Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 2:12 - પવિત્ર બાઇબલ C.L.

12 હવે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાને માટે હું ત્રોઆસમાં આવ્યો, ત્યારે પ્રભુએ ત્યાં કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું હતું તેની મને ખબર પડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હવે ખ્રિસ્તની સુવાર્તા [પ્રગટ કરવા] માટે હું ત્રોઆસ આવ્યો ત્યારે પ્રભુથી મારે માટે એક દ્વાર ઉઘાડવામાં આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારુ હું ત્રોઆસમાં આવ્યો અને પ્રભુએ મારે માટે બારણું ઉઘાડેલું છતાં

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ખ્રિસ્તની સુવાર્તાનો ઉપદેશ આપવા હું ત્રોઆસ ગયો હતો. પ્રભુએ મને ત્યાં ઉત્તમ તક આપી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 2:12
20 Iomraidhean Croise  

તેઓ અંત્યોખમાં આવ્યા એટલે તેમણે મંડળીના લોકોને એકત્રિત કર્યા અને ઈશ્વરે તેમને માટે કરેલાં કાર્યો અને બિનયહૂદીઓ વિશ્વાસ કરે તે માટે તેમણે કેવી રીતે માર્ગ ખોલ્યો તે બધું તેમને કહી સંભળાવ્યું.


અમે ત્રોઆસથી વહાણમાં ઊપડયા અને સીધેસીધા સામોથ્રાકે હંકારી ગયા અને બીજે દિવસે નીઆપોલીસ પહોંચ્યા.


તેથી તેઓ મુસિયા થઈને મુસાફરી કરતાં કરતાં ત્રોઆસ આવી પહોંચ્યા.


પાઉલે લોકો સમક્ષ સંદેશો આપ્યો અને મધરાત સુધી બોલવાનું ચાલુ રાખ્યું. કારણ, તે બીજે દિવસે ત્યાંથી જવાનો હતો.


ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, અને તેમના શુભસંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે.


કારણ, ઘણા વિરોધીઓ હોવા છતાં પ્રભુએ અહીં મારે માટે મહાન અને ઉમદા કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું છે.


જો બીજાઓ તમારી પાસેથી એ બાબતોની આશા રાખે તો અમને તેથી વિશેષ મેળવવાનો હકક નથી? પણ અમે અમારા એ હક્કનો ઉપયોગ કર્યો નથી. ખ્રિસ્ત વિષેના શુભસંદેશના માર્ગમાં કંઈ અવરોધ આવે નહિ માટે અમે સઘળું સહન કર્યું છે.


એ જ પ્રમાણે શુભસંદેશ પ્રગટ કરનારાઓ પણ તેમાંથી જ જીવનનિર્વાહ ચલાવે એવું પ્રભુએ ઠરાવ્યું છે.


મારે લેવા યોગ્ય ગૌરવને કોઈ મિથ્યા કરે એ કરતાં તો હું મરવાનું પસંદ કરીશ. હું શુભસંદેશ પ્રગટ કરું છું તો તેમાં મને બડાઈ કરવાનું કંઈ કારણ નથી. કારણ, શુભસંદેશ પ્રગટ કરવો એ તો મારી ફરજ છે. જો હું શુભસંદેશ પ્રગટ ન કરું તો મને અફસોસ!


અને તમે પણ હદની અંદર છો તેથી જ્યારે અમે સૌ પ્રથમ તમારી પાસે ખ્રિસ્તનો શુભસંદેશ લઈને આવ્યા ત્યારે તમે હદની બહાર ગયા નહિ.


જો કોઈ તમારી પાસે આવીને અમે પ્રગટ કર્યા નથી એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે પવિત્ર આત્મા તમે પામ્યા હતા તેનાથી જુદો આત્મા પામવાની વાત કરે, અથવા જે શુભસંદેશ તમે સ્વીકારેલો તે કરતાં તમને જુદો શુભસંદેશ સંભળાવે તો એવાને તમે જલદીથી આધીન થઈ જાઓ તેવા છો.


મેં ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કર્યો, ત્યારે મેં તમારી પાસેથી કંઈ વળતર લીધું નહોતું. તેથી તમને મહત્ત્વ આપવાને માટે મેં મારી જાતને નમ્ર કરી, એમાં મેં કંઈ ગુનો કર્યો?


કારણ, જે શુભસંદેશ અમે પ્રગટ કરીએ છીએ, તે જો છુપાયેલો હોય, તો તે માત્ર નાશમાં જઈ રહેલાઓ માટે જ છુપાયેલો છે.


આ દુનિયાના દેવે તેમનાં મન અંધકારમાં રાખેલાં હોવાથી તેઓ વિશ્વાસ કરી શક્તા નથી. તેથી ખ્રિસ્ત, જે ઈશ્વરનું આબેહૂબ પ્રતિરૂપ છે, તેમના ગૌરવનો પ્રકાશ શુભસંદેશની મારફતે આવે છે, અને નાશમાં જઈ રહેલાઓ એ પ્રકાશ જુએ નહિ, તે માટે દુષ્ટ તેમને દૂર રાખે છે.


તેની સાથે અમે એક ભાઈને મોકલીએ છીએ, જે શુભસંદેશ પ્રગટ કરવાના કાર્યમાં સર્વ મંડળીઓમાં પ્રસંશાપાત્ર છે.


એ સેવા દ્વારા તમે ખ્રિસ્તના સંદેશાની કરેલી કબૂલાત પ્રમાણે તેને આધીન રહો છો એનો પુરાવો મળ્યાથી અને તમારી અન્ય સૌ પ્રત્યે દાખવેલી ઉદારતાને કારણે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે.


વળી, અમારે માટે પણ પ્રાર્થના કરો કે જેથી ઈશ્વર તેમનો શુભસંદેશ પ્રગટ કરવાની ઉત્તમ તક અમને આપે અને અમે ખ્રિસ્તનું રહસ્ય જણાવી શકીએ. એ જ કારણથી હું જેલમાં છું.


જ્યારે અમે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાના ઈશ્વરના કાર્યમાં અમારા સહકાર્યકર, આપણા ભાઈ તિમોથીને તમને દૃઢ કરવા અને તમારા વિશ્વાસમાં મદદ કરવા માટે મોકલ્યો,


Lean sinn:

Sanasan


Sanasan