Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 4:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઈશ્વરે પોતાની દયાથી અમને આ સેવા સોંપી હોવાથી અમે નિરાશ થતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે, અમને આ ધર્મસેવા [સોંપેલી] હોવાથી, અમે નાહિંમત થતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એ માટે અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ સેવાકાર્ય મળ્યું તેમાં અમે થાકતા નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દેવે આપણને તેની દયાથી અમને આ કામ સોંપ્યું છે. તેથી અમે તેને છોડી દેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 4:1
19 Iomraidhean Croise  

તરુણ વયના કદાચ થાકીને લોથ થઈ જાય અને ભરજુવાનીમાં આવેલા ઠોકર ખાઈને પડી જાય,


પણ મદદ માટે પ્રભુ પર આશા રાખનારાઓ નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે, પણ થાકશે નહિ; તેઓ આગળ વધશે, પણ નિર્ગત થશે નહિ.


“હે બારૂખ, તું કહે છે, કે ‘મારી કેવી દુર્દશા થઈ છે! પ્રભુએ મારી વેદનામાં વ્યથાનો ઉમેરો કર્યો છે. હું નિસાસા નાખીને નિર્ગત થઈ ગયો છું અને મને કંઈ ચેન પડતું નથી!’ ”


હમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને કદી નિરાશ ન થવું, એ શીખવવા ઈસુએ તેમને એક ઉદાહરણ કહ્યું,


આપોલસ કોણ છે? વળી, પાઉલ કોણ છે? અમે તો માત્ર ઈશ્વરના સેવકો જ છીએ કે જેમની મારફતે તમે વિશ્વાસ કર્યો છે. અમારામાંનો દરેક પ્રભુએ તેને સોંપેલું કાર્ય કરે છે.


હવે હું કુંવારાં વિષે જણાવું છું: મને પ્રભુ તરફથી કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે હું મારો મત જણાવું છું.


અમારી પાસે આવી આશા હોવાથી અમે હિંમતવાન છીએ.


ઈશ્વરે અમને નવા કરાર પ્રમાણેની સેવાને માટે શક્તિમાન કર્યા છે: તે કરાર લેખિત નહિ, પણ પવિત્ર આત્મા દ્વારા થયેલો છે. લેખિત નિયમ તો મરણ નિપજાવે છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.


આ જ કારણથી અમે નિરાશ થતા નથી. જોકે અમારું શારીરિક જીવન ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, પણ અમારું આત્મિક જીવન દરરોજ તાજગી પામતું જાય છે.


આ બધું ઈશ્વરનું જ કાર્ય છે. તેમણે ખ્રિસ્ત દ્વારા આપણને દુશ્મનમાંથી મિત્રો બનાવ્યા છે, અને બીજાઓને પણ તેમના મિત્રો બનાવવાનું સેવાકાર્ય સોંપ્યું છે.


એથી આપણે સારું કરતાં થાકવું નહિ, કારણ, જો આપણે પડતું મૂકીએ નહિ, તો યોગ્ય સમયે કાપણી કરીશું.


તેથી હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તમારે લીધે હું જે દુ:ખ ભોગવું છું તેથી તમે નિરાશ ન થાઓ; એ તો તમારા લાભ માટે જ છે.


ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે અને તેથી હું સઘળું કરી શકું છું.


પ્રિય ભાઈઓ, ભલું કરવામાં થાકશો નહિ,


જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.


પાપીઓનો મોટો વિરોધ સહન કરનાર ઈસુનો વિચાર કરો, જેથી તમે નિર્ગત અને નિરાશ ન થાઓ.


એક સમયે તમને ઈશ્વરની દયાનો અનુભવ થયો ન હતો, પણ હવે તમે તેમની દયા પ્રાપ્ત કરી છે.


મારા નામને લીધે તેં ધીરજથી સહન કર્યું છે અને બોજ ઉઠાવ્યો છે, અને નાસીપાસ થયો નથી.


Lean sinn:

Sanasan


Sanasan