Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 5:15 - પવિત્ર બાઇબલ C.L.

15 ઈસુ બધાં માણસોને માટે મરણ પામ્યા, તેથી હવે જેઓ જીવે છે તેઓ પોતાને માટે નહિ, પણ તેમને માટે મરણ પામીને સજીવન થનાર ઈસુને માટે જીવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહિ, પણ જે તેઓને માટે મર્યા તથા પાછા ઊઠયા, તેમને અર્થે જીવે, માટે તે સર્વને વાસ્તે મર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 અને સર્વને માટે તે મૃત્યુ પામ્યા, એ સારુ કે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને માટે નહિ, પણ જે તેઓને વાસ્તે મૃત્યુ પામ્યા તથા ઊઠ્યાં તેમને માટે જીવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ખ્રિસ્ત સર્વ લોકો માટે મરણ પામ્યો કે જેથી જે લોકો જીવે છે તેઓ પોતાના માટે જ ન જીવે. તે તેઓને માટે મૃત્યુ પામ્યો અને તે મૃત્યુમાંથી સજીવન થયો. તેથી તે લોકો તેના માટે જીવે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 5:15
41 Iomraidhean Croise  

તેથી નામાને કહ્યું, “તમે મારી ભેટ ન સ્વીકારો તો મને મારે ઘેર લઈ જવા બે ગધેડાં ભાર માટી આપો, કારણ, હું હવે યાહવે સિવાય અન્ય કોઈ દેવને બલિદાનો કે દહન-બલિ ચઢાવીશ નહિ.


તારી પાસે થઇને જતાં મેં તને તારા પોતાના જ લોહીમાં લથપથ થઇને આળોટતી જોઇ; તું તો લોહીમાં આળોટતી હતી તોયે મેં તને કહ્યું, ‘જીવી જા.’


હું તમારામાં મારો આત્મા મૂકીશ એટલે તમે જીવતા થશો અને હું તમને તમારા પોતાના દેશમાં વસાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. મેં એ કરવાનું વચન આપ્યું છે અને હું તે પાળીશ.” પ્રભુ પરમેશ્વર પોતે એ બોલ્યા છે.


ઈશ્વરે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું પવનને ઉદ્દેશીને સંદેશ પ્રગટ કર. પવનને કહે કે, ‘પ્રભુ પરમેશ્વર તને ચારે દિશામાંથી ફૂંકાવાની આજ્ઞા આપે છે. તું આ મૃતદેહોમાં પ્રાણ પૂર કે જેથી તેઓ જીવતાં થાય.”


અને સંદેશ તો આવો છે: ‘દુષ્ટો બચી જશે નહિ, પણ જેઓ ઈશ્વરપરાયણ છે તેઓ જીવશે, કારણ, તેમનો વિશ્વાસ ઈશ્વર પર છે.’


જો કે મેં તેમને પ્રજાઓ મધ્યે વિખેરી નાખ્યા છે, છતાં દૂર દૂર સ્થાનોમાંથી તેઓ મારું સ્મરણ કરશે. તેઓ અને તેમનાં સંતાન બચી જશે અને સાથે મળીને વતનમાં પાછા ફરશે.


જેથી આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણે તેમની સમક્ષ પવિત્ર અને સદાચારી રહીએ,


“હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. તેનો ન્યાય તોળાશે નહિ, પરંતુ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે.


જીવતા પિતાએ મને મોકલ્યો છે અને તેમને લીધે જ હું જીવું છું. તે જ પ્રમાણે જે મને ખાશે તે મારે લીધે જીવશે.


મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે; તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે: તમે તમારી જાતનું જીવંત, ઈશ્વરની સેવાને માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી સાચી સેવાભક્તિ છે.


આપણા અપરાધોને લીધે ઈસુને મરણને આધીન કરવામાં આવ્યા અને આપણે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ ગણાઈને સ્વીકૃત થઈએ માટે તેમને સજીવન કરવામાં આવ્યા.


ના, કદી નહિ. આપણે પાપ સંબંધી મરણ પામ્યા છીએ, તો પછી આપણે કેવી રીતે તેમાં જીવવાનું ચાલુ રાખી શકીએ?


