Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 2:15 - પવિત્ર બાઇબલ C.L.

15 કારણ, ખ્રિસ્તે આપણને સુગંધી ધૂપ તરીકે ઈશ્વરને અર્પણ કર્યાં છે અને એની સુગંધ ઉદ્ધાર પામી રહેલા અને નાશમાં જઈ રહેલા લોકો મયે પ્રસરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધરૂપ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં, તથા નાશ પામે છે તેઓમાં, અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 જે લોકોનું તારણ થયું છે અને જે લોકો ભટકી ગયા છે તેમના માટે આપણે ખ્રિસ્તની મીઠી સુગંધરૂપ છીએ, જે આપણે દેવને અર્પણ કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 2:15
12 Iomraidhean Croise  

પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


તારે વેદી પર આખા ઘેટાનું દહન કરવું. એ તો મને પ્રભુને ચડાવેલ દહનબલિ છે. એના અર્પણની સુવાસ મને પ્રભુને પ્રસન્‍ન કરે છે.


પછી એ બધું તેમના હાથમાંથી લઈને તારે તેમને વેદી પરના દહનબલિ ઉપર મૂકીને તેમનું અગ્નિબલિ તરીકે દહન કરવું. એ તો મને પ્રભુને પ્રસન્‍ન કરનાર સુવાસિત અર્પણ છે.


ચોળાયેલા અત્તરની મહેક મનમોહક હોય છે; તારામાં એવી મહેક છે અને માત્ર તારા નામનો રણકો એ મહેકની યાદ તાજી કરાવે છે. માટે તો યુવાન સુંદરીઓ તારા પર પ્રેમ કરે છે.


હું તમને પ્રજાઓમાંથી મુક્ત કરીશ અને જે દેશોમાં તમે વિખેરાઇ ગયા છો ત્યાંથી તમને એકત્ર કરીશ અને ત્યારે હું તમને સુવાસિત અગ્નિબલિની પેઠે સ્વીકારીશ અને પરદેશીઓનાં દેખતાં હું તમારામાં પવિત્ર મનાઇશ.


જ્યારે કોઈ વ્યક્તિ માનતા પૂરી કરવા માટે, સ્વૈચ્છિક અર્પણ માટે અથવા ઠરાવેલા પર્વોની ઉજવણી માટે સુવાસથી પ્રભુને પ્રસન્‍ન કરવા માટે ઢોરઢાંક કે ઘેટાંબકરાંનો અગ્નિબલિ, દહનબલિ કે બલિ ચઢાવે,


ક્રૂસ પરના ખ્રિસ્તના મરણનો આ સંદેશો નાશમાં જઈ રહેલાઓ માટે મૂર્ખતારૂપ છે; પણ આપણે જેઓ ઉદ્ધાર પામતા જઈએ છીએ તેમને માટે તો તે ખ્રિસ્તનું સામર્થ્ય છે.


ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


મને બધું મળ્યું છે. મારી પાસે પુષ્કળ, બલ્કે જરૂર કરતાં વિશેષ છે. એપાફ્રોદિતસે તમારી સર્વ ભેટ મને આપી છે. એ તો સુવાસિત અર્પણ છે, ઈશ્વરને માન્ય અને પ્રિય એવું બલિદાન છે.


જેઓ નાશ પામવાના છે તેમની તે સર્વ પ્રકારે ભૂંડી છેતરપિંડી કરશે. બચાવને અર્થે જે પ્રેમ અને સત્યનો આવકાર કરવાનો છે, તે નહિ કરવાથી તેઓ નાશ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan