Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 6:3 - પવિત્ર બાઇબલ C.L.

3 અમારા સેવાકાર્યમાં કોઈ દોષ ન કાઢે તે માટે અમે કોઈના માર્ગમાં કશી હરક્તો ઊભી કરવાનો પ્રયત્ન કરતા નથી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં [કોઈને] ઠોકર ખાવાનું કારણ આપતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અમારા સેવાકાર્યને દોષ ન લાગે, માટે અમે કશામાં કોઈને અડચણરૂપ થતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અમે નથી ઈચ્છતા કે લોકો અમારા કાર્યમાં કશી ક્ષતિ જુએ. જેથી અન્ય લોકો માટે સમસ્યારૂપ બને તેવું અમે કશું જ કરતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 6:3
11 Iomraidhean Croise  

પણ આપણે આ લોકોની લાગણી દુભવવી નથી. તેથી સરોવર કિનારે જા, ગલ નાખ, ને જે પહેલી માછલી પકડાય તેના મુખમાંથી રૂપાનો સિક્કો મળશે. તેનું મૂલ્ય મારા અને તારા બંને માટે મંદિરનો કર ભરવા જેટલું છે. તે લઈને આપણો કર ભરી દે.


આ નાનાઓમાંના કોઈને મારા પરના વિશ્વાસમાંથી કોઈ ડગાવી દે તો તેને ગળે ઘંટીનો મોટો પથ્થર બંધાય અને તેને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દેવાય તે તેને માટે વધારે સારું છે.


તેથી આપણો ધંધો બદનામ થવાનો મોટો ભય રહેલો છે. એટલું જ નહિ, પણ આસિયા તેમ જ આખી દુનિયામાં જેની ભક્તિ થાય છે એ મહાન દેવી આર્તેમિસના મંદિરનું કંઈ મહત્ત્વ રહેશે નહિ અને તેનો સર્વ મહિમા ખતમ થઈ જાય એવો ભય પણ છે!”


આપણે એકબીજાનો ન્યાય કરવાનો બંધ કરીએ. એને બદલે, એવો નિર્ણય કરીએ કે આપણે આપણા ભાઈને ઠોકરરૂપ થઈએ નહિ, અને તે પાપમાં પડે એવું કંઈ કાર્ય કરીએ નહિ.


જો બીજાઓ તમારી પાસેથી એ બાબતોની આશા રાખે તો અમને તેથી વિશેષ મેળવવાનો હકક નથી? પણ અમે અમારા એ હક્કનો ઉપયોગ કર્યો નથી. ખ્રિસ્ત વિષેના શુભસંદેશના માર્ગમાં કંઈ અવરોધ આવે નહિ માટે અમે સઘળું સહન કર્યું છે.


વિશ્વાસમાં જેઓ નિર્બળ છે તેમની સાથે હું તેમના જેવો જ નિર્બળ બનું છું; જેથી હું તેમને જીતી શકું. આમ હું બધાંની સાથે બધાંનાં જેવો બનીને ગમે તે રીતે કેટલાકને બચાવી શકું તે માટે હું સર્વના જેવો બનું છું.


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


આ ઉદાર દાનના ઉપયોગ વિષે કોઈ ફરિયાદ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan