Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 5:8 - પવિત્ર બાઇબલ C.L.

8 અમે હિંમતવાન છીએ, અને પ્રભુની સાથે સ્વર્ગીય ઘરમાં રહેવાનું તથા આ શરીરરૂપી ઘર છોડી દેવાનું વધુ પસંદ કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 માટે અમે હિંમતવાન છીએ, અને શરીરથી વિયોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો, એ અમને વધારે પસંદ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 માટે હિંમતવાન છીએ અને શરીરથી અલગ થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેથી અમને ભરોસો છે. અને ખરેખર અમે આ શરીરથી વિચ્છિત થઈને પ્રભુની પાસે વાસો કરવા ઈચ્છીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 5:8
22 Iomraidhean Croise  

તમે મને જીવન તરફ જતો માર્ગ ચીંધો છો. તમારી સમક્ષતા મને પરમ આનંદથી ભરી દે છે. તમારે જમણે હાથે હોવું એ જ સાર્વકાલિક સુખ છે.


પરંતુ હું તો ભક્તિભાવથી તમારાં મુખનાં દર્શન કરીશ; હું જાગીશ ત્યારે તમારા સ્વરૂપને નિહાળીને સંતુષ્ટ થઈશ.


દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે.


માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે. તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


“હે પ્રભુ, હવે તમારા સેવકને તમારા વચન પ્રમાણે શાંતિથી જવા દો;


જોે કોઈ મારી સેવા કરવા માગતો હોય તો તેણે મને અનુસરવું જ રહ્યું; જેથી જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે, તેનું મારા પિતા સન્માન કરશે.”


હું જઈશ અને જગ્યા તૈયાર કરીને પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ; જેથી જ્યાં હું છું, ત્યાં તમે પણ રહો.


“હે પિતા! તમે મને આ લોકો આપ્યા છે. મારી ઇચ્છા છે કે હું જ્યાં છું ત્યાં તેઓ મારી સાથે રહે; એ માટે કે તેઓ મારો મહિમા જુએ; એ મહિમા તમે મને આપ્યો છે, કારણ, સૃષ્ટિના સર્જન પહેલાં તમે મારા પર પ્રેમ રાખતા હતા.


પણ તેણે જવાબ આપ્યો, “તમે આ શું કરો છો? રોકકળ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહિ, પણ પ્રભુ ઈસુને માટે મરવાને પણ હું તૈયાર છું.”


તેથી અમે હંમેશાં હિંમતવાન છીએ. અમે જાણીએ છીએ કે, જ્યાં સુધી અમે આ શરીરરૂપી ઘરમાં છીએ, ત્યાં સુધી અમે સ્વર્ગીય ઘરથી અને તેથી પ્રભુથી દૂર છીએ.


પણ એથી વિશેષ અમે આ ઘરમાં હોઈએ કે ત્યાં હોઈએ, પણ અમે ઈશ્વરને પસંદ પડીએ એવી ઉમેદ રાખીએ છીએ.


પ્રિયજનો, આપણે ઈશ્વરનાં સંતાન છીએ પણ આપણે કેવાં બનીશું તે હજી સ્પષ્ટ નથી. પણ જ્યારે ખ્રિસ્તનું આગમન થશે ત્યારે આપણે તેમના જેવાં બનીશું. કારણ, તે જેવા છે તેવા જ આપણે તેમને જોઈશું.


ઈશ્વરના શાપ નીચે હોય એવું કોઈ તે નગરમાં મળી આવશે નહિ. ઈશ્વરનું અને હલવાનનું રાજ્યાસન તે નગરમાં રહેશે અને તેના સેવકો તેમનું ભજન કરશે.


Lean sinn:

Sanasan


Sanasan