે તમારામાં તે કાર્ય કરે છે.


તમારે માટે તથા લાઓદિકિયા અને હિયરાપોલીસમાં તેણે કરેલા સખત કાર્યનો હું પોતે સાક્ષી છું.


અમને તમારા પર પ્રેમ હોવાથી તમને માત્ર શુભસંદેશ જણાવવા જ નહિ, પણ તમારે માટે મરવા પણ તૈયાર હતા. તમે અમને કેવા પ્રિય થઈ પડયા છો!


છતાં તું મને મદદ કરે તેવું દબાણ કરવા હું માગતો નથી; પણ તું સ્વેચ્છાથી તેમ કરે તેવું હું ઇચ્છું છું. આથી તારી સંમતિ વિના હું કંઈ કરીશ નહિ.


સંદેશો આપનારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવો અને સેવા કરનારે ઈશ્વરે આપેલી શક્તિ પ્રમાણે સેવા કરવી; જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. સદાસર્વકાળ મહિમા અને પરાક્રમ તેમનાં હો. આમીન


મારી વિનંતી છે કે ઈશ્વરે તમને સોંપેલા ટોળાના ઘેટાંપાળક બનો અને ફરજ પડયાથી નહિ, પણ રાજીખુશીથી ઈશ્વરની ઇચ્છા મુજબ તેની સંભાળ રાખો. માત્ર સ્વાર્થ માટે નહિ, પણ સેવા કરવાની સાચી ભાવનાથી તમારું કાર્ય કરો.


Lean sinn:

Sanasan


Sanasan