આપણે જાણીએ છીએ કે આપણું જૂનું વ્યક્તિત્વ ખ્રિસ્તની સાથે તેમના ક્રૂસ પર મરણ પામ્યું; એ માટે કે આપણી પાપી પ્રકૃતિના બળનો નાશ થાય અને આપણે હવેથી પાપના ગુલામ રહીએ નહિ.


જો ખ્રિસ્ત તમારામાં વસે છે, તો પાપને કારણે તમારું શરીર તો મરણશીલ છે; પણ ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી તમારો આત્મા જીવે છે.


કારણ, ખ્રિસ્ત ઈસુની સાથે મેળવાયા હોવાથી આત્માનો નિયમ મને જીવન આપે છે. તેણે મને પાપ અને મરણના નિયમથી મુક્ત કર્યો છે.


માનવી સ્વભાવને આધીન થતાં મરણ આવે છે; જ્યારે આત્માને આધીન થતાં જીવન તથા શાંતિ મળે છે.


તમે મારું અનુકરણ કરો. હું મારાં સર્વ કાર્યથી બધાને પ્રસન્‍ન કરવા માગું છું. હું મારા સ્વાર્થનો વિચાર કરતો નથી, પણ સૌનું ભલું કરું છું; જેથી સૌનો ઉદ્ધાર થાય.


ખ્રિસ્તને લીધે હું નિર્બળતા, અપમાન, પરિશ્રમ, સતાવણીઓ અને મુશ્કેલીઓમાં સંતોષ માનું છું; કારણ, જ્યારે હું નિર્બળ છું, ત્યારે જ હું બળવાન છું.


ઈશ્વરે અમને નવા કરાર પ્રમાણેની સેવાને માટે શક્તિમાન કર્યા છે: તે કરાર લેખિત નહિ, પણ પવિત્ર આત્મા દ્વારા થયેલો છે. લેખિત નિયમ તો મરણ નિપજાવે છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.


આમ હવે અમે કોઈનું મૂલ્યાંકન માનવી ધોરણે કરતા નથી. જોકે એક વખતે અમે ખ્રિસ્તનું પણ માનવી ધોરણે મૂલ્યાંકન કર્યું હતું. પણ હવે તેવું કરતા નથી.


જો આપણે પવિત્ર આત્માએ આપેલું જીવન જીવીએ છીએ, તો આપણે આપણા જીવનમાં પવિત્ર આત્માથી ચાલવું પણ જોઈએ.


તેથી હું પ્રભુને નામે ચેતવણી આપતાં કહું છું કે,


કારણ, જે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે પ્રકાશમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે, “ઓ ઊંઘનાર જાગ, અને મરણમાંથી સજીવન થા! એટલે ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


કારણ, જ્યારે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું ત્યારે ખ્રિસ્તની સાથે તમારું દફન થયું અને બાપ્તિસ્મામાં તમે ખ્રિસ્તને સજીવન કરનાર ઈશ્વરના કાર્યશીલ સામર્થ્ય પર વિશ્વાસ મૂક્યો, તેથી તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે.


તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે. તો હવે સ્વર્ગમાંની બાબતોમાં તમારું મન પરોવો કે જ્યાં ઈશ્વરની જમણી તરફ ખ્રિસ્ત બિરાજેલા છે.


તમે જે કંઈ કરો કે કહો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને એ દ્વારા ખ્રિસ્તની મારફતે ઈશ્વરપિતાનો આભાર માનો.


તમારાં બધાં કાર્ય માણસોને માટે નહિ પણ જાણે કે પ્રભુને માટે છે તેમ સમજીને પૂરા દિલથી કરો.


પ્રભુ ઈસુ આપણે માટે મરણ પામ્યા; જેથી આપણે જીવતા હોઈએ કે મરી ગયા હોઈએ પણ આપણે તેમની સાથે જ રહીએ.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


સૌની જેમ મરેલાંઓ પણ શારીરિક મૃત્યુની સજા તો પામ્યા; પણ તેઓ ઈશ્વરની જેમ આત્મામાં જીવે એ જ હેતુસર મરેલાંઓને પણ શુભસંદેશ પ્રગટ કરાયો હતો.


આ રીતે ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો: તેમણે પોતાના એકના એક પુત્રને આ દુનિયામાં મોકલ્યા જેથી તેમની મારફતે આપણને જીવન મળે.


હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે.


Lean sinn:

Sanasan


Sanasan