Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 5:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેથી અમે હંમેશાં હિંમતવાન છીએ. અમે જાણીએ છીએ કે, જ્યાં સુધી અમે આ શરીરરૂપી ઘરમાં છીએ, ત્યાં સુધી અમે સ્વર્ગીય ઘરથી અને તેથી પ્રભુથી દૂર છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માટે અમે સદા હિંમતવાન છીએ, અને એવું જાણીએ છીએ કે, શરીરમાં વાસો કરીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં રહીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી દૂર રહેતાં પ્રવાસી છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી હમેશા અમારામાં હિંમત હોય છે. અમે જાણીએ છીએ કે જ્યાં સુધી અમે આ શરીરમાં જીવીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી દૂર છીએ.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 5:6
15 Iomraidhean Croise  

હે પ્રભુ, અમે અમારા સર્વ પૂર્વજોની માફક તમારી દૃષ્ટિમાં આ જીવનમાં પરદેશી અને પ્રવાસી જેવા છીએ. પૃથ્વી પરના અમારા દિવસો છાયા જેવા અને આશા વગરના છે.


હું તો આ પૃથ્વી પર પ્રવાસી છું; તમારી આજ્ઞાઓ મારાથી સંતાડશો નહિ.


હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારા પોકારો લક્ષમાં લો, મારાં આંસુ પ્રત્યે મૌન ન સેવો. કારણ, હું તમારો થોડા સમયનો મહેમાન છું અને મારા પૂર્વજોની જેમ હું પણ પ્રવાસી છું.


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર માણસને દૃઢ વિશ્વાસ અને તેના કુટુંબને સલામતી બક્ષે છે.


ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ લોકોને કહે છે, “પાછા ફરો અને સ્વસ્થ રહો તો તમે સલામત રહેશો. શાંત રહો અને વિશ્વાસ રાખો તો તમને સામર્થ્ય પ્રાપ્ત થશે.” પણ તમે તેમ કરવા ઈન્કાર કર્યો છે.


આશ્શૂરના મુખ્ય લશ્કરી અધિકારીએ તેમને કહ્યું, “આશ્શૂરના મહારાજધિરાજ હિઝકિયાને પૂછાવે છે, ‘તું કોના પર આધાર રાખે છે?’


આપણને ખબર છે કે આ તંબૂ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જવાનું છે, પણ આપણે સારુ રહેવા માટે ઈશ્વરે સ્વર્ગમાં ઘર રાખેલું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે, અને તે સદાકાળ ટકનારું છે.


અમે હિંમતવાન છીએ, અને પ્રભુની સાથે સ્વર્ગીય ઘરમાં રહેવાનું તથા આ શરીરરૂપી ઘર છોડી દેવાનું વધુ પસંદ કરીએ છીએ.


તેથી હિંમત હારશો નહિ. કારણ, તમને એનું મોટું ઈનામ મળશે.


આ બધા માણસો વિશ્વાસમાં જારી રહેતાં મૃત્યુ પામ્યા. ઈશ્વરે જે બાબતોનું વચન આપ્યું તે તેઓ પામી શક્યા નહિ. પરંતુ તેમણે તેમને દૂરથી જોઈને તેમનો આવકાર કર્યો, અને પોતે આ દુનિયામાં પરદેશી તથા પ્રવાસી છે એવો તેમણે એકરાર કર્યો.


કારણ, આ દુનિયામાં આપણે માટે કાયમી નગર છે જ નહિ; આપણે તો આવનાર ભાવિ નગરની રાહ જોઈએ છીએ.


મંડળીના આગેવાનોને સાથી આગેવાન તરીકે હું વિનંતી કરું છું. હું ખ્રિસ્તના દુ:ખોને નજરોનજર જોનાર સાક્ષી છું અને પ્રગટ થનાર મહિમામાં મને ભાગ મળનાર છે.


હું યોહાન, તમારો ભાઈ અને ઈસુની સાથેની સંગતને લીધે તમારાં દુ:ખોમાં અને તેમના રાજમાં અને સહનશીલતામાં સહભાગી છું. ઈશ્વરનો સંદેશ અને ઈસુએ પ્રગટ કરેલ સત્યનો પ્રચાર કરવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલી દેવામાં આવ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan