Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 3:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પણ એ પડદો હટાવી શકાય છે. શાસ્ત્રમાં મોશે વિષે એવું જ લખ્યું છે: “તે જ્યારે પ્રભુ તરફ ફરતો ત્યારે તેનો પડદો દૂર કરવામાં આવતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ જ્યારે તે [લોકો] પ્રભુની તરફ ફરશે, ત્યારે તે મુખપટ દૂર કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ જયારે તે પ્રભુની તરફ ફરશે, ત્યારે તે પડદો ખસેડી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પરંતુ જ્યારે વ્યક્તિ પરિવર્તીત થાય છે અને પ્રભુને અનુસરે છે, ત્યારે તે આચ્છાદન દૂર થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 3:16
13 Iomraidhean Croise  

મોશે જ્યારે જ્યારે પ્રભુ સાથે વાત કરવા મુલાકાતમંડપમાં જતો ત્યારે તે એ વસ્ત્ર કાઢી નાખતો, પણ તે પાછો બહાર આવતો ત્યારે પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ ઇઝરાયલીઓને કહી સંભળાવતો.


બધી પ્રજા પર ફરી વળેલા શોકાવરણને અને વીંટાઈ વળેલા કફનને ત્યાં દૂર કરવામાં આવશે.


એ સમયે બહેરા લોકો વંચાતા પુસ્તકની વાતો સાંભળશે અને આંધળાની આંખો ધૂંધળાપણું અને અંધકારમાં થઈને જોશે.


હું પ્રભુ પોતે તારા લોકને શિક્ષણ આપીશ અને તેમને પુષ્કળ સમૃદ્ધ કરીશ.


ત્યારે ‘પ્રભુને ઓળખ’ એમ કહીને કોઈએ પોતાના જાતભાઈને અથવા કુટુંબીજનને પ્રભુની ઓળખ વિષે શિક્ષણ આપવાની જરૂર રહેશે નહિ. કારણ, નાનામોટાં સૌ મને ઓળખશે. કારણ, હું તેમના દોષ માફ કરીશ અને તેમનાં પાપ યાદ કરીશ નહિ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


આપણે આપણા માર્ગો તપાસીએ તથા પારખીએ અને પ્રભુ તરફ પાછા ફરીએ.


જો યહૂદીઓ તેમના અવિશ્વાસને દૂર કરે તો તેમને અસલ સ્થાને પાછા લાવવામાં આવશે. કારણ, ઈશ્વર તેમને ફરીથી કલમરૂપે જોડવા સમર્થ છે.


આજે પણ જ્યારે તેઓ મોશેનું નિયમશાસ્ત્ર વાંચે છે, ત્યારે એ પડદો તેમનાં મનને ઢાંકી રાખે છે.


પરંતુ તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થઈને આ પુસ્તકમાં લખેલા નિયમો અને ફરમાનોનું ખંતથી પાલન કરો અને તમારા ઈશ્વર પ્રભુ પ્રતિ સંપૂર્ણ દયથી અને પૂરા મનથી પાછા ફરો તો એમ થશે.


જ્યારે તમે સંકટમાં આવી પડો અને આ બધી વિપત્તિઓ તમારા પર આવી પડશે, ત્યારે આખરે તમે તમારા ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરીને તેમને આધીન થશો.


Lean sinn:

Sanasan


Sanasan