Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 6:11 - પવિત્ર બાઇબલ C.L.

11 કોરીંથના ભાઈઓ, અમે પ્રામાણિક્તાથી અને અમારાં દિલ ખોલીને વાત કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ઓ કરિંથીઓ, તમારા પ્રત્યે અમારું મોં છૂટું થયું છે, અમારું હ્રદય [તમારે માટે] પ્રફુલ્લિત થયેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઓ કરિંથીઓ, તમારે સારુ અમારું મોં ખૂલ્યું છે, અમારું હૃદય વિશાળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ઓ કરિંથના લોકો, તમારા લોકોની સાથે અમે મુક્ત રીતે વાતો કરી. અમે અમારું હૈયું તમારી આગળ ખોલ્યું.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 6:11
20 Iomraidhean Croise  

મને નિરાંત થાય માટે મારે બોલવું જ રહ્યું; મારે મોં ઉઘાડીને ઉત્તર આપવો જ પડશે.


હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ કારણ, તમે મારી સમજ વધારતા જાઓ છો.


હે પ્રભુ, મારા હોઠ ઉઘાડો; જેથી મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરે.


એ જોઈને તું તેજસ્વી બની જશે; તારું હૃદય આનંદવિભોર થઈ થનગની ઊઠશે. પ્રજાઓની સંપત્તિ તારી પાસે લાવવામાં આવશે; સમુદ્રને પેલે પારથી તેમનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.


તે આવ્યો તેની આગલી સાંજે પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો હતો. તે માણસ બીજે દિવસે સવારમાં આવ્યો, ત્યારે પ્રભુએ મને બોલવાની શક્તિ પાછી આપી હતી. આમ, મારી વાચા ખૂલી ગઇ અને ત્યાર પછી હું મૂંગો રહ્યો નહિ.


સંપત્તિ ઠગારી છે. લોભીઓ, ઘમંડી અને બેચેન હોય છે. મૃત્યુલોક શેઓલના જેવી તેમની લાલસા હોય છે અને મોતની માફક તેઓ ક્યારેય સંતોષ પામતા નથી. તેઓ એક પછી બીજી પ્રજાઓને જીતી લે છે.


એ પછી પાઉલ એથેન્સથી નીકળીને કોરીંથ આવ્યો.


ભજનસ્થાનના આગેવાન ક્રિસ્પસે તથા તેના કુટુંબે વિશ્વાસ કર્યો. કોરીંથના બીજા ઘણા લોકોએ સંદેશો સાંભળીને વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા.


તમને મદદ કરવા માટે હું આનંદથી મારું સર્વસ્વ ખર્ચી નાખીશ. હા, મારી જાત પણ ખર્ચી નાખીશ! તમારા પર હું પુષ્કળ પ્રેમ કરું છું ત્યારે તમે મારા પર ઓછો પ્રેમ રાખશો?


મેં તમારા પર બહુ જ વ્યથિત અને શોક્તિ હૃદયથી તથા આંસુઓ સહિત લખ્યું હતું. હવે, તે તમને ખેદ પમાડવા માટે નહિ, પણ હું તમારા પર કેટલો બધો પ્રેમ રાખું છું, તે તમે સમજો માટે લખ્યું હતું.


ઓ મૂર્ખ ગલાતીઓ! તમારી સમક્ષ ક્રૂસ પર મૃત્યુ પામેલ ઈસુ ખ્રિસ્તને આબેહૂબ રીતે રજૂ કરવામાં આવ્યા હતા, તો પછી તમને ભરમાવ્યા કોણે?


મારા ભાઈઓ, હું જેમ તમારા જેવો બન્યો છું તેમ તમે પણ મારા જેવા બનો એવી મારી વિનંતી છે. તમે કંઈ મારું કશું બગાડયું નથી.


મારે માટે પણ પ્રાર્થના કરો કે, જ્યારે મારે બોલવાનું હોય ત્યારે ઈશ્વર મને સંદેશો આપે અને હું હિંમતથી શુભસંદેશનું રહસ્ય જાહેર કરી શકું.


યાદ રાખો, દરેક માણસ, પછી તે ગુલામ હોય કે સ્વતંત્ર, પણ પ્રભુ તેને તેના ક્મનો બદલો આપશે.


એ માટે ઈસુ ખ્રિસ્તના હૃદયમાં તમારે માટે જેવો પ્રેમ છે તેવા પ્રેમથી તમારા બધાની હું કેવી ઝંખના રાખું છું તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.


ઓ ફિલિપીઓ, તમે સારી રીતે જાણો છો કે શુભસંદેશના પ્રચારકાર્યના શરૂઆતના દિવસોમાં જયારે હું મકદોનિયાથી નીકળ્યો ત્યારે માત્ર તમારી જ મંડળીએ મને મદદ કરી હતી. એકલા તમે જ મારા સુખદુ:ખમાં ભાગીદાર થયા હતા.


ઈસુ કહે છે, “જુઓ! હું ત્વરાથી આવું છું. દરેકને તેનાં કાર્યો પ્રમાણે આપવાનાં ઇનામો હું લાવીશ.


હાન્‍નાએ પ્રાર્થના કરી: “પ્રભુએ મારું હૃદય આનંદથી ભરી દીધું છે, તેમણે મારી પ્રતિષ્ઠા વધારી છે. મારા શત્રુઓ સામે મારું મોં મલક્ય છે; પ્રભુએ મારી મદદ કરી હોવાથી હું આનંદિત છું.


Lean sinn:

Sanasan


Sanasan